Suratમા મોહન ભાગવતે કહ્યું, અમે માર ખાતા નથી, ખાવા પણ નથી દેતા

RSSના વડા મોહન ભાગવત સુરતની મુલાકાતે છે ત્યારે જૈન મુનિઓ અને સ્વામિનારાયણ સંતો સાથે તેમણે મુલાકાત કરી છે,વેસુમાં જૈન સમાજના કાર્યક્રમમાં તેઓ હાજર રહ્યાં અને તેમણે અલગ-અલગ મુદ્દે નિવેદન આપ્યા છે.વેસુ વિસ્તારમાં ચતુર્માસ માટે આવેલા આચાર્ય જૈન મુનિ મહાશ્રમણજી સાથે એક કલાક સુધી વ્યક્તિગત મુલાકાત કરી. ત્યારબાદ જાહેર કાર્યક્રમમાં તેમની સાથે ઉપસ્થિત રહેશે. ત્યાં તેઓ પર્યાવરણ ગોષ્ટિ માટે હાજરી આપશે, જેમાં પર્યાવરણ સાથે જોડાયેલી સંસ્થાના વ્યક્તિઓ તેમજ આમંત્રિત વ્યક્તિઓ સાથે સંવાદ કરશે. મનુષ્યને એકલો બંધ રખાય તો તે પાગલ બની જાય : મોહન ભાગવત સુરતમાં જૈન સમાજના કાર્યક્રમમાં મોહન ભાગવતે કહ્યું કે,મનુષ્ય હસતા હસતા મરી શકે છે પણ પણ મનુષ્ય એકલો નથી રહી શકતો,સમૂહની અંદર કેવી રીતે રહેવું તે શીખવું જરૂરી તેમજ સમાજમાં એક થઈને રહેવા માટે રાષ્ટ્રીય ચારિત્ર્ય જરૂરી છે.દુનિયાને શીખવવા માટે એક સાત્વિક શક્તિ છે, આ શક્તિ રાષ્ટ્રીય ચરિત્રના કારણે આવે છે. ભારત વર્ષ દુનિયામાં હંમેશાં શક્તિ ઉત્પન્ન કરાવે છે.અમારા પૂર્વજોએ અમારી સમક્ષ આદર્શ મૂક્યો છે : મોહન ભાગવતજૈન સમાજના આ કાર્યક્રમમાં વધુમાં મોહન ભાગવતે કહ્યું કે,અમે માર ખાતા નથી અને ખાવા પણ નથી દેતા,સત્તા,ભૌતિક બળ,શરીર બલ ,સંગઠન, ધનના બળનો ઉપયોગ કરી આ બ્રહ્મચર્યનો માર્ગ ના અપનાવે તે માટેના પ્રયત્ન કરતા હોય છે.આ બધું દુનિયાને શીખવવાનું હોય છે, તેના માટે એક સાધવી શક્તિ છે જે શક્તિ રાષ્ટ્રીય ચરિત્ર ના કારણે આવે છે.અમારી જોડે યુદ્ધ કરવાવાળાઓને પણ અમે સંકટના સમયે મદદ કરીએ છીએ.પાકિસ્તાને કારગિલ સમયે આક્રમણ કર્યું,ઇચ્છતે તો પુરા દેશ પર ભારત આક્રમણ કરી શકતું હતું પરંતુ અમારી સેનાને ઓર્ડર હતો કે બોર્ડર ક્રોસ નથી કરવાની,જ્યાં ગરબડ કરવાના હતા ત્યાં જ એટેક કરવામાં આવ્યો. સાંજે સ્વામિનારાયણના સંતો સાથે કરશે મુલાકાત મોહન ભાગવત બે દિવસ સુરતના પ્રવાસે છે ત્યારે સાંજે સ્વામિનારાયણના સંતો સાથે મુલાકાત કરશે.સંતો દ્વારા વડતાલ ખાતે સ્વામિનારાયણ મંદિરના 200 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે તે પ્રસંગે ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. આ કાર્યક્રમમાં મોહન ભાગવતજીને આમંત્રણ પાઠવવામાં આવશે. ત્યારબાદ તેઓ સુરતથી પ્રસ્થાન કરશે.

