Surendranagar: જીવલેણ ચાઈનીઝ દોરી વેંચતા 2 લોકોની LCBએ કરી ધરપકડ

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાઇનીઝ દોરીથી ગળુ કપાઈને લોકોના મોત થયા છે. તંત્રે ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ મુક્યો હોવા છતા પણ રાજ્યભરમાં ચાઇનીઝ દોરીનું વેચાણ યથાવત છે. તેને રોકવા માટે પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યાં છે. તેવામાં સુરેન્દ્રનગરના આદરીયાણા ગામ પાસેથી ચાઇનીઝ દોરી સાથે 2 શખ્સોની LCBએ ઝડપી પાડ્યા છે. મળતી માહિતી મુજબ, ચાઇનીઝ દોરી વેચતા વેપારીઓ સામે પોલીસ એક્શનમાં આવી છે. ત્યારે આદરીયાણા ગામ પાસેથી ચાઇનીઝ દોરી સાથે બેને LCBએ ઝડપી પાડયા છે. આ શખ્સો પાસેથી  192 ચાઇનીઝ દોરી સાથે બેની ધરપકડ કરી છે. સુરેન્દ્રનગરમાં હજુ પણ અલગ અલગ ટીમો બનાવી ચાઇનીઝ દોરી વેચતા વેપારીઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ચાઇનીઝ દોરીના કારણે અનેક વખત અકસ્માત સર્જાયા છે લોકોના મોત પણ નીપજ્યાં છે. જેને લઇ જિલ્લા પોલીસ વડાએ ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવા જનતાને અપીલ કરી છે.ચાઇનીઝ દોરી, પ્લાસ્ટિક દોરી તથા ચાઇનીઝ તુક્કલ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ચાઇનીઝ દોરી, સિંથેટિક પદાર્થ કોટિંગ અને નોન બાયોડિગ્રેબલ દોરી ઉત્પાદનના વેચાણ અને તેના ઉપયોગ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ સાથે જ ધાર્મિક લાગણી દૂભાય તેવા લખાણો પતંગ પર ના લખવા માટે સૂચના આપવામાં આવી છે.

Surendranagar: જીવલેણ ચાઈનીઝ દોરી વેંચતા 2 લોકોની LCBએ કરી ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાઇનીઝ દોરીથી ગળુ કપાઈને લોકોના મોત થયા છે. તંત્રે ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ મુક્યો હોવા છતા પણ રાજ્યભરમાં ચાઇનીઝ દોરીનું વેચાણ યથાવત છે. તેને રોકવા માટે પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યાં છે. તેવામાં સુરેન્દ્રનગરના આદરીયાણા ગામ પાસેથી ચાઇનીઝ દોરી સાથે 2 શખ્સોની LCBએ ઝડપી પાડ્યા છે. 

મળતી માહિતી મુજબ, ચાઇનીઝ દોરી વેચતા વેપારીઓ સામે પોલીસ એક્શનમાં આવી છે. ત્યારે આદરીયાણા ગામ પાસેથી ચાઇનીઝ દોરી સાથે બેને LCBએ ઝડપી પાડયા છે. આ શખ્સો પાસેથી  192 ચાઇનીઝ દોરી સાથે બેની ધરપકડ કરી છે. સુરેન્દ્રનગરમાં હજુ પણ અલગ અલગ ટીમો બનાવી ચાઇનીઝ દોરી વેચતા વેપારીઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ચાઇનીઝ દોરીના કારણે અનેક વખત અકસ્માત સર્જાયા છે લોકોના મોત પણ નીપજ્યાં છે. જેને લઇ જિલ્લા પોલીસ વડાએ ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવા જનતાને અપીલ કરી છે.

ચાઇનીઝ દોરી, પ્લાસ્ટિક દોરી તથા ચાઇનીઝ તુક્કલ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ચાઇનીઝ દોરી, સિંથેટિક પદાર્થ કોટિંગ અને નોન બાયોડિગ્રેબલ દોરી ઉત્પાદનના વેચાણ અને તેના ઉપયોગ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ સાથે જ ધાર્મિક લાગણી દૂભાય તેવા લખાણો પતંગ પર ના લખવા માટે સૂચના આપવામાં આવી છે.