Surendranagarમાં રોડ પર વરરાજાનો તમાશો, ઘોડા સાથે હાઈવે લીધો બાનમાં, જુઓ Video
હાલ લગ્નનની સિઝન ચાલી રહી છે,પરંતુ આજે વરરજા એવા મૂડમાં લગ્ન કરવા નીકળ્યા છે કે તેમણે ઘોડાને રોડ પર દોડાવી આખો રોડ બાનમાં લીધો છે,હા આ ઘટના સુરેન્દ્રનગર જિલ્લાની છે જેમાં લગ્ન કરવા માટે નીકળેલા વરરાજાએ 100 જેટલા ઘોડાઓ સાથે રોડને બાનમાં લીધો અને મોંઘીદાટ કાર દોડે એમ ઘોડાને રોડ પર દોડાવ્યો હતો,આ ઘોડાને દોડાવતી વખતે વરરાજાના મિત્રોએ રોડ પર રૂપિયાનો વરસાદ કર્યો હતો. સુરેન્દ્રનગરમાં રોડ પર વરરાજાનો ઘોડા સાથે તમાશો લગ્નનમાં લોકો અલગ-અલગ રીતે ઉજવણી કરતા હોય છે,દુલ્હનને લેવા જવા માટે કોઈ ગાડી,બળદગાડું અને ઘોડાનો સહારો લેતા હોય છે,ત્યારે લગ્નન કરવા માટે ઉત્સુક વરરાજાતો એટલા ઉત્સાહમાં આવી ગયા કે એક બે નહી પરંતુ 100 ઘોડા સાથે પરણવા નીકળ્યા છે,ફકત ઘોડાથી જ વાત પતી નથી જતી પરંતુ અન્ય વાહનો પણ તેમની સાથે હતા અને રોડ જાણે પોતાના નામનો હોય તેમ રોડ બાનમાં લીધો હતો જેના કારણે રોડ પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી.આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. 100થી વધુ ઘોડા સાથે આખો હાઈવે લીધો બાનમાં ચોટીલામાં ખેરડીના વરરાજાએ હાઈવે પર રોલા પાડી દીધા પહેલા તો બધાને એમ થયું કે કોઈ રાજા રોડ પર સેના સાથે નીકળ્યા હશે પરંતુ આ તો વરરાજા છે ભાઈ મનમાં આવે તેવું કરશે અને તેમણે પણ કર્યુ એવુ કે લોકો પણ ચિંતામાં મૂકાઈ ગયા,બાઈક સવાર જાનૈયાઓએ પણ હાઈવે પર સીન સપાટા પાડયા સાથે સાથે વરરાજાએ ઘોડે સવારીની સાથે સ્ટંટબાજી પણ કરી છે.ત્યારે સમગ્ર જિલ્લામાં હાલ એક જ ચર્ચા ચાલી રહી છે કે,શું વરરાજાને ખબર નહી હોય કે આવી રીતે જાન ના નીકાળાય. પોલીસે હાથધરી તપાસ ? આ સમગ્ર ઘટનામાં જિલ્લાના ડીવાયએસપી સાથે સંદેશ ન્યૂઝે ટેલિફોનીક વાતચીત કરી તો તેમનું કહેવું છે કે,મને હજી સુધી કોઈ ફરિયાદ સ્થાનિકોમાંથી મળી નથી એટલે કોઈ ફરિયાદ નોંધી જો કોઈ સ્થાનિક ફરિયાદ આપવા માટે તૈયાર થશે તો એ બાબતે વિચાર કરીશું અને ફરિયાદ નોંધીશું,જોઈ કોઈ એમ્બ્યુલન્સ દર્દીને લઈ આ રોડ પરથી જતી હોય તો કેવી હાલત થાય તે તમે પણ વિચારી શકો છો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
હાલ લગ્નનની સિઝન ચાલી રહી છે,પરંતુ આજે વરરજા એવા મૂડમાં લગ્ન કરવા નીકળ્યા છે કે તેમણે ઘોડાને રોડ પર દોડાવી આખો રોડ બાનમાં લીધો છે,હા આ ઘટના સુરેન્દ્રનગર જિલ્લાની છે જેમાં લગ્ન કરવા માટે નીકળેલા વરરાજાએ 100 જેટલા ઘોડાઓ સાથે રોડને બાનમાં લીધો અને મોંઘીદાટ કાર દોડે એમ ઘોડાને રોડ પર દોડાવ્યો હતો,આ ઘોડાને દોડાવતી વખતે વરરાજાના મિત્રોએ રોડ પર રૂપિયાનો વરસાદ કર્યો હતો.
સુરેન્દ્રનગરમાં રોડ પર વરરાજાનો ઘોડા સાથે તમાશો
લગ્નનમાં લોકો અલગ-અલગ રીતે ઉજવણી કરતા હોય છે,દુલ્હનને લેવા જવા માટે કોઈ ગાડી,બળદગાડું અને ઘોડાનો સહારો લેતા હોય છે,ત્યારે લગ્નન કરવા માટે ઉત્સુક વરરાજાતો એટલા ઉત્સાહમાં આવી ગયા કે એક બે નહી પરંતુ 100 ઘોડા સાથે પરણવા નીકળ્યા છે,ફકત ઘોડાથી જ વાત પતી નથી જતી પરંતુ અન્ય વાહનો પણ તેમની સાથે હતા અને રોડ જાણે પોતાના નામનો હોય તેમ રોડ બાનમાં લીધો હતો જેના કારણે રોડ પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી.આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
100થી વધુ ઘોડા સાથે આખો હાઈવે લીધો બાનમાં
ચોટીલામાં ખેરડીના વરરાજાએ હાઈવે પર રોલા પાડી દીધા પહેલા તો બધાને એમ થયું કે કોઈ રાજા રોડ પર સેના સાથે નીકળ્યા હશે પરંતુ આ તો વરરાજા છે ભાઈ મનમાં આવે તેવું કરશે અને તેમણે પણ કર્યુ એવુ કે લોકો પણ ચિંતામાં મૂકાઈ ગયા,બાઈક સવાર જાનૈયાઓએ પણ હાઈવે પર સીન સપાટા પાડયા સાથે સાથે વરરાજાએ ઘોડે સવારીની સાથે સ્ટંટબાજી પણ કરી છે.ત્યારે સમગ્ર જિલ્લામાં હાલ એક જ ચર્ચા ચાલી રહી છે કે,શું વરરાજાને ખબર નહી હોય કે આવી રીતે જાન ના નીકાળાય.
પોલીસે હાથધરી તપાસ ?
આ સમગ્ર ઘટનામાં જિલ્લાના ડીવાયએસપી સાથે સંદેશ ન્યૂઝે ટેલિફોનીક વાતચીત કરી તો તેમનું કહેવું છે કે,મને હજી સુધી કોઈ ફરિયાદ સ્થાનિકોમાંથી મળી નથી એટલે કોઈ ફરિયાદ નોંધી જો કોઈ સ્થાનિક ફરિયાદ આપવા માટે તૈયાર થશે તો એ બાબતે વિચાર કરીશું અને ફરિયાદ નોંધીશું,જોઈ કોઈ એમ્બ્યુલન્સ દર્દીને લઈ આ રોડ પરથી જતી હોય તો કેવી હાલત થાય તે તમે પણ વિચારી શકો છો.