Surendranagar: વર્ષોથી ભરાતા ગુજરી બજાર પર ગ્રહણ

Feb 10, 2025 - 05:00
Surendranagar: વર્ષોથી ભરાતા ગુજરી બજાર પર ગ્રહણ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરેન્દ્રનગરના મેળાના મેદાનમાં વર્ષોથી રવિવારી બજાર ભરાય છે. ત્યારે થોડા સમય પહેલા આ મેદાન ખાલી કરાવાયા બાદ ત્યાં દીવાલ ચણી અને દરવાજા મુકી લોક મારી દેવાયા છે. ત્યારે તા. 9મીના રોજ રવિવારે વહેલી સવારે મનપાના કર્મીઓ પોલીસ બંદોબસ્ત સાથે પહોંચી ગયા હતા અને ગુજરી બજાર ભરાવા ન દીધી હતી.

નાના વેપારીઓને ગુજરી બજાર માટે ભકિતનંદન સર્કલના મેદાનમાં જગ્યા અપાઈ છે. પરંતુ રૂ. 10ની વસ્તુ લેવા લોકો રૂ. 50 ભાડુ ખર્ચીને ત્યાં થોડા આવે ? એટલે ધંધો ન થતો હોવાની ગુજરી બજારના વેપારીઓએ રજૂઆત કરી છે.સુરેન્દ્રનગરની રવિવારી બજાર નાના વર્ગના લોકો માટે આશીર્વાદરૂપ છે. દર અઠવાડીયે એક વાર જુના-નવા કપડા, ઘરવખરી, ફર્નીચર, પરચુરણ સામાનનો ધંધો કરીને નાના વર્ગના વેપારીઓ આખા અઠવાડીયાનું રળી લેતા હોય છે. બીજી તરફ સામાન્ય અને ગરીબ વર્ગના પરીવારોને પોતાના ઘર માટે જરૂરી સામાન સસ્તા ભાવે મળી રહે છે. શહેરના મેળાના મેદાનમાં વર્ષોથી રવિવારી બજાર ભરાય છે. મનપા દ્વારા થોડા દિવસ પહેલા મેળાના મેદાનમાં ઘાસનો વ્યવસાય કરતા લોકોના વાડા દુર કરાયા હતા. ત્યારબાદ મેળાના મેદાનમાં પ્રવેશવાના રસ્તે દીવાલ ચણી લેવાઈ હતી અને લોખંડના દરવાજા મુકી લોક મારી દેવાયા હતા. ગત રવિવારે આ દરવાજા ખોલી રવિવારી બજાર ભરાવવા દેવાઈ હતી. પરંતુ તા. 9મીએ વહેલી સવારથી મનપાના કર્મીઓ પોલીસ બંદોબસ્ત સાથે પહોંચી ગયા હતા અને કપડાના મોટા પોટલા, લારીઓમાં સામાન લઈને આવેલા વેપારીઓને મેળાના મેદાનમાં જતા અટકાવ્યા હતા. આથી નાના વર્ગના વેપારીઓમાં ભારે રોષ ફેલાયો હતો. રવિવાર બજારમાં મોટાભાગે વિચરતા સમુદાયના પરિવારો, મુસ્લીમ પરિવારોની મહિલાઓ ધંધો કરે છે. ત્યારે તેઓમાં રોષ ફેલાયો હતો. અને નાના વર્ગની રોજીરોટી ન છીનવાય તેવી માંગ કરી હતી. નહીંતર સુરેન્દ્રનગરની રવિવારી બજાર ઈતિહાસ બની જવાની શકયતા રહેલી છે.

નવું સ્થળ મેળાના મેદાનથી પાંચ કિમી દૂર

SMCના કર્મીઓના જણાવાયા મુજબ રવિવારી બજાર માટે વઢવાણના ભકિતનંદન સર્કલ પાસેના મેદાનમાં જગ્યાની ફાળવણી કરાઈ છે. પરંતુ આ સ્થળ મેળાના મેદાનથી 4થી 5 કિલોમીટર દુર છે. આ ઉપરાંત મેળાનું મેદાન શહેરની વચ્ચે આવેલુ હોવાથી તથા શાક માર્કેટ, ધ્રાંગધ્રા તરફ જવાનું પીકઅપ સ્ટેન્ડ હોવાથી ઘરાકી રહે છે. જયારે ભકિતનંદન સર્કલ પાસેની જગ્યા દુર પડવા ઉપરાંત ત્યાં ખરીદી કરનાર 10-20ની ખરીદી કરવા રૂ. 50 ભાડુ ખર્ચીને થોડા આવે? તેવી રજૂઆત વેપારીઓ કરતા હતા.

મેળાના મેદાનની બન્ને તરફ રસ્તા પર બેસવાની મંજૂરી આપો

વિચરતા સમુદાય સમર્થન મંચના હર્ષદભાઈ વ્યાસના જણાવાયા મુજબ સુરેન્દ્રનગર શહેરના મેળાના મેદાનમાં દર વર્ષે ભરાતા જન્માષ્ટમી મેળામાં, ગણપતિ ઉત્સવ વખતે, સર્કસ, ધાર્મીક-સામાજિક કાર્યક્રમો સમયે મેદાનની બન્ને તરફના રસ્તે રવિવારી બજાર ભરાતી હતી. હાલ આ મેદાનમાં સ્પોર્ટસ સંકુલ બનવા જઈ રહ્યુ હોય વેપારીઓને ત્યાં રવિવારી બજાર ભરાવાની ના પડાઈ છે. પરંતુ જો આ લોકોને રસ્તા પર દર રવિવારે બેસવાની મંજૂરી આપવામાં આવે તો તેઓની રોજીરોટી જળવાય રહે તેમ છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0