Surendranagarના સાયલામાં મોટી હોનારત ટળી: 66 KV સબ સ્ટેશનમાં ફટાકડાના કારણે ફાટી નીકળી આગ

Nov 9, 2026 - 17:30
Surendranagarના સાયલામાં મોટી હોનારત ટળી: 66 KV સબ સ્ટેશનમાં ફટાકડાના કારણે ફાટી નીકળી આગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Surendranagarના સાયલામાં મોટી હોનારત ટળી: 66 KV સબ સ્ટેશનમાં ફટાકડાના કારણે ફાટી નીકળી આગ

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પંથકમાંથી તંત્રની ગંભીર બેદરકારી અને લાપરવાહી દર્શાવતી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. સાયલા હાઈવે પર આવેલા GETCO ના 66 KV સબ સ્ટેશન ખાતે બપોરના સમયે દીવાલના ભાગે અચાનક આગ ફાટી નીકળતા કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા અને ઊંચી જ્વાળાઓ નજરે પડી હતી, જેના કારણે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી.

રજાના મોડમાં રહેલા જવાબદાર બાબુઓની બેદરકારી ઉજાગર

પ્રાપ્ત વિગતો અનુસાર, ફટાકડાના તિખારાને કારણે લાગેલી આ આગ સબ સ્ટેશનની દીવાલને અડીને આવેલી PGVCL કચેરી તથા કોમ્પલેક્ષની ત્રિભેટે ફેલાઈ ગઈ હતી. ખૂણામાં પડેલો કચરો અને પ્લાસ્ટિકના જૂના મીટર બોક્સ સળગવા લાગતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરવાની તૈયારી દર્શાવી હતી. સબ સ્ટેશન કે જે તાલુકાના કેટલાય વિસ્તારોમાં વીજ પુરવઠો પૂરો પાડે છે, ત્યાં આ પ્રકારે આગ લાગવાથી મોટું નુકસાન થવાની પૂરી સંભાવના હતી.

હાજર કર્મચારીએ સૂઝબૂઝ દાખવી આગ બુઝાવી

આગ લાગવાની આ ગંભીર ઘટના સમયે સબ સ્ટેશન તેમજ PGVCL કચેરીમાં કોઈપણ જવાબદાર અધિકારી હાજર ન હોવાનું અને રજાના મૂડમાં આરામ ફરમાવતા હોવાનું બહાર આવ્યું છે. એટલું જ નહીં, ઘટના બાદ તંત્ર દ્વારા ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી ન હતી. સદનસીબે, તે સમયે સ્થળ પર હાજર માત્ર એક કર્મીએ હિંમત દાખવીને મોટર ચાલુ કરી પાઇપ વડે પાણીનો છંટકાવ કરીને આગ પર સમયસર કાબૂ મેળવી લીધો હતો. જો આગ વ્યાપક બની હોત તો મોટી હોનારત સર્જાઈ શકી હોત, જેને લઈને સરકારી બાબુઓની બેદરકારી સામે લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0