Surendranagarના મીડિયાકર્મીઓ માટે માહિતી ખાતાના સંયુક્ત ઉપક્રમે "હેલ્થ ચેકઅપ" કેમ્પ યોજાયો
સુરેન્દ્રનગર જિલ્લામાં ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી અને જિલ્લા માહિતી કચેરી, સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાની પ્રેરક ઉપસ્થિતિમાં મીડિયાકર્મીઓ માટે નિઃશુલ્ક "હેલ્થ ચેકઅપ કેમ્પ" ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, સુરેન્દ્રનગર ખાતે યોજાયો હતો. નેતાઓ પણ રહ્યાં હાજર આ તકે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ મીડિયાકર્મીઓને તેઓની કામગીરી બદલ અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, "લોકો સુધી સમયસર અને સચોટ સમાચાર પહોંચાડવા માટે મીડિયાકર્મીઓ દિવસ-રાત ફરજ બજાવતાં હોય છે, ત્યારે સંવેદનશીલ રાજ્ય સરકારે તેમના આરોગ્યની સંભાળ લેવા માટે સમગ્ર રાજ્યમાં હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે સરાહનીય છે." પત્રકારત્વ એ લોકશાહીનો ચોથો સ્તંભ છે લોકશાહી અકબંધ રહે અને લોકોનો અવાજ સરકાર સુધી અને સરકારની વાત લોકો સુધી પહોંચે તે માટે બ્રિજનું કામ પત્રકારત્વ કરે છે. આથી, ચોથો સ્તંભ એકદમ સ્વસ્થ રહે તે માટે આયોજિત આ કેમ્પમા પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારોએ ભાગ લીધો હતો.આ કેમ્પમાં કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ અને બ્લડ ગ્રુપ, લીવર ફંક્શન, લિપિડ પ્રોફાઈલ, કિડની ફંકશન ટેસ્ટ, એસ. યુરિક એસિડ, કેલ્શિયમ, હોર્મોનલ ટેસ્ટ, વિટામીન બી- 12, વિટામિન - ડી, ડાયાબિટીક માર્કર, ૫૦ વર્ષથી ઉપરના પુરુષો માટે પ્રોસ્ટેટ ટેસ્ટ, ૩૫ વર્ષથી મોટી ઉંમરના પુરુષો માટે એક્સ-રે ચેસ્ટ તથા ઈસીજી વગેરેના પરીક્ષણ નિઃશુલ્ક કરવામાં આવ્યા હતા. મીડિયાકર્મીઓએ કરાયું ચેકઅપ સુરેન્દ્રનગર જિલ્લા માહિતી કચેરીની ટીમ તેમજ ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ટીમનાં સભ્યો દ્વારા આ કેમ્પને સફળ બનાવવામાં આવ્યો હતો.અત્રે નોંધનીય છે કે, 'વિકસિત ભારત, વિકસિત ગુજરાત' અંતર્ગત લોકશાહીના ચોથા સ્તંભને મજબૂત બનાવવાની મુહિમ સાથે ગુજરાત સરકાર અને ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગુજરાતના સંયુક્ત ઉપક્રમે "ફીટ ઈન્ડિયા, ફિટ મીડિયા"ની થીમ સાથે રાજ્યના તમામ મીડિયાકર્મીઓનું "હેલ્થ ચેકઅપ" કરવામાં આવી રહ્યું છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરેન્દ્રનગર જિલ્લામાં ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી અને જિલ્લા માહિતી કચેરી, સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાની પ્રેરક ઉપસ્થિતિમાં મીડિયાકર્મીઓ માટે નિઃશુલ્ક "હેલ્થ ચેકઅપ કેમ્પ" ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, સુરેન્દ્રનગર ખાતે યોજાયો હતો.
નેતાઓ પણ રહ્યાં હાજર
આ તકે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ મીડિયાકર્મીઓને તેઓની કામગીરી બદલ અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, "લોકો સુધી સમયસર અને સચોટ સમાચાર પહોંચાડવા માટે મીડિયાકર્મીઓ દિવસ-રાત ફરજ બજાવતાં હોય છે, ત્યારે સંવેદનશીલ રાજ્ય સરકારે તેમના આરોગ્યની સંભાળ લેવા માટે સમગ્ર રાજ્યમાં હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે સરાહનીય છે."
પત્રકારત્વ એ લોકશાહીનો ચોથો સ્તંભ છે
લોકશાહી અકબંધ રહે અને લોકોનો અવાજ સરકાર સુધી અને સરકારની વાત લોકો સુધી પહોંચે તે માટે બ્રિજનું કામ પત્રકારત્વ કરે છે. આથી, ચોથો સ્તંભ એકદમ સ્વસ્થ રહે તે માટે આયોજિત આ કેમ્પમા પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારોએ ભાગ લીધો હતો.આ કેમ્પમાં કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ અને બ્લડ ગ્રુપ, લીવર ફંક્શન, લિપિડ પ્રોફાઈલ, કિડની ફંકશન ટેસ્ટ, એસ. યુરિક એસિડ, કેલ્શિયમ, હોર્મોનલ ટેસ્ટ, વિટામીન બી- 12, વિટામિન - ડી, ડાયાબિટીક માર્કર, ૫૦ વર્ષથી ઉપરના પુરુષો માટે પ્રોસ્ટેટ ટેસ્ટ, ૩૫ વર્ષથી મોટી ઉંમરના પુરુષો માટે એક્સ-રે ચેસ્ટ તથા ઈસીજી વગેરેના પરીક્ષણ નિઃશુલ્ક કરવામાં આવ્યા હતા.
મીડિયાકર્મીઓએ કરાયું ચેકઅપ
સુરેન્દ્રનગર જિલ્લા માહિતી કચેરીની ટીમ તેમજ ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ટીમનાં સભ્યો દ્વારા આ કેમ્પને સફળ બનાવવામાં આવ્યો હતો.અત્રે નોંધનીય છે કે, 'વિકસિત ભારત, વિકસિત ગુજરાત' અંતર્ગત લોકશાહીના ચોથા સ્તંભને મજબૂત બનાવવાની મુહિમ સાથે ગુજરાત સરકાર અને ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગુજરાતના સંયુક્ત ઉપક્રમે "ફીટ ઈન્ડિયા, ફિટ મીડિયા"ની થીમ સાથે રાજ્યના તમામ મીડિયાકર્મીઓનું "હેલ્થ ચેકઅપ" કરવામાં આવી રહ્યું છે.