Surendranagar: થાનગઢના સારસાણામાં પ્રેમ પ્રકરણમાં પિતા પુત્રની હત્યા, બે ઈજાગ્રસ્ત

સુરેન્દ્રનગર જિલ્લાનાં થાનગઢ તાલુકાના સારસાણા ગામે પ્રેમ પ્રકરણમાં રાત્રે ખુની ખેલ ખેલાયો. છરીનાં આડેધડ ઘા અને ધોકાઓ મારી પિતા પુત્રની હત્યા કરવામાં આવી અન્ય બે વ્યક્તિઓને ઇજાગ્રસ્ત કરી ત્રણ આરોપી ફરાર થઈ ગયા. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગયા હતા. પ્રેમીકા સંગીતા અને પ્રેમી ભાવેશ મૈત્રી કરાર કરીને સાથે રહેતા હતા સંગીતાના ભાઇ દિનેશ અને પુર્વ પતી દિનેશ સાપરા અને એના કાકા જેસાભાઇ સાપરા એ હત્યાને અંજામ આપ્યો. રાત્રે દોઢ વાગ્યે ભાવેશ ખાટલા પર સુતો હતો એ કંઇ સમજે એ પહેલાં જ ત્રણ શખ્સો એનાં પર તૂટી પડ્યા. પુત્ર પર હુમલો થતાં પિતા વચ્ચે પડ્યા એમને પણ છરીનાં ઘા મારતાં મોત નીપજ્યું. ઘટનાને પગલે જિલ્લા એસપી ડીવાયએસપી સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી. મૃતક ભાવેશ મર્ડરના કેસમાં જેલમાં બંધ હતો જામીન પર છુટકારો થતાં ફરી પ્રેમીકા સંગીતાના સંપર્કમાં આવ્યો હતો. આરોપી જેસા સાપરા પણ 2014 માં 307ના ગુનાનો આરોપી છે. પ્રેમ સંબંધ યુવતીના ભાઈને મંજૂર ન હતો થાનગઢ ગામમાં રહેતા અને ખેતીકામ કરતાં ઘુઘાભાઇ બજાણીયાના પુત્ર ભાવેશ બજાણીયાને વર્માધાર ગામે રહેતી સંગીતા સાથે પ્રેમ સંબંધ બંધાયો. જે પ્રેમ સંબંધ સંગીતાના ભાઇને મંજૂર ન હતો, આથી સંગીતાના લગ્ન છ માસ પહેલા મનડાસર ગામે દિનેશ સાથે કરી દીધાં હતાં. તો સામે એનો પ્રેમી ભાવેશ પણ એક હત્યાના ગુનામાં જેલમાં બંધ હતો. જેને જામીન મળતાં એ જેલની બહાર આવ્યો હતો અને ફરીવાર સંગીતાના સંપર્કમાં આવ્યો હતો. સંગીતા પણ પોતાના પ્રેમી ભાવેશ સાથે રહેવા માંગતી હોય પતીનુ ઘર છોડીને પોતાનાં પિતાને ત્યાં ચાલી ગઈ હતી. બાદમાં ભાવેશ સાથે ભાગી ગઈ અને ભાવેશ સાથે મૈત્રી કરાર કરીને છેલ્લા 4 મહીનાથી ચોટીલાનાં સુરઇ ગામે રહેતા હતાં. આજ વાતનું મનદુઃખ હોઇ ભાવેશને સબક શીખવાડવા સંગીતાનો ભાઇ દિનેશ સાબળીયા પુર્વ પતી દિનેશ સાપરા અને એના કાકા જેસાભાઇ સાપરાએ પ્લાન ઘડી કાઢ્યો. ભાવેશ અને સંગીતા દિવાળી હોઇ પોતાના પિતાને ત્યાં વાડીએ આવ્યાં હતાં. જેની જાણકારી આ ત્રણેયને મળતાં રાત્રે 1:30 વાગ્યે પોંહચી મૃતક કંઇ સમજે એ પહેલાં જ છરી અને ધોકાઓ સાથે તુટી પડ્યા હતાં. જેમાં પિતા પુત્રની હત્યા થઈ હતી અને મંજુબેન અને સંગીતા ઇજાગ્રસ્ત થયાં હતાં. મૃતક પણ ક્રાઈમની દુનિયા સાથે સંકળાયેલ હતો ભાવેશ બજાણીયા પણ ક્રાઇમની દુનિયા સાથે સંકળાયેલ હતો 2023માં વિંછીયા ગામે હત્યાનો બનાવ બન્યો હતો. જેમાં ભાવેશ આરોપી હતો અને જેલમાં બંધ હતો આ સમયે સંગીતાના પરિવારે એનાં લગ્ન દિનેશ સાપરા સાથે કરી દીધાં હતાં. આ કેસમાં ભાવેશને જામીન મળતાં ફરી એ સંગીતાના સંપર્કમાં આવીને મૈત્રી કરાર કરીને જોડે રહેતાં હતાં. જેને લીધે ત્રણેય આરોપી એક થઈને ભાવેશને મારવાનો પ્લાન ઘડી કાઢ્યો અને એને અંજામ આપ્યો. હાલ તો ત્રણેય આરોપી ફરાર છે એને પકડવા પોલીસે અલગ અલગ ટીમો કામે લગાડી છે.

