Surendranagar: દારૂ કેસનો ફરાર આરોપી રાજપર કેનાલ પાસેથી પકડાયો

Sep 21, 2025 - 06:30
Surendranagar: દારૂ કેસનો ફરાર આરોપી રાજપર કેનાલ પાસેથી પકડાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરેન્દ્રનગર બી ડીવીઝન પોલીસ મથકની સર્વેલન્સ ટીમને ગત તા. 7મી ઓગસ્ટે પેટ્રોલિંગ દરમિયાન પ્રતીક્ષા હોમ સોસાયટીમાં રહેતો શૈલેષ ઝરવરીયા તેના ઘરે વિદેશી દારૂ રાખી વેચાણ કરતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં શૈલેષ ધનસુખભાઈ ઝરવરીયા દારૂની 15 બોટલ અને બીયરના 34 ટીન કિંમત રૂ.9050 સાથે પકડાયો હતો. આ શખ્સની પુછપરછમાં આ દારૂ જીતેન્દ્ર ઉર્ફે નંદીશ ભગવાનજીભાઈ ભાનુશાળી આપી ગયો હોવાનું ખુલતા બન્ને સામે બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. જેમાં બાદમાં જીતેન્દ્ર ઝડપાયો હતો. અને આ દારૂ તે દસાડાના ખેરવા ગામે રહેતા આબીદ હબીબભાઈ ખલીફા પાસેથી લાવ્યો હોવાનું ખુલતા પોલીસ તેની શોધખોળ કરી રહી હતી. આ દરમિયાન એસઓજી ટીમે આબીદ ખલીફા રાજપર ગામની કેનાલ પાસે હોવાની બાતમી મળતા વોચ રાખી તેને ઝડપી લેવાયો હતો. ઝડપાયેલ આરોપીને બી ડીવીઝન પોલીસના હવાલે કરી વધુ તપાસ હાથ ધરાઈ છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0