Suratમાં સાયબર ક્રાઈમની ઘટનાને અંજામ આપતી ટોળકી ઝડપાઈ, થયા મોટા ખુલાસા
સુરતમાં સાયબર ક્રાઇમ કરતી ટોળકી ઝડપાઇ છે,પોલીસે એક સગીર સહિત 2 લોકોની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યા છે,રાજસ્થાનના અલવરના ગોંવિંદગઢથી આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે,આ સાયબર ટોળકીના ટોર્ચરથી એક યુવકે આપઘાત કર્યો હોવાની વાત પણ સામે આવી છે.અશ્લીલ વીડિયોથી યુવકને બ્લેક મેઇલ કરતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.સુરતના કતારગામાં યુવકે કર્યો હતો આપઘાત. સાયબર ટોળકી ઝડપાઈ સુરતમાં સાયબરની ઘટનાને અંજામ આપતી ટોળકી ઝડપાઈ છે,આ ઘટનામાં આરોપીઓ દ્રારા બ્લેકમેઈલ કરીને રૂપિયા પડાવવામાં આવતા હતા અને વીડિયો સોશિયલ મિડીયામાં મૂકવાની વાત કરવામાં આવતી હતી,આવી જ એક ઘટનામાં એક યુવકે આપઘાત કર્યો હતો,કતારગામ પોલીસે આ ઘટનાને લઈ ઉંડાણપૂર્વક તપાસ કરી હતી અને રાજસ્થાનની આરોપીઓની ધરપકડ કરી છે,સુરત પોલીસે રાજસ્થાનમાં રહીને આ ઓપરેશન પાર પાડયું છે.રાજ્ય વ્યાપી આ સાયબર ફ્રોડ નિકળી શકે તેવી પોલીસે શંકા વ્યકત કરી છે. ડિજિટલ ધરપકડ શું છે? ઓનલાઈન છેતરપિંડીના કિસ્સા વધ્યા છે,એમા પણ ડિજિટલ ધરપકડના કિસ્સાઓમાં વધારો થયો છે.સાયબર છેતરપિંડી કરનાર વ્યક્તિ તમને ધરપકડનો ડર બતાવે છે. આમાં તેઓ તમને ઘરમાં કેદ રાખે છે. આવી સ્થિતિમાં, વીડિયો કોલ દરમિયાન, છેતરપિંડી કરનાર તેની પૃષ્ઠભૂમિને પોલીસ સ્ટેશનની જેમ બનાવે છે, આ જોઈને પીડિત ડરી જાય છે અને ડરના કારણે તે તેની વાતોથી પ્રભાવિત થઈ જાય છે.છેતરપિંડી કરનારાઓ જામીન માંગીને તમારી સાથે છેતરપિંડી કરવાનું શરૂ કરે છે. છેતરપિંડી કરનાર પીડિતાને વિડિયો કૉલ છોડવા કે કોઈનો સંપર્ક કરવા દેતો નથી. પીડિતાને તેના જ ઘરમાં ધરપકડ કરવામાં આવે છે, પીડિતાને એવું કહીને ડરાવવામાં આવે છે કે તેના આધાર કાર્ડ, સિમ કાર્ડ, બેંક એકાઉન્ટનો ઉપયોગ કોઈ ગેરકાયદેસર કામ માટે કરવામાં આવ્યો છે. આ બધું થાય પછી તમને ડરાવવાની 'ગેમ' શરૂ થાય છે. સાયબર સ્કેમર્સ કોઈપણને ફસાવી શકે છે. આને ટાળવા માટે, તમારી અને તમારા ડેટાની સુરક્ષાનું ધ્યાન રાખો. 1-કોઈપણ અજાણ્યા સ્ત્રોતમાંથી આવતી કોઈપણ લિંક પર ક્લિક કરવાનું ટાળો. 2-કોઈપણ અજાણ્યા ફોન કોલ પર તમારી વ્યક્તિગત અથવા બેંક વિગતો આપવાનું ટાળો. 3-વ્યક્તિગત ડેટા અને કોઈપણ પ્રકારના ટ્રાન્ઝેક્શન પ્લેટફોર્મ પર મજબૂત પાસવર્ડ રાખો. 4-કોઈપણ તૃતીય પક્ષ એપ્લિકેશન ડાઉનલોડ કરશો નહીં, કોઈપણ બિન-સત્તાવાર પ્લેટફોર્મ પરથી કંઈપણ ઇન્સ્ટોલ કરશો નહીં. 5-તમારા ઉપકરણને અપડેટ રાખો, તમારી બધી એપ્લિકેશનો અપડેટ રાખો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતમાં સાયબર ક્રાઇમ કરતી ટોળકી ઝડપાઇ છે,પોલીસે એક સગીર સહિત 2 લોકોની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યા છે,રાજસ્થાનના અલવરના ગોંવિંદગઢથી આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે,આ સાયબર ટોળકીના ટોર્ચરથી એક યુવકે આપઘાત કર્યો હોવાની વાત પણ સામે આવી છે.અશ્લીલ વીડિયોથી યુવકને બ્લેક મેઇલ કરતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.સુરતના કતારગામાં યુવકે કર્યો હતો આપઘાત.
