Surendranagar: ઝાલાવાડમાં આજથી નોરતાની રમઝટ જામશે : અંતિમ ઘડીએ SOP જાહેર!

સુરેન્દ્રનગર જિલ્લામાં આજે તા. 3જી ઓકટોબરને ગુરૂવારથી માં અંબાના આરાધનાના પર્વ સમાન નવલા નોરતાની શરૂઆત થઈ રહી છે. ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અંતિમ સમયે બુધવારે બપોરે એસઓપી જાહેર કરાઈ હતી. જેમાં રાતના 12 પછી લાઉડ સ્પીકર ન વગાડવા, સીસીટીવી કેમેરા રાખવા, નજીકના પોલીસ મથકે આયોજકોના નામ, મોબાઈલ નંબર સહિતની વિગતો આપવા જણાવાયુ છે.આસો માસની શરદીય નવરાત્રીનો આજે ઝાલાવાડમાં પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે જિલ્લામાં સલામતીની દૃષ્ટીએ કાયદો અને વ્યવસ્થા જળવાય તથા કોઈ અનીચ્છનીય બનાવ ન બને તે માટે બુધવારે જાહેરનામુ બહાર પડાયુ છે. જેમાં નવરાત્રી ગરબા યોજતી સંસ્થા અને વ્યકતીઓ માટે જરૂરી સુચનો ફરમાવવામાં આવ્યા છે. આ જાહેરનામા મુજબ ગરબાના આયોજન માટેનું પરફોર્મન્સ પ્રિમાઈસીસ લાયસન્સ મેળવવાનું રહેશે. રાતના 12 પછી લાઉડ સ્પીકર વગાડી શકાશે નહી. ગરબીના આયોજકોએ તેમની સંસ્થાનું નામ, મંડળનું નામ, આયોજકોના નામ, મોબાઈલ નંબર, અન્ય કાર્યકરોના નામ સાથેની વિગતો નજીકના પોલીસ મથકે આપવાની રહેશે. જયારે એન્ટ્રી અને એકઝીટના ગેટ મોટા અને અલગ-અલગ રાખવા, ઈલેકટ્રીક કનેકશન અંગેની ઓથોરીટી મેળવવી, આકસ્મીક સંજોગોમાં ઈમરજન્સી લાઈટ, પાવર સપ્લાય બેકઅપ રાખવા, મહિલાઓની સુરક્ષા, ટ્રાફીકની જાળવણી રાખવા જણાવાયુ છે. બીજી તરફ નશો કરેલ વ્યક્તિ અંદર ન પ્રવેશે તે માટે જવાબદાર વ્યક્તિને ગેટ પાસે નિમણુંક, સ્ત્રી અને પુરૂષ એમ બન્ને પ્રકારના સિકયોરીટી ગાર્ડ, ગરબાના સ્થળે એન્ટ્રીં-એકઝીટ પોઈન્ટ, પાર્કીંગમાં નાઈટ વીઝન વાળા હાઈ રીઝોલ્યુશન સીસીટીવી કેમેરા રાખવા, ત્રણ માસ સુધી તેનું બેકઅપ રાખવુ, પ્રવેશના સ્થળે ડોરફરેમ મેટલ ડીટેકટર, હેન્ડ મેટલ ડીટેકટર, બ્રેથ એનેલાઈઝર રાખવા, પાર્કીંગના સ્થળે સાઈન બોર્ડ રાખવા, ફાયર બોલ્સ, ફાયર એકટીંગ્યુશર, ફર્સ્ટ એઈડ બોકસ રાખવા, સેનીટેશન બાબતે તાકીદ કરાઈ છે. આ ઉપરાંત ગરબા સ્થળે બનાવાયેલ સ્ટેજની પાલિકા, માર્ગ મકાન પાસે ચકાસણી કરી પ્રમાણપત્ર મેળવવા, સીપીઆરની તાલીમ લીધેલ વ્યક્તિ, મેડીકલ ટીમને તૈનાત રાખવા, પ્રોફેશનલ પાર્ટી પ્લોટોએ જીએસટી નંબર લેવા, સ્વચ્છતા બાબતે પણ ધ્યાન રાખવાનું રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 223 હેઠળ દંડ અને શિક્ષા કરવાની ચીમકી પણ જાહેરનામાના અંતે ઉચ્ચારાઈ છે.

