Surat : સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં સુરતને મોટો ઝટકો, નંબર-1થી પાંચમા ક્રમે
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB) દ્વારા સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2026ના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. એક સમયે દેશભરમાં સ્વચ્છ હવાના મામલે નંબર-1 રહેલું સુરત હવે ટોપ-3માંથી પણ બહાર થઈ ગયું છે. 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોની કેટેગરીમાં સુરતને 191 પોઇન્ટ સાથે પાંચમું સ્થાન મળ્યું છે.
લખનઉએ મારી બાજી, સુરત કેમ પાછળ રહ્યું?
સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2026માં ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉએ 198 પોઇન્ટ સાથે પ્રથમ સ્થાન મેળવ્યું છે. મધ્ય પ્રદેશનું ઇન્દોર 197 પોઇન્ટ સાથે બીજા અને જબલપુર 195 પોઇન્ટ સાથે ત્રીજા ક્રમે રહ્યું છે. ભોપાલ અને આગ્રા બંનેને 192 પોઇન્ટ મળતા તેઓ સંયુક્ત રીતે ચોથા સ્થાને રહ્યા છે. જ્યારે સુરત 191 પોઇન્ટ સાથે પાંચમા ક્રમે પહોંચ્યું છે.
2024ના નંબર-1 સુરતનું રેન્કિંગ કેવી રીતે બદલાયું?
2023માં સુરત સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં 13મા ક્રમે હતું. ત્યારબાદ 2024માં મોટી છલાંગ લગાવીને સુરતે 200માંથી 194 પોઇન્ટ મેળવી દેશભરમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. પરંતુ 2025માં સુરત 196 પોઇન્ટ સાથે ત્રીજા ક્રમે પહોંચ્યું હતું. હવે 2026માં સુરતના 191 પોઇન્ટ થયા છે અને શહેર વધુ બે સ્થાન નીચે સરકીને પાંચમા ક્રમે પહોંચી ગયું છે.
લખનઉની 15મા ક્રમથી સીધી નંબર-1 સુધીની છલાંગ
આ વખતના સર્વેક્ષણમાં સૌથી મોટો ફેરફાર લખનઉના પ્રદર્શનમાં જોવા મળ્યો છે. 2025માં 15મા સ્થાને રહેલું લખનઉ 2026માં 198 પોઇન્ટ સાથે સીધું પ્રથમ સ્થાને પહોંચી ગયું છે. ઇન્દોર બીજા અને જબલપુર ત્રીજા સ્થાને રહ્યા છે. બીજી તરફ રાયપુરને 189 પોઇન્ટ સાથે છઠ્ઠું સ્થાન મળ્યું છે.દિલ્હી અને મુંબઈ ક્યાં પહોંચ્યા?
દેશની રાજધાની દિલ્હીને 172 પોઇન્ટ સાથે 21મું સ્થાન મળ્યું છે. જ્યારે મુંબઈને 160 પોઇન્ટ સાથે 28મો ક્રમ મળ્યો છે. દુર્ગ-ભિલાઈ 175.3 પોઇન્ટ સાથે 17મા ક્રમે રહ્યું છે.માત્ર AQI નહીં, અનેક માપદંડો પર થાય છે સર્વે
સ્વચ્છ વાયુ સર્વેક્ષણનું રેન્કિંગ માત્ર એક દિવસના AQI અથવા હવાની ગુણવત્તાના આંકડા પર આધારિત નથી. શહેરો દ્વારા પ્રદૂષણ ઘટાડવા માટે કરવામાં આવેલા વિવિધ પ્રયાસોનું મૂલ્યાંકન કરવામાં આવે છે.રોડ ડસ્ટથી PM10 સુધીની થાય છે તપાસ
સર્વેક્ષણમાં રોડ ડસ્ટ, કચરો અને બાયોમાસ સળગાવવાથી થતા ઉત્સર્જન, બાંધકામ અને ડિમોલિશન વેસ્ટ, વાહનોના ઉત્સર્જન, ઔદ્યોગિક પ્રદૂષણ, અન્ય ઉત્સર્જન, જનજાગૃતિ અને PM10માં થયેલા સુધારા જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે.વિવિધ માપદંડોના મૂલ્યાંકનના આધારે આ રેન્કિંગ જાહેર
એટલે સુરતનું પાંચમું સ્થાન માત્ર એક દિવસની હવાની ગુણવત્તાનો આંકડો નથી. શહેરમાં સ્વચ્છ હવા માટે કરવામાં આવેલા પ્રયાસો અને વિવિધ માપદંડોના મૂલ્યાંકનના આધારે આ રેન્કિંગ જાહેર કરવામાં આવ્યું છે.હવે સુરત ફરી નંબર-1 બની શકશે?
2024માં દેશભરમાં પ્રથમ સ્થાન મેળવનાર સુરત હવે 2026માં પાંચમા ક્રમે પહોંચી ગયું છે. સતત ઘટતી રેન્કિંગ બાદ હવે સવાલ એ છે કે સુરત સ્વચ્છ હવા માટેના પ્રયાસોમાં ફરી ઝડપ લાવી પોતાની નંબર-1ની સ્થિતિ પાછી મેળવી શકશે કે નહીં
આ પણ વાંચો : Sandesh Digital Explainer: ગુજરાતમાં એક વર્ષમાં 1,999 મોત, પાણીમાં એવું શું છે જે લોકોને ખેંચી રહ્યું છે મોત તરફ?
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