સાયબર ટોળકી ઝડપાઈ
સુરતમાં સાયબરની ઘટનાને અંજામ આપતી ટોળકી ઝડપાઈ છે,આ ઘટનામાં આરોપીઓ દ્રારા બ્લેકમેઈલ કરીને રૂપિયા પડાવવામાં આવતા હતા અને વીડિયો સોશિયલ મિડીયામાં મૂકવાની વાત કરવામાં આવતી હતી,આવી જ એક ઘટનામાં એક યુવકે આપઘાત કર્યો હતો,કતારગામ પોલીસે આ ઘટનાને લઈ ઉંડાણપૂર્વક તપાસ કરી હતી અને રાજસ્થાનની આરોપીઓની ધરપકડ કરી છે,સુરત પોલીસે રાજસ્થાનમાં રહીને આ ઓપરેશન પાર પાડયું છે.રાજ્ય વ્યાપી આ સાયબર ફ્રોડ નિકળી શકે તેવી પોલીસે શંકા વ્યકત કરી છે.
ડિજિટલ ધરપકડ શું છે?
ઓનલાઈન છેતરપિંડીના કિસ્સા વધ્યા છે,એમા પણ ડિજિટલ ધરપકડના કિસ્સાઓમાં વધારો થયો છે.સાયબર છેતરપિંડી કરનાર વ્યક્તિ તમને ધરપકડનો ડર બતાવે છે. આમાં તેઓ તમને ઘરમાં કેદ રાખે છે. આવી સ્થિતિમાં, વીડિયો કોલ દરમિયાન, છેતરપિંડી કરનાર તેની પૃષ્ઠભૂમિને પોલીસ સ્ટેશનની જેમ બનાવે છે, આ જોઈને પીડિત ડરી જાય છે અને ડરના કારણે તે તેની વાતોથી પ્રભાવિત થઈ જાય છે.છેતરપિંડી કરનારાઓ જામીન માંગીને તમારી સાથે છેતરપિંડી કરવાનું શરૂ કરે છે. છેતરપિંડી કરનાર પીડિતાને વિડિયો કૉલ છોડવા કે કોઈનો સંપર્ક કરવા દેતો નથી. પીડિતાને તેના જ ઘરમાં ધરપકડ કરવામાં આવે છે, પીડિતાને એવું કહીને ડરાવવામાં આવે છે કે તેના આધાર કાર્ડ, સિમ કાર્ડ, બેંક એકાઉન્ટનો ઉપયોગ કોઈ ગેરકાયદેસર કામ માટે કરવામાં આવ્યો છે. આ બધું થાય પછી તમને ડરાવવાની 'ગેમ' શરૂ થાય છે.
સાયબર સ્કેમર્સ કોઈપણને ફસાવી શકે છે. આને ટાળવા માટે, તમારી અને તમારા ડેટાની સુરક્ષાનું ધ્યાન રાખો.
1-કોઈપણ અજાણ્યા સ્ત્રોતમાંથી આવતી કોઈપણ લિંક પર ક્લિક કરવાનું ટાળો.
2-કોઈપણ અજાણ્યા ફોન કોલ પર તમારી વ્યક્તિગત અથવા બેંક વિગતો આપવાનું ટાળો.
3-વ્યક્તિગત ડેટા અને કોઈપણ પ્રકારના ટ્રાન્ઝેક્શન પ્લેટફોર્મ પર મજબૂત પાસવર્ડ રાખો.
4-કોઈપણ તૃતીય પક્ષ એપ્લિકેશન ડાઉનલોડ કરશો નહીં, કોઈપણ બિન-સત્તાવાર પ્લેટફોર્મ પરથી કંઈપણ ઇન્સ્ટોલ કરશો નહીં.
5-તમારા ઉપકરણને અપડેટ રાખો, તમારી બધી એપ્લિકેશનો અપડેટ રાખો.