Surendranagarમાં 108 એમ્બ્યુલન્સે સમયસુચકતા સાથે માતા અને નવજાત શિશુનો જીવ બચાવ્યો

Dec 21, 2024 - 16:00
Surendranagarમાં 108 એમ્બ્યુલન્સે સમયસુચકતા સાથે માતા અને નવજાત શિશુનો જીવ બચાવ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

નાગરિકોને આકસ્મિક સંકટ સમયે પરીજનની પહેલા યાદ આવતો નંબર એટલે ૧૦૮,રાજ્ય સરકારની ૧૦૮ સેવા કટોકટીની દરેક ક્ષણે લોકોની સેવા માટે તત્પર અને કટિબદ્ધ બની નાગરીકોને નવજીવન બક્ષી જીવનરક્ષક સાબિત થઈ રહી છે, ત્યારે સુરેન્દ્રનગરમાં દસાડા તાલુકાનાં નવાપુરા ગામની પ્રસુતાની ૧૦૮ એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસુતિ કરાવી માતા અને નવજાત શિશુને નવજીવન મળ્યું હતું.

ડોકટરે વેદના જાણતા એમ્બ્યુલન્સમાં કરી પ્રસૃતા

દસાડા તાલુકાનાં નવાપુરા ગામનાં એક પ્રસુતાને પ્રસવ પીડા શરૂ થતા હોસ્પિટલ ખસેડવા માટે ૧૦૮ ઉપર કોલ આવ્યો હતો. કોલ મળતાંની સાથે જ ગણતરીની ક્ષણોમાં ૧૦૮ ની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પ્રસુતાને એમ્બ્યુલન્સમાં દસાડા સરકારી હોસ્પિટલ ખાતે લઈ જઈ રહ્યા હતા ત્યાં, આદરીયાણા ગામ પાસે પહોંચતા જ વધુ પીડા થવા લાગી. તપાસ કરતા પ્રસુતિ તાત્કાલિક કરવી પડશે તેમ જણાતા એમ્બ્યુલન્સ સાઈડમાં જ ઉભી રાખી એમ્બ્યુલન્સમાં રહેલા સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક નોર્મલ પ્રસુતિ કરવામાં આવી હતી. પરંતુ બાળક મેકોનિયમ એસ્પિરેટ કરી ગયું હોવાથી બાળક રડ્યું નહિ. આથી તરત જ નવજાત શિશુને સક્શન કરી એમ્બ્યુલન્સમાં જ સારવાર આપતાં પછી બાળક રડવા લાગ્યું હતું.

માતાને સારવાર હેઠળ ખસેડાયા

વધુ સારવાર અર્થે મહિલા અને નવજાત શિશુને દસાડા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાજર તબીબોએ બાકીની સારવાર પૂરી પાડી હતી. હાલ નવજાત શિશુ તથા માતા બંને સંપૂર્ણપણે સ્વસ્થ છે. અનેક લોકોને મોતના મુખેથી ઉગાવનાર ૧૦૮ના સ્ટાફે એમ્બ્યુલન્સમાં જ સમયસૂચકતા વાપરી સફળતાપૂર્વક પ્રસુતિ કરાવી આ મહિલાનો જીવ બચાવી લેતા ૧૦૮ની સચોટ કામગીરીની નોંધ લઈ તેણીના પરિવારે ૧૦૮ની સમગ્ર ટીમનો હૃદયપૂર્વકનો આભાર વ્યકત કર્યો હતો.અત્રે નોંધનીય છે કે, રાજ્ય સરકારની ૧૦૮ની સેવાએ સંખ્યાબંધ લોકોને ત્વરીત તબીબી સેવા પુરી પાડી નવજીવન આપ્યું છે. રાજ્યભરમાં આ સેવા જુદીજુદી ઈમરજન્સી સેવાની જેમ સતત ૨૪X૭ સેવાઓ પુરી પાડે છે. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0