Suratમાં લેપ્ટોસ્પાઇરોસિસના બે કેસ નોંધાતા તંત્રમાં મચી દોડધામ

સુરત શહેરમાં રોગચાળો વકર્યો છે.સુરતમાં લેપ્ટોસ્પાઈરોસિસના 2 કેસ નોંધાયા છે,જેમાં બન્ને દર્દીઓને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.60 વર્ષીય વૃદ્ધા અને 35 વર્ષીય યુવક લેપ્ટોસ્પાઈરોસિસની ચપેટમાં આવી ગયા છે.સુરત શહેરમાં રોગચાળો વધતા સરકારી હોસ્પિટલમાં ઓપીડીની સંખ્યામાં પણ વધારો થયો છે.ગઈકાલે તાવમાં 4 વર્ષના બાળકનું થયું હતું મોત. લેપ્ટોસ્પાઇરોસિસના લક્ષ્ણો આ એક ચેપી રોગ છે જે સ્પાઈરોશેટ્સ બેક્ટીરીયા દ્વારા થાય છે જેને લેપ્ટોસ્પાઈરા કહેવાય છે. લક્ષણો નહિવતમાંથી હળવા સુધી વિસ્તરી શકે છે જેમ કે માથાનો દુખાવો, સ્નાયુનો દુ:ખાવો, અને તાવ અને ગંભીર પણ શઈ શકે છે જેમ કે ફેફસા માંથી લોહી વહેવું અથવા મિનીનજાઈટીસ જો ચેપ લાગનાર વ્યક્તિને કમળો થાય કે તે કિડનીની નિષ્ફળતા ધરાવે અને રક્તસ્ત્રાવ થવા લાગે તો તેને વિલ્સ રોગ તરીકે ઓળખવામાં આવે છે.જો તે ફેફસામાંથી ખૂબ લોહી વહી જવાનું કારણ બને તો તેને ગંભીર પલ્મનરી હેમરેજ સિન્ડ્રોમ તરીકે ઓળખવામાં આવે છે. લેપ્ટોસ્પાઇરોસિસનું નિદાન કઈ રીતે થાય મનુષ્યોમાં આશરે ૧૩ પ્રકારના અનુવંશિક રોગોનું કારણ બની શકે છે. તે જંગલી અને પાલતુ બંન્ને પ્રાણીઓ દ્વારા ફેલાય છે.સૌથી સામાન્ય રીતે ઉંદર દ્વારા આ રોગ ફેલાવવામાં આવે છે.તે ઘણી વખત પ્રાણીના મૂત્ર, પાણી અથવા પ્રાણીના મૂત્ર વાળી માટી દ્વારા ફેલાઈ છે જે ચામડી, આંખ, મોઢા અથવા નાકના સંપર્કમાં આવી અને શરીરમાં પ્રવેશે છે.વિકસતા વિશ્વમાં આ રોગ સૌથી સામાન્ય રીતે ખેડૂતો અને ગરીબ લોકોને થાય છે કે જેઓ શહેરમાં રહે છે.વિકસિત વિશ્વમાં તે સૌથી સામાન્ય રીતે એવા લોકોમાં જ ઉદ્દભવે છે કે જેઓ વિશ્વના ગરમ અને ભેજવાળા વિસ્તારોમાં બહારની પ્રવૃતિઓમાં સંકળાયેલા છે.નિદાન એ સામાન્ય રીતે બેક્ટેરિઆ વિરૂદ્ધ એન્ટીબોડી માટે શોધ દ્વારા અથવા લોહીમાં તેના DNA શોધીને થાય છે. મચ્છરનું ઉત્પાદન વધ્યું વરસાદના વિરામ બાદ સ્થિર અને બંધિયાર ચોખ્ખા પાણીમાં એડિસ મચ્છર ઈંડા મુકે છે. જેમાંથી પ્રથમ પોરા ત્યાર બાદ પ્યુપા તેમજ પુખ્ત મચ્છર બને છે. આમ ઈંડામાંથી પુખ્ત મચ્છર બનતા 7થી 10 દિવસનો સમય લાગે છે. મચ્છરનું જીવનચક્ર ટુંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્વાાસ્થય પ્રત્યેં બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્ખા પાણીના પાત્રોને કારણે મચ્છરની ઉત્‍૫તિ વધી જાય છે.

