Surendranagar: મૂળી રોડ પરથી રિક્ષામાં દેશી દારૂની ખેપ મારતા 1 શખ્સને LCBની ટીમે ઝડપ્યો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર એલસીબી પીઆઈ બી.એચ.શીંગરખીયાની સુચનાથી તા. 12મીના રોજ રાત્રે પેટ્રોલિંગ કરી રહેલા સ્ટાફના વિજયસિંહ પરમાર સહિતનાઓને મૂળીથી સુરેન્દ્રનગર તરફ દેશી દારૂ ભરેલ રિક્ષા આવતી હોવાની બાતમી મળતા મૂળી રોડ પર ત્રિ-મંદિર પાસે વોચ રખાઈ હતી. જેમાં રાત્રે 11-30 કલાકે બાતમીવાળી રિક્ષા આવતા તેને રોકી તપાસ કરતા તેમાંથી 275 લીટ દેશી દારૂ મળી આવ્યો હતો. જયારે ચાલક ફીરદોસ સોસાયટીમાં રહેતાશ્રાવણ જગાભાઈ સરવીયાની પુછપરછ કરતા આ દારૂ મીયાણાવાડમાં રહેતી ઝાહીરા ઉર્ફે મુન્નીબેને મંગાવ્યો હોવાનું તથા સાયલાના સુદામડાથી લાવ્યો હોવાનું જણાવ્યુ હતુ. પોલીસે 55 હજારનો દારૂ, 50 હજારની રિક્ષા અને ર મોબાઈલ ફોન મળી કુલ રૂ. 1,15,500ની મત્તા જપ્ત કરી છે. અને ઝડપાયેલ શ્રાવણ ઉપરાંત દારૂ મંગાવનાર મુન્નીબેન તથા દારૂ મોકલનાર સામે જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધી છે. અન્ય આરોપીઓને ઝડપી લેવા વધુ તપાસ એચસી એસ.એમ.સુમેરા ચલાવી રહ્યા છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

