Surendranagar: દસાડા ગ્રામ્યમાં બાઈક ચોરીનો તરખાટ મચાવનાર પાટણના સમીની ગેંગ ઝડપાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દસાડા તાલુકાના એરવાડા, એછવાડા અને મેરા ગામે બાઈક ચોરાયાની ફરિયાદ નોંધાઈ હતી. આ દરમીયાન પાટણ જિલ્લાની સમી પોલીસે 2 શખ્સોને ચોરીના બાઈક સાથે ઝડપી લીધા હતા. જેમાં તેઓએ બાઈક એછવાડાની ચોર્યુ હોવાનું જણાવતા એક પછી એક કડીઓ ઉકેલાઈ હતી અને ચોરીના 3 બાઈક સાથે દસાડા પોલીસે પાંચ આરોપીઓને ઝડપી લીધા છે.
દસાડા તાલુકાના એછવાડા, એરવાડા અને મેરા ગામે જુલાઈ માસના પ્રથમ સપ્તાહમાં 3 બાઈક ચોરાયા હતા. જેમાં મેરા ગામના મનસુખભાઈ ગુલાબભાઈ ધામેચા, એરવાડા ગામે રહેતા વજુભાઈ વીરાભાઈ પગી અને એછવાડા ગામે રહેતા જગદીશભાઈ ડાયાભાઈ વાઘેલાનું બાઈક ચોરાયુ હતુ. જેમાં રૂપીયા 80 હજારના 3 બાઈક ચોરાયાની ફરિયાદ દસાડા પોલીસ મથકે નોંધાઈ હતી. આ દરમીયાન પાટણ જિલ્લાની સમી પોલીસે ચોરીના બાઈક સાથે સમી બસ સ્ટેશન પાછળ રહેતા નીયાઝશા મહેબુબશા ફકીર અને અલફાઝશા મહેબુબશા ફકીરને ઝડપી લીધા હતા. આ બન્ને શખ્સોની પુછપરછમાં તેઓએ બાઈક એછવાડામાંથી ચોર્યુ હોવાની કબુલાત કરી હતી. આ બન્ને આરોપીઓનો ટ્રાન્સફર વોરંટથી દસાડા પોલીસે કબજો મેળવ્યો હતો. જેમાં પીઆઈ બી.સી.છત્રાલીયા, બીટ જમાદાર એચ.કે.સોલંકી સહિતનાઓએ બન્ને આરોપીઓની કડક પુછપરછ કરતા તેઓએ અન્ય સાથીદારો સમીના કુંભારવાસમાં રહેતા વાહીદ ઉમરભાઈ ચૌહાણ અને સમીના ભરપુશા ચોકમાં રહેતા સમીર હબીબભાઈ સીપાઈ સાથે મળી એરવાડા અને મેરા ગામેથી પણ બાઈક ચોર્યા હોવાનું જણાવી ચોરીનું 1 બાઈક સમીના અમરાપુર પાર્ટીમાં રહેતા અબ્દુલ કાસમભાઈ મઘરાને વેચ્યુ હોવાની કબુલાત કરી હતી. આથી દસાડા પોલીસે સમી પોલીસને સાથે રાખી અન્ય ત્રણ આરોપીઓને પણ ઝડપી લીધા હતા. આ પાંચેય પાસેથી રૂપીયા 80 હજારના 3 બાઈક કબજે કરાયા છે.
What's Your Reaction?






