Surendranagar: ધ્રાંગધ્રા, દસાડા, સાયલા,ચૂડામાં હથિયાર સાથે 4 પકડાયા
સુરેન્દ્રનગરના જોરાવરનગર વિસ્તારમાં ભર બજારમાં ગેરકાયદેસર પીસ્તોલ વડે ફાયરીંગ કરી વેપારીની હત્યા નીપજાવવાના બનાવ બાદ જિલ્લા પોલીસ વડા ડો. ગીરીશકુમાર પંડયાએ ગેરકાયદેસર હથીયારો લઈને ફરતા શખ્સોને ઝડપી લેવા કડક આદેશો કર્યા છે. જેમાં જિલ્લામાંથી વધુ 4 શખ્સો ગેરકાયદેસર હથીયારો સાથે ઝડપાયા છે. જેમાં લીંબડી સીપીઆઈ એમ.એચ.પુવાર, ચુડા પીએસઆઈ એચ.એચ.જાડેજા, રાજેશભાઈ મીઠાપરા સહિતનાઓએ કોરડા ગામેથી છના વશરામભાઈ સાલસરાને રૂપીયા 10 હજારની કિંમતની દેશી બનાવટની પીસ્ટલ સાથે ઝડપી લીધો હતો. જયારે સુરેન્દ્રનગર એલસીબી ટીમના પરીક્ષીતસીંહ સહિતનાઓએ દસાડા તાલુકાના ઓડુ ગામેથી મનીશ શકતાભાઈ નગવાડીયાને રૂપીયા 5 હજારની કિંમતની દેશી હાથ બનાવટની મઝરલોડ બંદુક સાથે પકડી પાડયો હતો. બીજી તરફ એલસીબી ટીમના કુલદીપભાઈ, પ્રવીણ કોલા સહિતનાઓએ સાયલાના ધારા ડુંગરી ગામેથી હરજી લક્ષ્મણભાઈ બોહકીયાને રૂપીયા પ હજારની કિંમતની દેશી બંદુક સાથે ઝડપી લીધો હતો. તમામ સામે આર્મ્સ એકટ મુજબ ગુનો નોંધ્યો હતો.દુદાપુરમાં દાદાનું હથિયાર દાટવા જતો પૌત્ર ઝડપાયો ધ્રાંગધ્રા તાલુકા પોલીસ ટીમના વિક્રમ રબારી, નરેશ ભોજીયા સહિતનાઓએ દુદાપુરમાં હથીયારની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં ધ્રાંગધ્રાના જોગાસર રોડ પર રહેતો સાનબાજ આસીફભાઈ મીર રૂપીયા 2 હજારની કિંમતની બંદુક સાથે પકડાયો હતો. આ શખ્સની પુછપરછ કરતા આ હથીયાર તેના દાદાનું હોય, આજ સુધી ઘરમાં પડેલ હતુ. આથી તે દાટવા જતો હતો. પોલીસે આર્મ્સ એકટનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરેન્દ્રનગરના જોરાવરનગર વિસ્તારમાં ભર બજારમાં ગેરકાયદેસર પીસ્તોલ વડે ફાયરીંગ કરી વેપારીની હત્યા નીપજાવવાના બનાવ બાદ જિલ્લા પોલીસ વડા ડો. ગીરીશકુમાર પંડયાએ ગેરકાયદેસર હથીયારો લઈને ફરતા શખ્સોને ઝડપી લેવા કડક આદેશો કર્યા છે.
જેમાં જિલ્લામાંથી વધુ 4 શખ્સો ગેરકાયદેસર હથીયારો સાથે ઝડપાયા છે. જેમાં લીંબડી સીપીઆઈ એમ.એચ.પુવાર, ચુડા પીએસઆઈ એચ.એચ.જાડેજા, રાજેશભાઈ મીઠાપરા સહિતનાઓએ કોરડા ગામેથી છના વશરામભાઈ સાલસરાને રૂપીયા 10 હજારની કિંમતની દેશી બનાવટની પીસ્ટલ સાથે ઝડપી લીધો હતો. જયારે સુરેન્દ્રનગર એલસીબી ટીમના પરીક્ષીતસીંહ સહિતનાઓએ દસાડા તાલુકાના ઓડુ ગામેથી મનીશ શકતાભાઈ નગવાડીયાને રૂપીયા 5 હજારની કિંમતની દેશી હાથ બનાવટની મઝરલોડ બંદુક સાથે પકડી પાડયો હતો. બીજી તરફ એલસીબી ટીમના કુલદીપભાઈ, પ્રવીણ કોલા સહિતનાઓએ સાયલાના ધારા ડુંગરી ગામેથી હરજી લક્ષ્મણભાઈ બોહકીયાને રૂપીયા પ હજારની કિંમતની દેશી બંદુક સાથે ઝડપી લીધો હતો. તમામ સામે આર્મ્સ એકટ મુજબ ગુનો નોંધ્યો હતો.
દુદાપુરમાં દાદાનું હથિયાર દાટવા જતો પૌત્ર ઝડપાયો
ધ્રાંગધ્રા તાલુકા પોલીસ ટીમના વિક્રમ રબારી, નરેશ ભોજીયા સહિતનાઓએ દુદાપુરમાં હથીયારની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં ધ્રાંગધ્રાના જોગાસર રોડ પર રહેતો સાનબાજ આસીફભાઈ મીર રૂપીયા 2 હજારની કિંમતની બંદુક સાથે પકડાયો હતો. આ શખ્સની પુછપરછ કરતા આ હથીયાર તેના દાદાનું હોય, આજ સુધી ઘરમાં પડેલ હતુ. આથી તે દાટવા જતો હતો. પોલીસે આર્મ્સ એકટનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.