Surat : સિવિલ હોસ્પિટલની ચોમાસામાં ખરાબ હાલત, દર્દીઓ અને સ્ટાફને હાલાકી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરત શહેરની સિવિલ હોસ્પિટલની ચોમાસામાં ખરાબ હાલત થઇ ગઇ છે અને સિવીલ હોસ્પિટલ કેમ્પસમાં પાણી ભરાતા દર્દીઓ અને સ્ટાફને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
નર્સિંગ કોલેજ બહાર પાણી જ પાણી
સુરતની સિવિલ હોસ્પિટલમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ જતા હાલાકી પડી રહી છે. ખાસ કરીને કેન્સર હોસ્પિટલની બહાર તથા નર્સિંગ કોલેજ બહાર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. પાણી ભરાતા દર્દી અને નર્સિંગ સ્ટાફ ને ભારી હાલાકી પડી રહી છે
સિવિલ હોસ્પિટલમાં દર વર્ષે પાણી ભરાવા ની સમસ્યા
ઉલ્લેખનિય છે કે સિવિલ હોસ્પિટલમાં દર વર્ષે પાણી ભરાવાની સમસ્યા છે છતાં તંત્ર દ્વારા કોઇ પગલાં લેવામાં આવતા નથી. પાણીનો ઝડપથી નિકાલ થાય તેવી વ્યવસ્થા ગોઠવાય તે અત્યંત જરુરી છે કારણ કે દર્દીઓ તથા મુલાકાતીઓની સાથે હોસ્પિટલના સ્ટાફને પણ તકલીફ સહન કરવી પડે છે.
તકલીફ ના પડે તેની તકેદારી પણ તંત્રએ રાખવી જરુરી
ઉલ્લેખનિય છે કે ચોમાસામાં નાગરિકો જ્યારે સારવાર લેવા હોસ્પિટલમાં આવે ત્યારે તેમને ખુબ જ તકલીફ પડે છે. ચોમાસામાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો રહે છે અને સામાન્ય અને મધ્યમ વર્ગ માટે સિવીલ હોસ્પિટલ જ મુખ્ય આધાર હોય છે ત્યારે લોકોને અવર જવરમાં તકલીફ ના પડે તેની તકેદારી પણ તંત્રએ રાખવી જરુરી છે.
What's Your Reaction?