Surendranagar: થાનગઢના સારસાણામાં પ્રેમ પ્રકરણમાં પિતા પુત્રની હત્યા, બે ઈજાગ્રસ્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરેન્દ્રનગર જિલ્લાનાં થાનગઢ તાલુકાના સારસાણા ગામે પ્રેમ પ્રકરણમાં રાત્રે ખુની ખેલ ખેલાયો. છરીનાં આડેધડ ઘા અને ધોકાઓ મારી પિતા પુત્રની હત્યા કરવામાં આવી અન્ય બે વ્યક્તિઓને ઇજાગ્રસ્ત કરી ત્રણ આરોપી ફરાર થઈ ગયા. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગયા હતા.

પ્રેમીકા સંગીતા અને પ્રેમી ભાવેશ મૈત્રી કરાર કરીને સાથે રહેતા હતા

સંગીતાના ભાઇ દિનેશ અને પુર્વ પતી દિનેશ સાપરા અને એના કાકા જેસાભાઇ સાપરા એ હત્યાને અંજામ આપ્યો. રાત્રે દોઢ વાગ્યે ભાવેશ ખાટલા પર સુતો હતો એ કંઇ સમજે એ પહેલાં જ ત્રણ શખ્સો એનાં પર તૂટી પડ્યા. પુત્ર પર હુમલો થતાં પિતા વચ્ચે પડ્યા એમને પણ છરીનાં ઘા મારતાં મોત નીપજ્યું. ઘટનાને પગલે જિલ્લા એસપી ડીવાયએસપી સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી. મૃતક ભાવેશ મર્ડરના કેસમાં જેલમાં બંધ હતો જામીન પર છુટકારો થતાં ફરી પ્રેમીકા સંગીતાના સંપર્કમાં આવ્યો હતો. આરોપી જેસા સાપરા પણ 2014 માં 307ના ગુનાનો આરોપી છે.


પ્રેમ સંબંધ યુવતીના ભાઈને મંજૂર ન હતો

થાનગઢ ગામમાં રહેતા અને ખેતીકામ કરતાં ઘુઘાભાઇ બજાણીયાના પુત્ર ભાવેશ બજાણીયાને વર્માધાર ગામે રહેતી સંગીતા સાથે પ્રેમ સંબંધ બંધાયો. જે પ્રેમ સંબંધ સંગીતાના ભાઇને મંજૂર ન હતો, આથી સંગીતાના લગ્ન છ માસ પહેલા મનડાસર ગામે દિનેશ સાથે કરી દીધાં હતાં. તો સામે એનો પ્રેમી ભાવેશ પણ એક હત્યાના ગુનામાં જેલમાં બંધ હતો. જેને જામીન મળતાં એ જેલની બહાર આવ્યો હતો અને ફરીવાર સંગીતાના સંપર્કમાં આવ્યો હતો. સંગીતા પણ પોતાના પ્રેમી ભાવેશ સાથે રહેવા માંગતી હોય પતીનુ ઘર છોડીને પોતાનાં પિતાને ત્યાં ચાલી ગઈ હતી. બાદમાં ભાવેશ સાથે ભાગી ગઈ અને ભાવેશ સાથે મૈત્રી કરાર કરીને છેલ્લા 4 મહીનાથી ચોટીલાનાં સુરઇ ગામે રહેતા હતાં. આજ વાતનું મનદુઃખ હોઇ ભાવેશને સબક શીખવાડવા સંગીતાનો ભાઇ દિનેશ સાબળીયા પુર્વ પતી દિનેશ સાપરા અને એના કાકા જેસાભાઇ સાપરાએ પ્લાન ઘડી કાઢ્યો. ભાવેશ અને સંગીતા દિવાળી હોઇ પોતાના પિતાને ત્યાં વાડીએ આવ્યાં હતાં. જેની જાણકારી આ ત્રણેયને મળતાં રાત્રે 1:30 વાગ્યે પોંહચી મૃતક કંઇ સમજે એ પહેલાં જ છરી અને ધોકાઓ સાથે તુટી પડ્યા હતાં. જેમાં પિતા પુત્રની હત્યા થઈ હતી અને મંજુબેન અને સંગીતા ઇજાગ્રસ્ત થયાં હતાં.


મૃતક પણ ક્રાઈમની દુનિયા સાથે સંકળાયેલ હતો

ભાવેશ બજાણીયા પણ ક્રાઇમની દુનિયા સાથે સંકળાયેલ હતો 2023માં વિંછીયા ગામે હત્યાનો બનાવ બન્યો હતો. જેમાં ભાવેશ આરોપી હતો અને જેલમાં બંધ હતો આ સમયે સંગીતાના પરિવારે એનાં લગ્ન દિનેશ સાપરા સાથે કરી દીધાં હતાં. આ કેસમાં ભાવેશને જામીન મળતાં ફરી એ સંગીતાના સંપર્કમાં આવીને મૈત્રી કરાર કરીને જોડે રહેતાં હતાં. જેને લીધે ત્રણેય આરોપી એક થઈને ભાવેશને મારવાનો પ્લાન ઘડી કાઢ્યો અને એને અંજામ આપ્યો. હાલ તો ત્રણેય આરોપી ફરાર છે એને પકડવા પોલીસે અલગ અલગ ટીમો કામે લગાડી છે.