Suratના કામરેજમાં નકલી ઘી બનાવતી ફેક્ટરી પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનો દરોડો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ધોરણ પારડી વિસ્તારમાં આવેલી હિંદવા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટના એક ગોડાઉનમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને જિલ્લા LCB (લોકલ ક્રાઈમ બ્રાંચ) દ્વારા સંયુક્ત દરોડો પાડવામાં આવ્યો છે. LCB પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. શંકા ન જાય તે માટે આરોપી ગોડાઉનને બહારથી લોક કરી દેતો હતો અને અંદર ગેરકાયદેસર રીતે નકલી ઘી બનાવવાનો ગોરખધંધા ચલાવતો હતો. પોલીસ અને ફૂડ વિભાગની ટીમે સરપ્રાઈઝ ચેકિંગ કરીને આ સમગ્ર કારસાનો પર્દાફાશ કર્યો છે.
લાખોનું શંકાસ્પદ ઘી અને ભેળસેળનું ઓઈલ જપ્ત
પોલીસ અને ફૂડ વિભાગની તપાસ દરમિયાન અંકિત રાકેશ મોદી નામનો ઈસમ આ ગેરકાયદેસર કારખાનું ચલાવતો હોવાનું બહાર આવ્યું છે. દરોડા દરમિયાન ગોડાઉનમાંથી અલગ-અલગ સાઈઝ જેવાં કે 35 ml, 100 ml, 200 ml, 500 ml અને 1 લીટરના જારમાં પેકિંગ કરેલો કૂલ 5,157 લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો હતો, જેની અંદાજિત કિંમત રૂ.26 લાખથી વધુ થાય છે. આ ઉપરાંત, ભેળસેળ માટે વપરાતું રૂ.3.63 લાખની કિંમતનું 1,485 કિલો પામોલીન ઓઈલ તેમજ 285 કિલો સોયાબીન ઓઈલ પણ જપ્ત કરવામાં આવ્યું છે.
લાયસન્સ વગરના ચાલતું કારખાનું અને કાયદેસરની કાર્યવાહી
પ્રાથમિક તપાસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ ઈસમ પાસે જે સ્થળનું ફૂડ એન્ડ સેફ્ટી વિભાગનું લાયસન્સ હતું તે જગ્યાના બદલે અન્ય બિનઅધિકૃત સ્થળે આ કારખાનું ચલાવી રહ્યો હતો. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે શંકાસ્પદ ઘી અને તેલના તમામ સેમ્પલો લઈને પૃથ્થકરણ (લેબોરેટરી ટેસ્ટિંગ) અર્થે મોકલી આપ્યા છે. પોલીસે કૂલ રૂ.30 લાખથી વધુનો મુદ્દામાલ સીઝ કરીને ગોડાઉનને સીલ કરી દીધું છે અને આરોપી અંકિત મોદી સામે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