Surendranagar: ઝાલાવાડમાં આજથી નોરતાની રમઝટ જામશે : અંતિમ ઘડીએ SOP જાહેર!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરેન્દ્રનગર જિલ્લામાં આજે તા. 3જી ઓકટોબરને ગુરૂવારથી માં અંબાના આરાધનાના પર્વ સમાન નવલા નોરતાની શરૂઆત થઈ રહી છે. ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અંતિમ સમયે બુધવારે બપોરે એસઓપી જાહેર કરાઈ હતી. જેમાં રાતના 12 પછી લાઉડ સ્પીકર ન વગાડવા, સીસીટીવી કેમેરા રાખવા, નજીકના પોલીસ મથકે આયોજકોના નામ, મોબાઈલ નંબર સહિતની વિગતો આપવા જણાવાયુ છે.

આસો માસની શરદીય નવરાત્રીનો આજે ઝાલાવાડમાં પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે જિલ્લામાં સલામતીની દૃષ્ટીએ કાયદો અને વ્યવસ્થા જળવાય તથા કોઈ અનીચ્છનીય બનાવ ન બને તે માટે બુધવારે જાહેરનામુ બહાર પડાયુ છે. જેમાં નવરાત્રી ગરબા યોજતી સંસ્થા અને વ્યકતીઓ માટે જરૂરી સુચનો ફરમાવવામાં આવ્યા છે. આ જાહેરનામા મુજબ ગરબાના આયોજન માટેનું પરફોર્મન્સ પ્રિમાઈસીસ લાયસન્સ મેળવવાનું રહેશે. રાતના 12 પછી લાઉડ સ્પીકર વગાડી શકાશે નહી. ગરબીના આયોજકોએ તેમની સંસ્થાનું નામ, મંડળનું નામ, આયોજકોના નામ, મોબાઈલ નંબર, અન્ય કાર્યકરોના નામ સાથેની વિગતો નજીકના પોલીસ મથકે આપવાની રહેશે. જયારે એન્ટ્રી અને એકઝીટના ગેટ મોટા અને અલગ-અલગ રાખવા, ઈલેકટ્રીક કનેકશન અંગેની ઓથોરીટી મેળવવી, આકસ્મીક સંજોગોમાં ઈમરજન્સી લાઈટ, પાવર સપ્લાય બેકઅપ રાખવા, મહિલાઓની સુરક્ષા, ટ્રાફીકની જાળવણી રાખવા જણાવાયુ છે. બીજી તરફ નશો કરેલ વ્યક્તિ અંદર ન પ્રવેશે તે માટે જવાબદાર વ્યક્તિને ગેટ પાસે નિમણુંક, સ્ત્રી અને પુરૂષ એમ બન્ને પ્રકારના સિકયોરીટી ગાર્ડ, ગરબાના સ્થળે એન્ટ્રીં-એકઝીટ પોઈન્ટ, પાર્કીંગમાં નાઈટ વીઝન વાળા હાઈ રીઝોલ્યુશન સીસીટીવી કેમેરા રાખવા, ત્રણ માસ સુધી તેનું બેકઅપ રાખવુ, પ્રવેશના સ્થળે ડોરફરેમ મેટલ ડીટેકટર, હેન્ડ મેટલ ડીટેકટર, બ્રેથ એનેલાઈઝર રાખવા, પાર્કીંગના સ્થળે સાઈન બોર્ડ રાખવા, ફાયર બોલ્સ, ફાયર એકટીંગ્યુશર, ફર્સ્ટ એઈડ બોકસ રાખવા, સેનીટેશન બાબતે તાકીદ કરાઈ છે. આ ઉપરાંત ગરબા સ્થળે બનાવાયેલ સ્ટેજની પાલિકા, માર્ગ મકાન પાસે ચકાસણી કરી પ્રમાણપત્ર મેળવવા, સીપીઆરની તાલીમ લીધેલ વ્યક્તિ, મેડીકલ ટીમને તૈનાત રાખવા, પ્રોફેશનલ પાર્ટી પ્લોટોએ જીએસટી નંબર લેવા, સ્વચ્છતા બાબતે પણ ધ્યાન રાખવાનું રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 223 હેઠળ દંડ અને શિક્ષા કરવાની ચીમકી પણ જાહેરનામાના અંતે ઉચ્ચારાઈ છે.