Surendranagar: ધ્રાંગધ્રા કુડા ચોકડી પાસે કતલખાને લઈ જવાતા 4 પશુને બચાવાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ધ્રાંગધ્રા જીવદયા પરીવારના સભ્યોને કુડા ચોકડી પાસે કતલખાને પશુઓ લઈ જતી બોલેરોની માહિતી મળતા વોચ રાખી હતી. જેમાં 3 યુવાનોને ઝડપી લઈ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાયો છે.
ધ્રાંગધ્રા જીવદયા પરીવારના સંજયભાઈ સુસરા, નીલેશભાઈ આંદોદરીયા, વિશાલભાઈ સોમપુરા સહિતનાઓ રાતના સમયે કુડા ચોકડી પાસે ઉભા હતા. ત્યારે 2 બોલેરો પીકઅપમાં પશુઓ ભરી કતલખાને જતા હોવાની તેઓને વિગતો મળતા વોચ રાખી હતી. જેમાં શંકાસ્પદ બોલેરો આવતા તેને રોકી તપાસ કરાતા એકમાં 2 ભેંસ અને બીજામાં 1 ભેંસ તથા 1 પાડો ઘાસચારા કે પાણીની વ્યવસ્થા વગર ક્રુરતા પુર્વક દોરડાથી બાંધેલી હાલતમાં હતા. આ અંગે ધ્રાંગધ્રા તાલુકા પોલીસને જાણ કરતા એએસઆઈ સાગરભાઈ ખાંભલા સહિતનાઓ દોડી ગયા હતા. અને બોલેરોના ચાલક કચ્છના નખત્રાણા તાલુકાના ફારૂક દીલથાનભાઈ જત, અબ્દુલરહેમાન અયુબભાઈ જત અને અબુબકર સમધભાઈ જતની પુછપરછ કરતા તેઓની પાસે પશુઓની હેરફેરની કોઈ પાસ પરમીટ હતી નહી.
What's Your Reaction?






