Surendranagar: સંદેશ ન્યૂઝના ઓપરેશન પાતાળથી તંત્ર દોડતુ થયુ

સંદેશ ન્યૂઝના ઓપરેશન પાતાળથી તંત્ર દોડતુ થયુ છે. થાનના ભલુડા વિસ્તારમાં ખનીજ વિભાગના દરોડા પડ્યા છે. જેમાં ગેરકાયદે માઈનિંગ પર ખનીજની ટીમો ત્રાટકી હતી. ભલુડા વિસ્તારમાં સૌથી વધુ ખનન થાય છે.સંદેશ ન્યૂઝના ઓપરેશન પાતાળની ધારદાર અસર રાજ્યભરમાં પૃથ્વીના પેટાળમાં પડેલા અમૂલ્ય ખનીજની બેફામ ચોરી કરવામાં આવે છે તે વાતથી નનૈયો ભણી શકાય તેમ નથી. ગેરકાયદે ખનીજની ચોરી કરનારા ખનીજ માફિયાઓ વિરુદ્ધ તંત્ર કોઈ દાખલારૂપ કાર્યવાહી કરતી ન હોય તેના લીધે ખનન માફિયાઓ બેફામ બની ગયાં હોય તેવી રીતે ગેરકાયદે ખાણમાં બનતી જીવલેણ ઘટનાઓને દબાવી દેવા મૃતકોના બારોબાર અંતિમ સંસ્કાર કરીને આખો મામલો દબાવી દેવામાં આવતો હોય છે. ત્યારે સંદેશ ન્યુઝના ઓપરેશન પાતાળમાં ગેરકાયદે ખનન પ્રવૃતિ દર્શાવાઈ હતી. સંદેશ ન્યુઝના એક્સકલ્યુઝિવ રિપોર્ટ બાદ તંત્ર તાબડતોબ હરકતમાં આવ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરે આપ્યા તપાસના આદેશ ગેરકાયદે ખનીજની ચોરી કરનારા ખનીજ માફિયાઓ વિરુદ્ધ તંત્ર હવે ઊંઘમાંથી સફાળું જાગ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરે કે.સી.સંપથે તપાસના આદેશ આપ્યા છે. જેને પગલે થાનના ભલુડા વિસ્તારમાં ખનીજ વિભાગના દરોડા પડ્યા છે. ઉપરાંત થાનગઢ, મુળી, સાયલામાં ટીમ દ્વારા તપાસ ચાલી રહી છે. ઉપરાંત જિલ્લામાં ચાલતી ગેરકાયદે ખનન પ્રવૃતિમાં તમામ વિભાગ પોલીસ, ખાણ ખનીજથી લઈ આરટીઓ સહિતના વિભાગને આદેશ આપ્યા છે. કલેક્ટરે સરપંચો પર પણ કાર્યવાહીની આપી ચીમકી ઉપરાંત જિલ્લામાં ચાલતી ખનન પ્રવૃતિની જાણ કલેક્ટર કચેરીને કરવાનો આદેશ પણ અપાયો છે. ગામના સરપંચો જો જાણ નહીં કરે તો એમના પર પણ કાર્યવાહી થશે. કલેક્ટરે સરપંચો પર પણ આ પ્રકારની કડક કાર્યવાહીની ચીમકી આપી હતી.

Surendranagar: સંદેશ ન્યૂઝના ઓપરેશન પાતાળથી તંત્ર દોડતુ થયુ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સંદેશ ન્યૂઝના ઓપરેશન પાતાળથી તંત્ર દોડતુ થયુ છે. થાનના ભલુડા વિસ્તારમાં ખનીજ વિભાગના દરોડા પડ્યા છે. જેમાં ગેરકાયદે માઈનિંગ પર ખનીજની ટીમો ત્રાટકી હતી. ભલુડા વિસ્તારમાં સૌથી વધુ ખનન થાય છે.

સંદેશ ન્યૂઝના ઓપરેશન પાતાળની ધારદાર અસર

રાજ્યભરમાં પૃથ્વીના પેટાળમાં પડેલા અમૂલ્ય ખનીજની બેફામ ચોરી કરવામાં આવે છે તે વાતથી નનૈયો ભણી શકાય તેમ નથી. ગેરકાયદે ખનીજની ચોરી કરનારા ખનીજ માફિયાઓ વિરુદ્ધ તંત્ર કોઈ દાખલારૂપ કાર્યવાહી કરતી ન હોય તેના લીધે ખનન માફિયાઓ બેફામ બની ગયાં હોય તેવી રીતે ગેરકાયદે ખાણમાં બનતી જીવલેણ ઘટનાઓને દબાવી દેવા મૃતકોના બારોબાર અંતિમ સંસ્કાર કરીને આખો મામલો દબાવી દેવામાં આવતો હોય છે. ત્યારે સંદેશ ન્યુઝના ઓપરેશન પાતાળમાં ગેરકાયદે ખનન પ્રવૃતિ દર્શાવાઈ હતી. સંદેશ ન્યુઝના એક્સકલ્યુઝિવ રિપોર્ટ બાદ તંત્ર તાબડતોબ હરકતમાં આવ્યું છે.

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરે આપ્યા તપાસના આદેશ

ગેરકાયદે ખનીજની ચોરી કરનારા ખનીજ માફિયાઓ વિરુદ્ધ તંત્ર હવે ઊંઘમાંથી સફાળું જાગ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરે કે.સી.સંપથે તપાસના આદેશ આપ્યા છે. જેને પગલે થાનના ભલુડા વિસ્તારમાં ખનીજ વિભાગના દરોડા પડ્યા છે. ઉપરાંત થાનગઢ, મુળી, સાયલામાં ટીમ દ્વારા તપાસ ચાલી રહી છે. ઉપરાંત જિલ્લામાં ચાલતી ગેરકાયદે ખનન પ્રવૃતિમાં તમામ વિભાગ પોલીસ, ખાણ ખનીજથી લઈ આરટીઓ સહિતના વિભાગને આદેશ આપ્યા છે.

કલેક્ટરે સરપંચો પર પણ કાર્યવાહીની આપી ચીમકી

ઉપરાંત જિલ્લામાં ચાલતી ખનન પ્રવૃતિની જાણ કલેક્ટર કચેરીને કરવાનો આદેશ પણ અપાયો છે. ગામના સરપંચો જો જાણ નહીં કરે તો એમના પર પણ કાર્યવાહી થશે. કલેક્ટરે સરપંચો પર પણ આ પ્રકારની કડક કાર્યવાહીની ચીમકી આપી હતી.