Suratમાં ટ્રક ચાલકે યુક્રેનથી આવેલા MBBSના વિધાર્થીને કચડતા મોત

મૃતક વિવેક થોડા દિવસ પહેલા યુક્રેનથી આવ્યો હતો નો એન્ટ્રીના સમયે ટ્રકચાલકો ઘૂસી રહ્યા છે સુરતમાં ટ્રકચાલકો પર ટ્રાફિક પોલીસની મીઠી રહેમ નજર હોય તેમ લાગે છે સુરત શહેરમાં ટ્રક ચાલકો બેફામ બન્યા છે,આવો જ એક કિસ્સો નાનીવેડ અંબાજી ચોક વિસ્તારમાં બન્યો હતો,જેમાં યુક્રેનથી આવેલા એમબીબીએસના વિધાર્થીને ટ્રક ચાલકે અડફેટે લેતા તેનું ઘટના સ્થળે મોત થયું છે,સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.તો પોલીસે ટ્રક ચાલકની અટકાયત કરી ગુનો નોંધ્યો છે.નાનીવેડ અંબાજી ચોક પાસેનો બનાવ સુરતમાં નો એન્ટ્રીના સમયે પણ ટ્રક ચાલકો બિંદાસ રીતે ટ્રક હંકારી રહ્યાં છે અને લોકો સાથે અકસ્માત કરી રહ્યાં છે.યુક્રેનથી આવેલા એમબીબીએસના વિધાર્થીને ટ્રક ચાલકે કચડયો હતો જેમાં તેનું મોત થયુ છે.24 વર્ષય વિવેક થોડા દિવસ અગાઉ જ યુક્રેનથી સુરત આવ્યો હતો,સિંગણપોર ડભોલી પોલીસે ડ્રાઈવરની અટકાયત કરી વધુ તપાસ હાથધરી છે.વાપીમાં ડમ્પર ચાલકે બેને અડફેટે લેતા મોત વાપીમાં ધોધમાર વરસાદ છેલ્લા એક અઠવાડીયાખથી પડી રહ્યો છે,તેની વચ્ચે ખાડા પડતા દંપતી તેમાં પટકાયુ હતુ,તો પાછળથી ફુલ સ્પીડે આવી રહેલા ડમ્પર ચાલકે દંપતી પર ડમ્પર ચઢાવી દેતા તેમના ઘટના સ્થળે મોત થયુ હતુ.ને. હાઇવે ઓથોરિટીના પાપે અકસ્માત વાપી જીઆઇડીસી ચાર રસ્તાથી સલવાવ સુધીના નેશનલ હાઇવે પર સતત વરસાદી પાણીનો ભરાવો થઇ રહ્યો છે. જેના કારણે સતત અકસ્માતો બની રહ્યા છે. શુક્રવારે પણ વરસાદી પાણઈ ભરાતા ટુંકવાડાના દંપતિએ અકસ્માતમાં જીવ ગુમાવ્યો હતો. બે અઠવાડિયા અગાઉ પ્રાંતિજમાં ડમ્પરની અડફેટે એકનું મોત પ્રાંતિજના સાદોલીયા નજીક રેતી હેરફેર કરતા બેફામ દોડતા ડમ્પર ટ્રકે બાઈકને અડફેટે લેતા બાઈક ચાલક યુવકનું મોત નિપજ્યું હતું. ડમ્પર ટ્રકના ચાલકે બેફિકરાઈથી હંકારીને અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં બાઈક પર સવાર બે યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમાં બાઈક ચાલકનું સ્થળ પર જ મોત નિપજ્યું હતુ.

Suratમાં ટ્રક ચાલકે યુક્રેનથી આવેલા MBBSના વિધાર્થીને કચડતા મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મૃતક વિવેક થોડા દિવસ પહેલા યુક્રેનથી આવ્યો હતો
  • નો એન્ટ્રીના સમયે ટ્રકચાલકો ઘૂસી રહ્યા છે સુરતમાં
  • ટ્રકચાલકો પર ટ્રાફિક પોલીસની મીઠી રહેમ નજર હોય તેમ લાગે છે

સુરત શહેરમાં ટ્રક ચાલકો બેફામ બન્યા છે,આવો જ એક કિસ્સો નાનીવેડ અંબાજી ચોક વિસ્તારમાં બન્યો હતો,જેમાં યુક્રેનથી આવેલા એમબીબીએસના વિધાર્થીને ટ્રક ચાલકે અડફેટે લેતા તેનું ઘટના સ્થળે મોત થયું છે,સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.તો પોલીસે ટ્રક ચાલકની અટકાયત કરી ગુનો નોંધ્યો છે.

નાનીવેડ અંબાજી ચોક પાસેનો બનાવ

સુરતમાં નો એન્ટ્રીના સમયે પણ ટ્રક ચાલકો બિંદાસ રીતે ટ્રક હંકારી રહ્યાં છે અને લોકો સાથે અકસ્માત કરી રહ્યાં છે.યુક્રેનથી આવેલા એમબીબીએસના વિધાર્થીને ટ્રક ચાલકે કચડયો હતો જેમાં તેનું મોત થયુ છે.24 વર્ષય વિવેક થોડા દિવસ અગાઉ જ યુક્રેનથી સુરત આવ્યો હતો,સિંગણપોર ડભોલી પોલીસે ડ્રાઈવરની અટકાયત કરી વધુ તપાસ હાથધરી છે.


વાપીમાં ડમ્પર ચાલકે બેને અડફેટે લેતા મોત

વાપીમાં ધોધમાર વરસાદ છેલ્લા એક અઠવાડીયાખથી પડી રહ્યો છે,તેની વચ્ચે ખાડા પડતા દંપતી તેમાં પટકાયુ હતુ,તો પાછળથી ફુલ સ્પીડે આવી રહેલા ડમ્પર ચાલકે દંપતી પર ડમ્પર ચઢાવી દેતા તેમના ઘટના સ્થળે મોત થયુ હતુ.ને. હાઇવે ઓથોરિટીના પાપે અકસ્માત વાપી જીઆઇડીસી ચાર રસ્તાથી સલવાવ સુધીના નેશનલ હાઇવે પર સતત વરસાદી પાણીનો ભરાવો થઇ રહ્યો છે. જેના કારણે સતત અકસ્માતો બની રહ્યા છે. શુક્રવારે પણ વરસાદી પાણઈ ભરાતા ટુંકવાડાના દંપતિએ અકસ્માતમાં જીવ ગુમાવ્યો હતો.

બે અઠવાડિયા અગાઉ પ્રાંતિજમાં ડમ્પરની અડફેટે એકનું મોત

પ્રાંતિજના સાદોલીયા નજીક રેતી હેરફેર કરતા બેફામ દોડતા ડમ્પર ટ્રકે બાઈકને અડફેટે લેતા બાઈક ચાલક યુવકનું મોત નિપજ્યું હતું. ડમ્પર ટ્રકના ચાલકે બેફિકરાઈથી હંકારીને અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં બાઈક પર સવાર બે યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમાં બાઈક ચાલકનું સ્થળ પર જ મોત નિપજ્યું હતુ.