Surendranagarના ધાંગધ્રા તાલુકાના સજ્જનપુર ગામે સેવાસેતુ કાર્યક્રમમાં 2356 સમસ્યાના પ્રશ્નોનું નિરાકરણ આવ્યું

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકામાં સજ્જનપુર ગામે દસમાં તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અરજદારોના જુદાજુદા ૨૩૫૬ જેટલા પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ કરવામાં આવ્યું હતું. આ સેવા સેતુ કાર્યક્રમમાં સજજનપુર, નરાળી, એજાર, કુડા, કોપરણી, નિમકનગર, વિરેન્દ્રગઢ, વાવડી, ઇસદ્રા, માલવણ, સતાપર, રાજપર, કંકાવટી, જસમતપુર, પીપળા, ચુલી, જીવા, જેસડા, વાઘગઢ, ગોપાલગઢ, સોલડી, બાઇસબગઢ, જુના ઘનશ્યામગઢ એમ કુલ ૨૩ ગામના લોકોએ લાભ લીધો હતો.સેવાસેતુ કાર્યક્રમ આ સેવા સેતુ કાર્યક્રમમાં ડીવમીંગને લગતી ૫૪૨ અરજી, આધારકાર્ડમાં સુધારા વધારા કરવા માટે ૨૭ અરજી, મિલકત આકારણીના ઉતારા માટે ૩૧૩ અરજી, પી.એમ.જે.વાય. કાર્ડ માટે ૨૬ અરજી, રસીકરણ માટે ૯૯૫ સહીત જન્મ મરણ પ્રમાણપત્ર, મેડીસીન સારવાર, પશુઓની ગાયનેકોલોજીકલ સારવાર, લગ્ન નોંધણી પ્રમાણપત્ર સહીત જુદી જુદી કુલ ૨૩૫૬ અરજીઓ મળી હતી.પ્રાપ્ત થયેલ તમામ અરજીઓનો ૧૦૦% હકારાત્મક ઉકેલ લવાયો હતો. તદુપરાંત અત્રે આયોજિત મેડીકલ કેમ્પમાં ડાયાબિટીસ અને બીપીની ચકાસણી કરી ૪૦૩ જેટલા લોકોને હેલ્થ વેલનેસ કાર્ડ આપવામાં આવ્યું હતું. તેમજ વન વિભાગ દ્વારા ૫૩ જેટલા રોપાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.નોંધનીય છે કે, રાજ્ય સરકારના આ સેવા સેતુ કાર્યક્રમના માધ્યમથી અરજદારોના પ્રશ્નોનું સ્થળ પર સત્વરે નિરાકરણ આવી રહ્યું છે. લોકો સરકારી સેવાઓના લાભો ઘર નજીક જ સરળતાથી મેળવી રહ્યા છે.વહીવટી તંત્ર તરફથી અપીલ ગુજરાત સરકાર દ્વારા રાજ્યના પ્રજાજનોને વ્યક્તિગત સેવાઓ તેમના રહેઠાણના નજીકના સ્થળે અને તે જ દિવસે પ્રાપ્ત થઇ શકે તેવા ઉમદા હેતુથી સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જિલ્લા કલેક્ટરશ્રી મિહિર પટેલ દ્વારા રાજ્ય સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભો લોકોને સ્થળ ઉપર જ મળી રહે તે માટે સઘન આયોજન કરવા વિવિધ તાલુકાના પ્રાંત અધિકારીશ્રીઓની નોડલ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે સાથે જિલ્લાના નાગરિકોને સેવા સેતુ કાર્યક્રમનો લાભ લેવા વહીવટી તંત્ર તરફથી અપીલ કરાઈ છે.રાજ્ય સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓનો લાભ લોકોને સતત મળતો રહે તે માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન છેલ્લા નવ વર્ષથી કરવામાં આવી રહ્યું છે.  

Surendranagarના ધાંગધ્રા તાલુકાના સજ્જનપુર ગામે સેવાસેતુ કાર્યક્રમમાં 2356 સમસ્યાના પ્રશ્નોનું નિરાકરણ આવ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકામાં સજ્જનપુર ગામે દસમાં તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અરજદારોના જુદાજુદા ૨૩૫૬ જેટલા પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ કરવામાં આવ્યું હતું. આ સેવા સેતુ કાર્યક્રમમાં સજજનપુર, નરાળી, એજાર, કુડા, કોપરણી, નિમકનગર, વિરેન્દ્રગઢ, વાવડી, ઇસદ્રા, માલવણ, સતાપર, રાજપર, કંકાવટી, જસમતપુર, પીપળા, ચુલી, જીવા, જેસડા, વાઘગઢ, ગોપાલગઢ, સોલડી, બાઇસબગઢ, જુના ઘનશ્યામગઢ એમ કુલ ૨૩ ગામના લોકોએ લાભ લીધો હતો.

સેવાસેતુ કાર્યક્રમ

આ સેવા સેતુ કાર્યક્રમમાં ડીવમીંગને લગતી ૫૪૨ અરજી, આધારકાર્ડમાં સુધારા વધારા કરવા માટે ૨૭ અરજી, મિલકત આકારણીના ઉતારા માટે ૩૧૩ અરજી, પી.એમ.જે.વાય. કાર્ડ માટે ૨૬ અરજી, રસીકરણ માટે ૯૯૫ સહીત જન્મ મરણ પ્રમાણપત્ર, મેડીસીન સારવાર, પશુઓની ગાયનેકોલોજીકલ સારવાર, લગ્ન નોંધણી પ્રમાણપત્ર સહીત જુદી જુદી કુલ ૨૩૫૬ અરજીઓ મળી હતી.પ્રાપ્ત થયેલ તમામ અરજીઓનો ૧૦૦% હકારાત્મક ઉકેલ લવાયો હતો. તદુપરાંત અત્રે આયોજિત મેડીકલ કેમ્પમાં ડાયાબિટીસ અને બીપીની ચકાસણી કરી ૪૦૩ જેટલા લોકોને હેલ્થ વેલનેસ કાર્ડ આપવામાં આવ્યું હતું. તેમજ વન વિભાગ દ્વારા ૫૩ જેટલા રોપાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.નોંધનીય છે કે, રાજ્ય સરકારના આ સેવા સેતુ કાર્યક્રમના માધ્યમથી અરજદારોના પ્રશ્નોનું સ્થળ પર સત્વરે નિરાકરણ આવી રહ્યું છે. લોકો સરકારી સેવાઓના લાભો ઘર નજીક જ સરળતાથી મેળવી રહ્યા છે.


વહીવટી તંત્ર તરફથી અપીલ

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના પ્રજાજનોને વ્યક્તિગત સેવાઓ તેમના રહેઠાણના નજીકના સ્થળે અને તે જ દિવસે પ્રાપ્ત થઇ શકે તેવા ઉમદા હેતુથી સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જિલ્લા કલેક્ટરશ્રી મિહિર પટેલ દ્વારા રાજ્ય સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભો લોકોને સ્થળ ઉપર જ મળી રહે તે માટે સઘન આયોજન કરવા વિવિધ તાલુકાના પ્રાંત અધિકારીશ્રીઓની નોડલ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે સાથે જિલ્લાના નાગરિકોને સેવા સેતુ કાર્યક્રમનો લાભ લેવા વહીવટી તંત્ર તરફથી અપીલ કરાઈ છે.રાજ્ય સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓનો લાભ લોકોને સતત મળતો રહે તે માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન છેલ્લા નવ વર્ષથી કરવામાં આવી રહ્યું છે.