Suratની સોસાયટીમાં ચડ્ડી ગેંગના આંટાફેરા, સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ચોરી કરતી ગેંગનો આતંક ખૂબ જ વધારે જોવા મળે છે. તેમાં પણ ખાસ કરીને ચડ્ડી ગેંગનો આતંક વધ્યો છે.ચોરો ચડ્ડી અને બનિયાનમાં આવીને ચોરીની ઘટનાને અંજામ આપે છે. તાળાબંધ ઘરને નિશાનો બનાવતા હોય છે. જે બાદ ચડ્ડી ગેંગના ચોરો ઘરમાં કિમતી સામાન પર હાથફેરો કરીને નાસી જાય છે. ત્યારે સુરતના ડુમસ વિસ્તારમાં ચડ્ડી ગેંગનો આંતક સામે આવ્યો છે.
સુરતમાં ચડ્ડી ગેંગના આંટાફેરા
સુરતના ડુમસમાં ચડ્ડી ગેંગનો આતંક સામે આવ્યો હતો. ડુમસના બ્રાહ્મણ ફળિયામાં ચડ્ડી ગેંગના આંટાફેરા જોવા મળ્યા હતા.ચોરી કરવાના ઈરાદે આવેલા ચોરોએ વિસ્તારમાં આંટાફેરા મારીને બંધ મકાનોની રેકી કરતા હોવાનું સામે આવ્યું હતું. ચોરો સોસાયટીમાં રાત્રિના સમયે ફરી રહ્યા હતા. જેના લીધે લોકો ભયમાં મૂકાઈ ગયા હતા. જે અંગે તેઓએ તાત્કાલિક ડુમસ પોલીસને જાણ કરી હતી.
CCTVના આધારે પોલીસ તપાસ
સુરતના ડુમસ વિસ્તારમાં ચડ્ડી ગેંગના આંટાફેરાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ચડ્ડી ગેંગના સભ્યો સોસાયટીમાં આંટાફેરા મારતા હોય જે સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. તો ડુમસ પોલીસે સીસીટીવીના ફૂટેજ ચકાસ્યા હતા.તેમજ ડુમસ પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી હતી. જોકે, લોકોમાં ચડ્ડી ગેંગને લઈને ડર જોવા મળ્યો હતો.તો અગાઉ પણ રાજકોટના ગોંડલમાં ચડ્ડી ગેંગનો આતંક સામે આવ્યો હતો. જે ચોરોએ 1 મહિનામાં 15 જેટલી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.
What's Your Reaction?






