Surendranagar: મૂળીના શેખપર ગામના દારૂ કેસમાં વોન્ટેડ આરોપી 6વર્ષ બાદ પકડાયો
સુરેન્દ્રનગર જિલ્લામાં મૂળીના શેખપર ગામે આવેલ રહેણાક મકાનમાં તા. 26-3-2019ના રોજ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે રેડ કરી હતી. જેમાં 701 દારૂની બોટલ ઝડપાઈ હતી. આ બનાવમાં બાદમાં ઝડપાયેલ મુખ્ય આરોપીએ કચ્છના એક શખ્સનું નામ ખોલ્યુ હતુ. ત્યારે સુરેન્દ્રનગર પેરોલ ફર્લો સ્કવોડની ટીમે આ કેસના ફરાર આરોપીને કચ્છમાંથી ઝડપી લઈ મૂળી પોલીસના હવાલે કર્યો છે.સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે તા. 26-3-2019ના રોજ પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે મૂળી તાલુકાના શેખપર ગામે દારૂની રેડ કરી હતી. જેમાં આરોપી શેખપરનો હિતેન્દ્રસીંહ ઉર્ફે હીતુભા સબળસીંહ પરમાર હાજર મળી આવ્યો ન હતો. પરંતુ પોલીસે દારૂની નાની 701 બોટલો કિંમત રૂ. 70,100નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બાદમાં આરોપી હીતેન્દ્રસીંહ ઝડપાતા તેની પુછપરછમાં રાજકોટના પ્રહલાદસીંહ જાડેજાનું નામ ખુલ્યુ હતુ. ત્યારથી આ શખ્સ પોલીસ ધરપકડ ટાળવા નાસતો ફરતો હતો. આ દરમીયાન પેરોલ ફર્લો સ્કવોડના ધવલભાઈ પટેલને આ શખ્સ કચ્છમાં હોવાની બાતમી મળી હતી. આથી પીઆઈ જે.જે.જાડેજાની સુચનાથી સ્ટાફના પીએસઆઈ આર.એચ.ઝાલા, વિજયસીંહ પરમાર, દશરથભાઈ સહિતની ટીમે કચ્છમાં વોચ રાખી હતી. અને મુળ રાજકોટના રેલનગરના અને હાલ કચ્છના માંડવી તાલુકાના ફરાદી ગામમાં રહેતા પ્રહલાદસીંહ ઉર્ફે પદુભા ખાનુભાને ઝડપી લીધો હતો. આ શખ્સને મૂળી પોલીસના હવાલે કરી વધુ તપાસ હાથ ધરાઈ છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરેન્દ્રનગર જિલ્લામાં મૂળીના શેખપર ગામે આવેલ રહેણાક મકાનમાં તા. 26-3-2019ના રોજ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે રેડ કરી હતી. જેમાં 701 દારૂની બોટલ ઝડપાઈ હતી. આ બનાવમાં બાદમાં ઝડપાયેલ મુખ્ય આરોપીએ કચ્છના એક શખ્સનું નામ ખોલ્યુ હતુ. ત્યારે સુરેન્દ્રનગર પેરોલ ફર્લો સ્કવોડની ટીમે આ કેસના ફરાર આરોપીને કચ્છમાંથી ઝડપી લઈ મૂળી પોલીસના હવાલે કર્યો છે.
સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે તા. 26-3-2019ના રોજ પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે મૂળી તાલુકાના શેખપર ગામે દારૂની રેડ કરી હતી. જેમાં આરોપી શેખપરનો હિતેન્દ્રસીંહ ઉર્ફે હીતુભા સબળસીંહ પરમાર હાજર મળી આવ્યો ન હતો. પરંતુ પોલીસે દારૂની નાની 701 બોટલો કિંમત રૂ. 70,100નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બાદમાં આરોપી હીતેન્દ્રસીંહ ઝડપાતા તેની પુછપરછમાં રાજકોટના પ્રહલાદસીંહ જાડેજાનું નામ ખુલ્યુ હતુ. ત્યારથી આ શખ્સ પોલીસ ધરપકડ ટાળવા નાસતો ફરતો હતો. આ દરમીયાન પેરોલ ફર્લો સ્કવોડના ધવલભાઈ પટેલને આ શખ્સ કચ્છમાં હોવાની બાતમી મળી હતી.
આથી પીઆઈ જે.જે.જાડેજાની સુચનાથી સ્ટાફના પીએસઆઈ આર.એચ.ઝાલા, વિજયસીંહ પરમાર, દશરથભાઈ સહિતની ટીમે કચ્છમાં વોચ રાખી હતી. અને મુળ રાજકોટના રેલનગરના અને હાલ કચ્છના માંડવી તાલુકાના ફરાદી ગામમાં રહેતા પ્રહલાદસીંહ ઉર્ફે પદુભા ખાનુભાને ઝડપી લીધો હતો. આ શખ્સને મૂળી પોલીસના હવાલે કરી વધુ તપાસ હાથ ધરાઈ છે.