Ahmedabad: હડતાલ : સરકાર અને એસોસિયેશનની હઠમાં રેશનકાર્ડધારકો અનાજથી વંચિત
સરકાર અને એસોસીએશનની હઠમાં રેશનકાર્ડધારકો અનાજના પૂરવઠાથી વંચિત રહ્યા છે. હાલ હડતલાને કારણે તહેવારની સાથે પગરા તારીખમાં જ પૂરવઠાનું વિતરણ બંધ રહેતા રેશનકાર્ડધારકોની હાલત કફોડી થઇ ગઇ છે. બીજીબાજુ દુકાનદારોએ રોષ વ્યક્ત કર્યો હતો કે, ચાલુ મહિને 20 હજાર કમિશન પણ અપાયું નથી.આ અંગે આવતીકાલ બુધવારે ફરી બેઠક યોજાવાની શક્યતા છે. અમદાવાદની 800 સહિત રાજ્યમાં 1700 સસ્તા અનાજની દુકાનો છે. સિસ્ટમ સારી રીતે ચાલે તે માટે સંપૂર્ણ જવાબદારી ગુજરાત નાગરિક પુરવઠા નિગમ અને દુકાનદાર એસોસીયેશનની છે. પરંતુ હડતાલને કારણે NFSAના અમદાવાદમાં 3.50 લાખ રેશનિંગકાર્ડની 12 લાખ અને રાજ્યમાં 75 લાખ કાર્ડની 3.50 કરોડ જનસંખ્યાને સીધી અસર થઇ છે. ત્રણ દિવસમાં ઉકેલ આવી ગયો હતો. આ વખતે કમિશન મુદ્દે 9 દિવસ થવા આવ્યા હોવા છતાં હજી સુધી પ્રશ્નોનો ઉકેલ નહીં આવતા રેશનકાર્ડધારકોને અનાજ મળી શક્યું નથી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સરકાર અને એસોસીએશનની હઠમાં રેશનકાર્ડધારકો અનાજના પૂરવઠાથી વંચિત રહ્યા છે. હાલ હડતલાને કારણે તહેવારની સાથે પગરા તારીખમાં જ પૂરવઠાનું વિતરણ બંધ રહેતા રેશનકાર્ડધારકોની હાલત કફોડી થઇ ગઇ છે. બીજીબાજુ દુકાનદારોએ રોષ વ્યક્ત કર્યો હતો કે, ચાલુ મહિને 20 હજાર કમિશન પણ અપાયું નથી.
આ અંગે આવતીકાલ બુધવારે ફરી બેઠક યોજાવાની શક્યતા છે. અમદાવાદની 800 સહિત રાજ્યમાં 1700 સસ્તા અનાજની દુકાનો છે. સિસ્ટમ સારી રીતે ચાલે તે માટે સંપૂર્ણ જવાબદારી ગુજરાત નાગરિક પુરવઠા નિગમ અને દુકાનદાર એસોસીયેશનની છે. પરંતુ હડતાલને કારણે NFSAના અમદાવાદમાં 3.50 લાખ રેશનિંગકાર્ડની 12 લાખ અને રાજ્યમાં 75 લાખ કાર્ડની 3.50 કરોડ જનસંખ્યાને સીધી અસર થઇ છે. ત્રણ દિવસમાં ઉકેલ આવી ગયો હતો. આ વખતે કમિશન મુદ્દે 9 દિવસ થવા આવ્યા હોવા છતાં હજી સુધી પ્રશ્નોનો ઉકેલ નહીં આવતા રેશનકાર્ડધારકોને અનાજ મળી શક્યું નથી.