Panchmahal: મુક્તિધામ સ્મશાનમાંથી લોખંડની ચિતાની ચોરી કરવા તસ્કરોનો પ્રયાસ

સંજેલી નગરના હિન્દુ સમાજના ચમારીયા ગામે આવેલા ચિબોટા નદીના પુલ પાસેના સ્મશાન મુક્તિધામને ચોરોએ નિશાન બનાવી લોખંડની ચિતાને કટરથી કાપી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો.મુક્તિધામની ફરતે ચારેય બાજુ 10 ફૂટ ઊંચી દીવાલ બનાવાઈ છે. જેમાં એક ઓરડી અને બે અંતિમ ક્રિયા માટે ચિતા છે. ગઈકાલે રાત્રે તસ્કરો મુક્તિધામની કોટની દીવાલ કૂદી અંદર પ્રવેશ્યા હતા. જ્યાં કટર મશીનથી લોખંડની ચિતાના પાયા કાપી નાખ્યા હતા. દરમિયાન આસપાસના લોકો અવાજ આવતા જાગી ગયા હતાં, અને મુક્તિધામની અંદર કોઈ આંટાફેરા મારતુ હોવાની શંકા જતા સંચાલકે જીઆરડી જવાનનો સંપર્ક કર્યો હતો. જે મુખ્ય ગેટથી અંદર પ્રવેશતાં બહાર લોકોની હલચલ જોઈ ચોરી કરવા આવેલા તસ્કરો દીવાલ કૂદીને નાસી ગયા હતા. મુક્તિધામના સંચાલક અને જીઆરડી જવાને અંદર તપાસ કરતાં અંતિમ ક્રિયા માટેની ચિતાના પાયા કાપી છૂટી કરી દેવાયેલી અને તેની ચોરી કરવાનો પ્રયાસ કરાયો હોવાનું જણાયું હતું.

Panchmahal: મુક્તિધામ સ્મશાનમાંથી લોખંડની ચિતાની ચોરી કરવા તસ્કરોનો પ્રયાસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સંજેલી નગરના હિન્દુ સમાજના ચમારીયા ગામે આવેલા ચિબોટા નદીના પુલ પાસેના સ્મશાન મુક્તિધામને ચોરોએ નિશાન બનાવી લોખંડની ચિતાને કટરથી કાપી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો.

મુક્તિધામની ફરતે ચારેય બાજુ 10 ફૂટ ઊંચી દીવાલ બનાવાઈ છે. જેમાં એક ઓરડી અને બે અંતિમ ક્રિયા માટે ચિતા છે. ગઈકાલે રાત્રે તસ્કરો મુક્તિધામની કોટની દીવાલ કૂદી અંદર પ્રવેશ્યા હતા. જ્યાં કટર મશીનથી લોખંડની ચિતાના પાયા કાપી નાખ્યા હતા. દરમિયાન આસપાસના લોકો અવાજ આવતા જાગી ગયા હતાં, અને મુક્તિધામની અંદર કોઈ આંટાફેરા મારતુ હોવાની શંકા જતા સંચાલકે જીઆરડી જવાનનો સંપર્ક કર્યો હતો. જે મુખ્ય ગેટથી અંદર પ્રવેશતાં બહાર લોકોની હલચલ જોઈ ચોરી કરવા આવેલા તસ્કરો દીવાલ કૂદીને નાસી ગયા હતા. મુક્તિધામના સંચાલક અને જીઆરડી જવાને અંદર તપાસ કરતાં અંતિમ ક્રિયા માટેની ચિતાના પાયા કાપી છૂટી કરી દેવાયેલી અને તેની ચોરી કરવાનો પ્રયાસ કરાયો હોવાનું જણાયું હતું.