Suratમાં હિટ એન્ડ રન કેસનો આરોપી ઝડપાયો, રત્નકલાકારને કારથી ટક્કર મારી હતી

Jun 20, 2025 - 19:30
Suratમાં હિટ એન્ડ રન કેસનો આરોપી ઝડપાયો, રત્નકલાકારને કારથી ટક્કર મારી હતી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતમાં હિટ એન્ડ રન કેસનો આરોપી ઝડપાયો છે. સરથાણામાં નિર્મળનગર પાસે ઉભેલા રત્નકલાકારને કારથી ટક્કર મારી હતી.આ હિટ એન્ડ રનની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. પોલીસ અકસ્માત સર્જનાર કારચાલકને ઝડપી પાડ્યો છે.પોલીસે આરોપીને સાથે રાખીને બનાવ સ્થળે રિકન્ટ્રક્શન કરવામાં આવ્યું છે. આ અકસ્માતમાં રત્નકલાકારનું મોત થયું હતું.

હિટ એન્ડ રન કેસનો આરોપી ઝડપાયો
સરથાણા જકાતનાકા અતિથિ રેસ્ટોરન્ટની સામે અકસ્માતની ઘટના બની હતી. જેમાં ઘટનાસ્થળે યુવકનું મોત થયુ છે. સુરતમાં સરથાણા જકાતનાકા વિસ્તારમાં હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. રસ્તા પર બાઇક સાથે ઉભેલા રત્નકલાકારને કાર ચાલકે અડફેટે લીધો હતો. ગંભીર ઇજાને કારણે રત્નકલાકાર યુવક રાજેશ ઉકાણીનું મોત નિપજ્યું હતું. સરથાણા ખાતે આવેલા નિર્મળ નગરમાં મંડળના પૈસા ભરવા માટે આ યુવક જઇ રહ્યો હતો. પરંતુ તેમાં કાર ચાલક કાળ બનીને આવ્યો હતો. બાઇક સવારને અડફેટે લીધો હતો.

રત્નકલાકારને કાર ચાલકે અડફેટે લીધો હતો
સુરતના સરથાણા પોલીસ દ્વારા હિટ એન્ડ રનનો ગુનો નોંધવામાં આવ્યો હતો. યુવકનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છે. પોલીસે આ ઘટનામાં કારચાલકની શોધખોળ કરી ઝડપી લીધો છે. આરોપીને સાથે રાખી બનાવ સ્થળે રિકન્ટ્રક્શન કરવામાં આવ્યું છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0