Surendranagarના લખતરમાં પ્રાથમિક સુવિધાઓને લઈ મહિલાઓ બની રણચંડી, તંત્ર સામે નારાજગી
સુરેન્દ્રનગરના લખતરમાં આવેલ શેરી નંબર 5ની મહિલાઓ દ્વારા સુવિધાને લઈ લખતર તાલુકા પંચાયત ખાતે હલ્લાબોલ કર્યો હતો અને તાલુકા પંચાયતમાં કોઈ કામગીરી કરતુ નથી તેવા આક્ષેપો સાથે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતુ,શેરીની અંદર ગંદકી અને કિચડને લઈ અનેકવાર રજૂઆતો કરી તેમ છત્તા નિરાકરણ આવ્યું નથી જેને લઈ મહિલાઓ રોષે ભરાઈ હતી.ભૂગર્ભના કામકાજમાં પણ ભ્રષ્ટ્રાચાર લખતર શહેરના અનેક વિસ્તારોની અંદર ક્યાંક ને ક્યાંક પ્રાથમિક સુવિધાના અભાવના કારણે કાદવ કિચડ તેમજ ગટરોના પાણી ઉભરાવા, રોડ રસ્તાનો અભાવ જેવા અનેક પ્રશ્નોના કારણે રહીશોને હાલાકી વેઠવી પડી રહી છે.ત્યારે હાલ લખતર શહેરના પાંજરાપોળ સામે આવેલ લક્ષ્મીપરા શેરીની અંદર પ્રાથમિક સુવિધાના અભાવે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.મળતી વિગત મુજબ થોડાક વર્ષ પહેલા જ લક્ષ્મીપરા શેરી નંબર પાંચની અંદર ટકાઉ અને સારી સ્થિતિમાં હોવા છતાં ઈંટો સિમેન્ટની ગટર તોડી પાડીને હલકી ગુણવતા વાળા પ્લાસ્ટિકના પાઇપો નાખીને ભૂગર્ભ ગટરનું કામકાજ કરાયું હતુ. કામકાજમાં ખરાબ મટીરીયલ વપરાયું જે કામકાજ બાદ પાઇપ ઉપર રેતી સિમેન્ટ દ્વારા પુરાણ નહીં કરાતા હલકી ગુણવતા વાળા પાઇપના કારણે થોડાક સમયની અંદર ઠેર ઠેર તૂટી જવા લાગેલ હતા.જે પાઇપ તૂટી જવાનાં કારણે ગટરનું પાણી વિસ્તારમાં વહેવા લાગતા લક્ષ્મીપરા શેરી નંબર ૫ ગંદકીનું હબ બની ગયેલ છે.ત્યારે હાલમાં જ લક્ષ્મીપરા શેરી વિસ્તારમાં જિલ્લા વહીવટી તંત્ર સામાન્ય વર્ષ ૨૦૨૩ ૨૦૨૪ મારફતે રૂપિયા પાંચ લાખની ગ્રાન્ટ ફાળવીને ભૂગર્ભ ગટરનું કામકાજ પ્રગતિમાં ચાલી રહ્યું છે.જે કામકાજ દરમિયાન ભૂગર્ભ ગટરનું કામકાજ યોગ્ય રીતે નહીં કરાતા હોવાની રાવ સાથે એસ્ટીમેન્ટ પ્લાન્ટ મુજબ કામકાજ અને યોગ્ય મટીરીયલ નહીં વપરાયા હોવાના આક્ષેપો રહીશો દ્વારા કરવામાં આવી રહ્યા છે. અન્ય શેરીઓમાં પણ આવી જ હાલત ત્યારે હાલમાં ભૂગર્ભ ગટરનું કામકાજ મનફાવે તેમ નાખીને એકને ગોળ એક ખોળ જેવો ઘાટ મળી રહ્યો છે. જે કામકાજને લઈને લક્ષ્મીપરા શેરી નંબર ૧ થી ૪ નંબરના વિસ્તારની અંદર ગટરનું કામકાજ કરવામા આવેલ છે.તો લક્ષ્મીપરા શેરી નંબર ૫ વિસ્તારને બાદ કરવામાં આવતા વાલા દવલાની નીતિ રાખીને પોતાના અંગત રાગ દ્રવેશ રાખીને સરકારી કામકાજથી વંચિત રાખીને અન્યાય કરવામાં આવી રહયો છે. ત્યારે વહેલી તકે વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા આ કામના સ્થળની મુલાકાત કરીને યોગ્ય રીતે કરવામાં આવે તેવી વિસ્તારના રહીશો દ્વારા માંગ ઉઠવા પામી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -