Suratના વરાછામાં લોકઅપ તોડી આરોપી ફરાર થતા ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતના વરાછામાં વાહન ચોરીના ગુનાનો આરોપી રવિ પ્રજાપતિ ફરાર થતા ક્રાઈમ બ્રાન્ચે તેને ઝડપ્યો હતો, વરાછા પોલીસ મથકનું લોકઅપ તોડીને આરોપી ફરાર થયો હતો તો બીજી તરફ બેદરકારી દાખવનાર પોલીસ સામે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
આરોપી વિરુદ્ધ 13 ગુના નોંધાયા છે
ગરમીને કારણે મુખ્ય લોકઅપની બહાર પેટા લોકઅપની લોબીમાં સુવડાવેલાં 11 આરોપીઓ પૈકી પાતળો બાંધો ધરાવતો રીઢો ચોર સળીયાના ગેપમાંથી નીકળી ભાગી છૂટયો હતો. ભાગી છૂટેલો આરોપી રવિ બાબુલાલ પ્રજાપતિ (ઉ.વ. ૨૪) રીઢો વાહન ચોર અને ઘરફોડ ચોર હતો. તેને ક્રાઈમ બ્રાન્ચે ગત 26મીએ દબોચ્યો હતો. તેના બે સાગરિતો મોનારામ અને અંકુશ સાથે મળીને કરતો અને બાદમાં ચોરીના વાહન પર ઘરફોડ તથા મોબાઇલ ફોન ચોરી કરવા નીકળતો. તેની વિરૂદ્ધ ૧૩ ગુના નોંધાયા છે.
11 આરોપી લોકઅપમાં હતા
મોનારામ અને અંકુશ તો પાંચ મહિના પહેલાં ઝડપાઈ ગયા હતા. ત્રણ દિવસ પહેલાં ક્રાઈમ બ્રાન્ચે તેને દબોચી વરાછા પોલીસને સોંપ્યો હતો. વરાછા પોલીસે તેનો કબજો મેળવી બીજા ૧૧ આરોપીઓ સાથે લોકઅપમાં રાખ્યો હતો. લોકઅપમાં ગરમી વધુ હોઈ આ આરોપીઓને લોકઅપની બહાર લોબીમાં સુવડાવ્યો હતો, પણ બહારથી સળીયાવાળું તાળું મારેલું હતું. સવારે આઠ વાગ્યે નવી શિફ્ટનાં હેડ કોન્સ્ટેબલે લોબીમાં ૧૦ આરોપી હોવાનું જણાવતાં પી.એસ. ઓ. તરીકે રહેલી મહિલા એ.એસ. આઈ. ચંદાબેન સુનિલભાઈ ચોંકી હતી. રાત્રે ૧૧ આરોપી હતા તેમાંથી એક કઈ રીતે ઓછો થઈ ગયો.
સળીયાના ગેપમાંથી આરોપી બહાર આવ્યો હતો
સીસીટીવી ચેક કરતાં ભાગી છૂટેલો આરોપી સવારે સાડા છ વાગ્યાના અરસામાં લોબીના દ૨વાજાના સળીયાના ગેપમાંથી સિફ્તપૂર્વક બહાર નીકળી ભાગતો જણાઇ આવ્યો હતો. જૂના દરવાજાને કારણે તેના સળિયા પણ પહોળા થઈ ગયા હોઈ પાતળા બાંધાના આરોપી રવિ પ્રજપતિએ તેનો ગેરફાયદો ઉઠાવ્યો હતો. હાલ પોલીસે આરોપી વિરૂદ્ધ ગુનો નોંધવાની સાથે પોલીસની બેદરકારીને લઈને પણ ઉચ્ચ ઈન્કવાયરી સોંપવામાં આવી છે.
What's Your Reaction?






