Surat: સુરતમાં હથિયાર સાથે યુવકોએ બનાવી રિલ્સ, પોલીસે 4 શખ્સોને ઝડપી પાડ્યા
સોશિયલ મીડિયામાં રાતોરાત ફેમસ થવા માટે કેટલાક લોકો રિલ્સ બનાવતા હોય છે અને ન કરવાનું કરી બેસતા હોય છે. તેવામાં સુરતમાં હથિયાર સાથે યુવકોએ મોઢાના ભાગે ચપ્પુ રાખી રિલ્સ બનાવી હતી. પોલીસે વીડિયોના આધારે 4 શખ્સોને ઝડપી પાડ્યા છે.સોશિયલ મીડિયાના રિલ્સ બનાવવા માટે હથિયારો રાખતા શખ્સો આખરે પોલીસના સકંજામાં આવી ગયા છે. સુરતના યુવાનોમાં રિલનો ક્રેઝ દિવસેને દિવસે વધી રહ્યો છે. સસ્તી પ્રસિદ્ધિ માટે અવાર નવાર યુવાધન ન કરવાનું કરી બેસીને પોલીસના અરસામાં આવતા હોવાની અનેક ઘટનાઓ બને છે. તેવામાં એક યુવાને મોઢાના ભાગે ચપ્પુ રાખીને રાવડી વીડિયો બનાવ્યો હતો. ઉતરાણ પોલીસે વાયરલ વીડિયો બાબતે તપાસ કરતા ચાર આરોપીને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી 6 જેટલા રેમ્બો છરા કબજે કરવામાં આવ્યા છે. યસ કંઠવાડિયા, મેહુલ ફળદુ ,રોશન કસવાલા અને કાર્તિક ચૌહાણની ધરપકડ કરી છે. યશ કંઠવાડિયા અને કાર્તિક ચૌહાણ ઇતિહાસ ગુનાહિત ધરાવે છે.બારડોલી પોલીસ સ્ટેશન અને સુરતના સરથાણા પોલીસ મથકમાં આ શખ્સો સામે ગુના દાખલ છે. ઉતરાણ પોલીસે ચારે આરોપીની ધરપકડ કરી રેમ્બો છરા કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સોશિયલ મીડિયામાં રાતોરાત ફેમસ થવા માટે કેટલાક લોકો રિલ્સ બનાવતા હોય છે અને ન કરવાનું કરી બેસતા હોય છે. તેવામાં સુરતમાં હથિયાર સાથે યુવકોએ મોઢાના ભાગે ચપ્પુ રાખી રિલ્સ બનાવી હતી. પોલીસે વીડિયોના આધારે 4 શખ્સોને ઝડપી પાડ્યા છે.
સોશિયલ મીડિયાના રિલ્સ બનાવવા માટે હથિયારો રાખતા શખ્સો આખરે પોલીસના સકંજામાં આવી ગયા છે. સુરતના યુવાનોમાં રિલનો ક્રેઝ દિવસેને દિવસે વધી રહ્યો છે. સસ્તી પ્રસિદ્ધિ માટે અવાર નવાર યુવાધન ન કરવાનું કરી બેસીને પોલીસના અરસામાં આવતા હોવાની અનેક ઘટનાઓ બને છે. તેવામાં એક યુવાને મોઢાના ભાગે ચપ્પુ રાખીને રાવડી વીડિયો બનાવ્યો હતો. ઉતરાણ પોલીસે વાયરલ વીડિયો બાબતે તપાસ કરતા ચાર આરોપીને ઝડપી પાડ્યા છે.
આરોપીઓ પાસેથી 6 જેટલા રેમ્બો છરા કબજે કરવામાં આવ્યા છે. યસ કંઠવાડિયા, મેહુલ ફળદુ ,રોશન કસવાલા અને કાર્તિક ચૌહાણની ધરપકડ કરી છે. યશ કંઠવાડિયા અને કાર્તિક ચૌહાણ ઇતિહાસ ગુનાહિત ધરાવે છે.બારડોલી પોલીસ સ્ટેશન અને સુરતના સરથાણા પોલીસ મથકમાં આ શખ્સો સામે ગુના દાખલ છે. ઉતરાણ પોલીસે ચારે આરોપીની ધરપકડ કરી રેમ્બો છરા કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.