Suratના સલાબતપુરામાં ‘સંસ્કારી ચોર’નો અનોખો કિસ્સો, પહેલા ચોરી કરી બાદમાં CCTV સામે હાથ જોડીને માંગી માફી!
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતના આર્થિક પાટનગર ગણાતા સુરત શહેરમાંથી ચોરીની એક એવી અજીબ અને રમુજી ઘટના સામે આવી છે, જે જોઈને પોલીસ પણ માથું ખંજવાળવા મજબૂર થઈ ગઈ છે. સામાન્ય રીતે ચોર ચોરી કર્યા પછી પોલીસના ડરથી ભાગતો ફરતો હોય છે, પરંતુ સુરતના સલાબતપુરા વિસ્તારમાં એક ‘સંસ્કારી મહિલા ચોર’ જોવા મળી છે. આ અજ્ઞાત મહિલાએ પહેલાં તો રાતોરાત એક કિંમતી સાઇકલની ચોરી કરી લીધી, પરંતુ બીજા જ દિવસે તેનો આત્મા જાગી જતાં તે સાઇકલ પરત મૂકી ગઈ હતી. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ છે.
પહેલાં સાઇકલ ચોરી, પછી પાછો કર્યો પસ્તાવો
સુરતના સલાબતપુરા વિસ્તારની એક સોસાયટીમાંથી એક મહિલા અચાનક ત્યાં પાર્ક કરેલી સાઇકલ ચોરી કરીને ક્યાંક લઈ ગઈ હતી. સાઇકલ માલિકે જ્યારે તપાસ કરી ત્યારે સાઇકલ ગાયબ જણાતા તેઓ આશ્ચર્યમાં મૂકાયા હતા. જો કે, આ વાર્તામાં અસલી વળાંક બીજા દિવસે આવ્યો. બરાબર ચોરીના 24 કલાક બાદ, બીજા દિવસે તે જ સમયે એ જ મહિલા ચોરી કરેલી સાઇકલ સાથે સોસાયટીમાં પાછી આવી હતી અને જ્યાંથી સાઇકલ લીધી હતી ત્યાં જ બિલકુલ સહી-સલામત રીતે પરત મૂકી દીધી હતી.
વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
મહિલા માત્ર સાઇકલ પાછી મૂકીને જ નહોતી અટકી, તેને કદાચ ભાન થઈ ગયું હતું કે તેની આ હરકત સીસીટીવીમાં કેદ થઈ ચૂકી છે. તેથી સાઇકલ સ્ટેન્ડ પર મૂક્યા બાદ મહિલાએ દિવાલ પર લાગેલા સીસીટીવી કેમેરા તરફ મોઢું કર્યું અને કેમેરાની બિલકુલ સામે ઊભા રહીને બંને હાથ જોડી, કાન પકડીને પોતાની ભૂલની માફી માંગી હતી. પોતાની ભૂલ સ્વીકારતી મહિલાની આ અનોખી સ્ટાઈલનો સીસીટીવી વીડિયો હાલ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. લોકો આ વીડિયો પર રમુજી કમેન્ટ્સ કરી રહ્યા છે અને આ ચોરને 'ડિજિટલ યુગનો પ્રમાણિક ચોર' ગણાવી રહ્યા છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

