Surendranagar: સુજલામ સુફલામના પૂર્ણ બતાવેલાં કામોમાં ગેરરીતિ મામલે કલેક્ટર દ્વારા તપાસના લેખિત આદેશ જારી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક જગ્યાએ તળાવ ઉંડા કરવા કે નદી નાળા સાફ સફાઇ કરવાના કામો થયા વગર જ પુર્ણ થયા હોવાનુ બતાવી દીધાના લોકોએ આક્ષેપ કર્યા બાદ પુરાવા સાથે ભાજપના જ જિલ્લા પંચાયત સદસ્યએ પુરાવા ફોટા રજૂ કર્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરે સિંચાઇ વિભાગ અને ડેપ્યુટી કલેકટર્સને તાત્કાલીક તપાસના લેખીત આદેશ આપતા ભારે માહોલ ગરમાયો છે.
વધુમાં પ્રાપ્ત વિગતો અનુસાર સુજલામ સુફલામ યોજનામાં લોકો કામ કર્યા વગર જ ફોટા પાડી કામ થયાનુ બતાવી દેતા હોય છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક ગામડાઓમાં કામ થયા વગર જ પુર્ણ થયાનું બતાવી દીધાના ખેડૂતોએ આક્ષેપ કર્યા હતા.બીજી તરફ ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ લેખીત ભલમાણ કરેલા ધ્રાંગધ્રાના નરાળીના ગામમાં કામ થયા વગર જ પુર્ણ થયાનું બતાવી દીધા બાદ ભાજપની સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના સદસ્ય પપ્પુભાઇ ઠાકોરે તળાવા જીપીએસ અને તારીખ વાળા ફોટા 14/08/25 ના રોજ ધારાસભ્ય અને તંત્રને મોકલી દીધા હતા કે અહી કોઇ કામ થયુ જ નથી.એવામાં સુરેન્દ્રનગર કલેકટર દ્વારા કાર્યપાલક ઇજનેર સિંચાઇ અને તાલુકા અમલીકરણ સમીતીના અધ્યક્ષ ડેપ્યુટી કલેકટરને આ મામલે તપાસ સોંપી તાત્કાલીક રીપોર્ટ મંગાવતા દોડધામ મચી ગઇ છે.બીજી તરફ તાલુકા અમલીકરણ સમીતીના અધ્યક્ષ ડેપ્યુટી કલેકટર છે પરંતુ ડેપ્યુટી કલેકટરને કયા ગામના કયા કામો મંજૂર થયા છે એની જાણ જ નથી કરાઇ અને કામ પુર્ણ થઇ ગયા ? સમીતીના અધ્યક્ષને જાણ કરે તો ડેપ્યુટી કલેકટર મંજૂર થયેલી જગ્યાએ સ્થળ તપાસ કે ગુણવતા વાળુ કામ થાય છે કે નહી એ તપાસ કરવા જાય પરંતુ અહી તો કાઇ જાણ જ નથી.હવે ડેપ્યુટી કલેકટર તટસ્થ તપાસ કર્યા બાદ શું રીપોર્ટ કરે છે એની સામે સૌની નજર મંડાયેલી છે.
આ મામલે ચોટીલા અને ધ્રાંગધ્રા ડેપ્યુટી કલેકટરને પુછતા તેઓએ જણાવેલ કે તાલુકા અમલીકરણ સમીતીના અધ્યક્ષ છીએ. પરંતુ સુજલામ સુફલામના કેવા કામો કયારે અને કયાં ગામમાં મંજૂર થયા છે એની અમને જાણ જ નથી કરાઇ અને કામ પુર્ણ પણ થઇ ગયા છે હવે આ કામોની સ્થળ તપાસ કરી તટસ્થ રીપોર્ટ મોકલીશું.
What's Your Reaction?