Suratમા મોહન ભાગવતે કહ્યું, અમે માર ખાતા નથી, ખાવા પણ નથી દેતા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

RSSના વડા મોહન ભાગવત સુરતની મુલાકાતે છે ત્યારે જૈન મુનિઓ અને સ્વામિનારાયણ સંતો સાથે તેમણે મુલાકાત કરી છે,વેસુમાં જૈન સમાજના કાર્યક્રમમાં તેઓ હાજર રહ્યાં અને તેમણે અલગ-અલગ મુદ્દે નિવેદન આપ્યા છે.વેસુ વિસ્તારમાં ચતુર્માસ માટે આવેલા આચાર્ય જૈન મુનિ મહાશ્રમણજી સાથે એક કલાક સુધી વ્યક્તિગત મુલાકાત કરી. ત્યારબાદ જાહેર કાર્યક્રમમાં તેમની સાથે ઉપસ્થિત રહેશે. ત્યાં તેઓ પર્યાવરણ ગોષ્ટિ માટે હાજરી આપશે, જેમાં પર્યાવરણ સાથે જોડાયેલી સંસ્થાના વ્યક્તિઓ તેમજ આમંત્રિત વ્યક્તિઓ સાથે સંવાદ કરશે.

મનુષ્યને એકલો બંધ રખાય તો તે પાગલ બની જાય : મોહન ભાગવત

સુરતમાં જૈન સમાજના કાર્યક્રમમાં મોહન ભાગવતે કહ્યું કે,મનુષ્ય હસતા હસતા મરી શકે છે પણ પણ મનુષ્ય એકલો નથી રહી શકતો,સમૂહની અંદર કેવી રીતે રહેવું તે શીખવું જરૂરી તેમજ સમાજમાં એક થઈને રહેવા માટે રાષ્ટ્રીય ચારિત્ર્ય જરૂરી છે.દુનિયાને શીખવવા માટે એક સાત્વિક શક્તિ છે, આ શક્તિ રાષ્ટ્રીય ચરિત્રના કારણે આવે છે. ભારત વર્ષ દુનિયામાં હંમેશાં શક્તિ ઉત્પન્ન કરાવે છે.


અમારા પૂર્વજોએ અમારી સમક્ષ આદર્શ મૂક્યો છે : મોહન ભાગવત

જૈન સમાજના આ કાર્યક્રમમાં વધુમાં મોહન ભાગવતે કહ્યું કે,અમે માર ખાતા નથી અને ખાવા પણ નથી દેતા,સત્તા,ભૌતિક બળ,શરીર બલ ,સંગઠન, ધનના બળનો ઉપયોગ કરી આ બ્રહ્મચર્યનો માર્ગ ના અપનાવે તે માટેના પ્રયત્ન કરતા હોય છે.આ બધું દુનિયાને શીખવવાનું હોય છે, તેના માટે એક સાધવી શક્તિ છે જે શક્તિ રાષ્ટ્રીય ચરિત્ર ના કારણે આવે છે.અમારી જોડે યુદ્ધ કરવાવાળાઓને પણ અમે સંકટના સમયે મદદ કરીએ છીએ.પાકિસ્તાને કારગિલ સમયે આક્રમણ કર્યું,ઇચ્છતે તો પુરા દેશ પર ભારત આક્રમણ કરી શકતું હતું પરંતુ અમારી સેનાને ઓર્ડર હતો કે બોર્ડર ક્રોસ નથી કરવાની,જ્યાં ગરબડ કરવાના હતા ત્યાં જ એટેક કરવામાં આવ્યો.

સાંજે સ્વામિનારાયણના સંતો સાથે કરશે મુલાકાત

મોહન ભાગવત બે દિવસ સુરતના પ્રવાસે છે ત્યારે સાંજે સ્વામિનારાયણના સંતો સાથે મુલાકાત કરશે.સંતો દ્વારા વડતાલ ખાતે સ્વામિનારાયણ મંદિરના 200 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે તે પ્રસંગે ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. આ કાર્યક્રમમાં મોહન ભાગવતજીને આમંત્રણ પાઠવવામાં આવશે. ત્યારબાદ તેઓ સુરતથી પ્રસ્થાન કરશે.