Suratમાં BJP યુવા મોરચાના નેતા જીતુ ગોસ્વામી પર હુમલો

સુરતમાં BJP યુવા મોરચાના નેતા જીતુ ગોસ્વામી પર હુમલો કરાયાની ઘટના સામે આવી. જીતુ ગોસ્વામી પર નજીવી બાબતે હુમલો થયો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જીતુ ગોસ્વામી વોર્ડ નંબર-23ના યુવા મોરચાના મહામંત્રી છે. શહેરમાં ભાજપના કાર્યકર્તા તરીકે જીતુ ગોસ્વામી વધુ સક્રિય છે. પરંતુ ઉત્તરાયણ તહેવાર પર BJP નેતાને અન્ય લોકો સાથે સામાન્ય માથાકૂટ થઈ અને વાત વધતા બંને પક્ષો વચ્ચે મારામારી થવા લાગી. BJP યુવા મોરચાના નેતા જીતુ ગોસ્વામી અને અન્ય લોકો વચ્ચે થયેલ મારામારીના લાઈવ વાયરલ થયો.આજે રાજ્યમાં વાસી ઉત્તરાયણની ઉજવણી થઈ રહી છે. દરમ્યાન સુરત શહેરમાં બબાલનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં દેખાય છે કે BJP નેતા જીતુ ગોસ્વામીની ત્યાંના સ્થાનિક લોકો નજીવી બાબતે માથાકૂટ થાય છે. માર્ગો પર પાલતુ શ્વાનની કુદરતી હાજતને લઈને સ્થાનિકો સાથે બબાલ થાય છે. લોકો પોતાના પાલતુ શ્વાનને સવારે કુદરતી હાજતે લઈ જાય છે. દરમ્યાન શ્વાને પાણીના પ્લાન્ટ પાસે હાજત ગંદકી થતી હોવાથી ટકોર કરવામાં આવી. ગંદકી સાફ કરવાનું કહેવા જતા લોકો અને નેતા વચ્ચે મારામારી થઈ. અને આ મારામારીમાં કેટલાક લોકો દ્વારા તલવારના ઘા ઝીંકી દેવાતા ચારને ગંભીર ઇજા પંહોચી. ભાજપ યુવા મોરચા નેતા જીતુ ગોસ્વામી પર કેટલાક શખ્સ દ્વારા લાકડી વડે હુમલો કરાયો. હુમલામાં બે મહિલા સહિત ચાર ઘાયલ થયાની માહિતી સામે આવી.આ ઘટનામાં 5 હુમલાખોરોએ આતંક મચાવ્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો.નેતા અને સ્થાનિકો વચ્ચે થયેલ મારામારીના લાઈવ વીડિયો વાયરલ થયો. હુમલાના CCTV સામે આવ્યા છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વીડિયોમાં દેખાય છે કે નેતા અને સ્થાનિકો વચ્ચે ભયંકર બબાલ થતાં કેટલાક લોકો વચ્ચે પડ્યા છતાં પણ અસમાજિક તત્ત્વો લાઠી લઈ મારામારી કરી રહ્યા છે.

Suratમાં BJP યુવા મોરચાના નેતા જીતુ ગોસ્વામી પર હુમલો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતમાં BJP યુવા મોરચાના નેતા જીતુ ગોસ્વામી પર હુમલો કરાયાની ઘટના સામે આવી. જીતુ ગોસ્વામી પર નજીવી બાબતે હુમલો થયો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જીતુ ગોસ્વામી વોર્ડ નંબર-23ના યુવા મોરચાના મહામંત્રી છે. શહેરમાં ભાજપના કાર્યકર્તા તરીકે જીતુ ગોસ્વામી વધુ સક્રિય છે. પરંતુ ઉત્તરાયણ તહેવાર પર BJP નેતાને અન્ય લોકો સાથે સામાન્ય માથાકૂટ થઈ અને વાત વધતા બંને પક્ષો વચ્ચે મારામારી થવા લાગી. BJP યુવા મોરચાના નેતા જીતુ ગોસ્વામી અને અન્ય લોકો વચ્ચે થયેલ મારામારીના લાઈવ વાયરલ થયો.

આજે રાજ્યમાં વાસી ઉત્તરાયણની ઉજવણી થઈ રહી છે. દરમ્યાન સુરત શહેરમાં બબાલનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં દેખાય છે કે BJP નેતા જીતુ ગોસ્વામીની ત્યાંના સ્થાનિક લોકો નજીવી બાબતે માથાકૂટ થાય છે. માર્ગો પર પાલતુ શ્વાનની કુદરતી હાજતને લઈને સ્થાનિકો સાથે બબાલ થાય છે. લોકો પોતાના પાલતુ શ્વાનને સવારે કુદરતી હાજતે લઈ જાય છે. દરમ્યાન શ્વાને પાણીના પ્લાન્ટ પાસે હાજત ગંદકી થતી હોવાથી ટકોર કરવામાં આવી. ગંદકી સાફ કરવાનું કહેવા જતા લોકો અને નેતા વચ્ચે મારામારી થઈ. અને આ મારામારીમાં કેટલાક લોકો દ્વારા તલવારના ઘા ઝીંકી દેવાતા ચારને ગંભીર ઇજા પંહોચી.

ભાજપ યુવા મોરચા નેતા જીતુ ગોસ્વામી પર કેટલાક શખ્સ દ્વારા લાકડી વડે હુમલો કરાયો. હુમલામાં બે મહિલા સહિત ચાર ઘાયલ થયાની માહિતી સામે આવી.આ ઘટનામાં 5 હુમલાખોરોએ આતંક મચાવ્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો.નેતા અને સ્થાનિકો વચ્ચે થયેલ મારામારીના લાઈવ વીડિયો વાયરલ થયો. હુમલાના CCTV સામે આવ્યા છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વીડિયોમાં દેખાય છે કે નેતા અને સ્થાનિકો વચ્ચે ભયંકર બબાલ થતાં કેટલાક લોકો વચ્ચે પડ્યા છતાં પણ અસમાજિક તત્ત્વો લાઠી લઈ મારામારી કરી રહ્યા છે.