Suratમાં લેપ્ટોસ્પાઇરોસિસના બે કેસ નોંધાતા તંત્રમાં મચી દોડધામ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરત શહેરમાં રોગચાળો વકર્યો છે.સુરતમાં લેપ્ટોસ્પાઈરોસિસના 2 કેસ નોંધાયા છે,જેમાં બન્ને દર્દીઓને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.60 વર્ષીય વૃદ્ધા અને 35 વર્ષીય યુવક લેપ્ટોસ્પાઈરોસિસની ચપેટમાં આવી ગયા છે.સુરત શહેરમાં રોગચાળો વધતા સરકારી હોસ્પિટલમાં ઓપીડીની સંખ્યામાં પણ વધારો થયો છે.ગઈકાલે તાવમાં 4 વર્ષના બાળકનું થયું હતું મોત.

લેપ્ટોસ્પાઇરોસિસના લક્ષ્ણો

આ એક ચેપી રોગ છે જે સ્પાઈરોશેટ્સ બેક્ટીરીયા દ્વારા થાય છે જેને લેપ્ટોસ્પાઈરા કહેવાય છે. લક્ષણો નહિવતમાંથી હળવા સુધી વિસ્તરી શકે છે જેમ કે માથાનો દુખાવો, સ્નાયુનો દુ:ખાવો, અને તાવ અને ગંભીર પણ શઈ શકે છે જેમ કે ફેફસા માંથી લોહી વહેવું અથવા મિનીનજાઈટીસ જો ચેપ લાગનાર વ્યક્તિને કમળો થાય કે તે કિડનીની નિષ્ફળતા ધરાવે અને રક્તસ્ત્રાવ થવા લાગે તો તેને વિલ્સ રોગ તરીકે ઓળખવામાં આવે છે.જો તે ફેફસામાંથી ખૂબ લોહી વહી જવાનું કારણ બને તો તેને ગંભીર પલ્મનરી હેમરેજ સિન્ડ્રોમ તરીકે ઓળખવામાં આવે છે.

લેપ્ટોસ્પાઇરોસિસનું નિદાન કઈ રીતે થાય

મનુષ્યોમાં આશરે ૧૩ પ્રકારના અનુવંશિક રોગોનું કારણ બની શકે છે. તે જંગલી અને પાલતુ બંન્ને પ્રાણીઓ દ્વારા ફેલાય છે.સૌથી સામાન્ય રીતે ઉંદર દ્વારા આ રોગ ફેલાવવામાં આવે છે.તે ઘણી વખત પ્રાણીના મૂત્ર, પાણી અથવા પ્રાણીના મૂત્ર વાળી માટી દ્વારા ફેલાઈ છે જે ચામડી, આંખ, મોઢા અથવા નાકના સંપર્કમાં આવી અને શરીરમાં પ્રવેશે છે.વિકસતા વિશ્વમાં આ રોગ સૌથી સામાન્ય રીતે ખેડૂતો અને ગરીબ લોકોને થાય છે કે જેઓ શહેરમાં રહે છે.વિકસિત વિશ્વમાં તે સૌથી સામાન્ય રીતે એવા લોકોમાં જ ઉદ્દભવે છે કે જેઓ વિશ્વના ગરમ અને ભેજવાળા વિસ્તારોમાં બહારની પ્રવૃતિઓમાં સંકળાયેલા છે.નિદાન એ સામાન્ય રીતે બેક્ટેરિઆ વિરૂદ્ધ એન્ટીબોડી માટે શોધ દ્વારા અથવા લોહીમાં તેના DNA શોધીને થાય છે.

મચ્છરનું ઉત્પાદન વધ્યું

વરસાદના વિરામ બાદ સ્થિર અને બંધિયાર ચોખ્ખા પાણીમાં એડિસ મચ્છર ઈંડા મુકે છે. જેમાંથી પ્રથમ પોરા ત્યાર બાદ પ્યુપા તેમજ પુખ્ત મચ્છર બને છે. આમ ઈંડામાંથી પુખ્ત મચ્છર બનતા 7થી 10 દિવસનો સમય લાગે છે. મચ્છરનું જીવનચક્ર ટુંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્વાાસ્થય પ્રત્યેં બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્ખા પાણીના પાત્રોને કારણે મચ્છરની ઉત્‍૫તિ વધી જાય છે.