Surat : સાળી સાથે લગ્ન કરવા માંગતા બનેવીએ જ સગા સાળા અને સાળીની ચાકૂના ઘા ઝીંકી કરી હત્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતના ઉધના વિસ્તારમાં આવેલ પટેલ નગરમાં બનેવીએ પોતાના જ સાળા અને સાળીની હત્યા કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. બનાવની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો.
આરોપી સંદીપ ગૌડ પોતાની સાળી જોડે લગ્ન કરવા માંગતો હતો
પોલીસ તપાસ દરમિયાન હત્યા પાછળનું કારણ આરોપી સંદીપ ગૌડ પોતાની સાળી જોડે લગ્ન કરવા માંગતો હતો. જે વાતને લઈ ઘરમાં થયો ઝઘડો થયો હતો અને અંતે થઈ હત્યા થઈ હતી. આ બનાવમાં સાસુને પણ ઇજા પહોંચી હતી તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે ઉધના પોલીસે આરોપી સંદીપ ગોડની ઉધના રેલવે સ્ટેશનથી ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મૃતકના ડિસેમ્બરમાં લગ્ન હતા
શહેરના ઉધના વિસ્તારમાં આવેલ પટેલનગરમાં બુધવારે મોડી રાત્રે બનેવીએ પત્નીના ભાઈ અને તેની નાની બહેનની ક્રૂરતાપૂર્વક હત્યા કરી હતી. સગા બનેવીએ જ સાળા અને સાળીની ઘાતકી હત્યા કરી હોવાની વાતે આતંક સાથે આઘાતનો માહોલ જોવા મળ્યો હતો. ઉત્તર પ્રદેશનાં પ્રયાગરાજથી નિશ્ચય તેની બહેન મમતા અને માતા સાથે લગ્નની ખરીદી માટે સુરત આવ્યો હતો. ડિસેમ્બરમાં આ યુવકનાં લગ્ન હતા, પરંતુ જેના લગ્ન હતા તે અને તેની નાની બહેનની સગા બનેવી એ જ હવસની આગમાં હત્યા કરી નાંખતાં પરિવારમાં મોતનું માતમ છવાઇ ગયું હતું. સંદિપે સાળી મમતા સાથે લગ્ન કરવા માંગતો હોવાનું જણાવી છેડતી કરી
પોલીસ તપાસમાં આરોપી સંદિપ ઘનશ્યામ ગૌડ પરિવાર સાથે ઉધના પટેલ નગરમાં રહે છે. ત્યાંજ થોડા દિવસ પહેલા આરોપીની સાસુ શકુંતલાબેન, સાળો નિશ્ચય અશોક કશ્યપ અને સાળી મમતા સાથે સુરત આવ્યા હતા. મોડી રાત્રે સંદિપ બેશર્મ બન્યો હતો અને મમતા સાથે લગ્ન કરવા માંગતો હોવાનું જણાવી તેની છેડતી કરતાં મામલો ઉગ્ર બન્યો હતો. મોટી બહેન સાથે લગ્ન થયા હતા છતાં નિર્લજ્જતા સાથે તેની જ નાની બહેન સાથે લગ્ન કરવાની વાત કરતાં બનેવીને ઠપકો આપવા જતાં સંદિપે ચપ્પુ કાઢ્યું હતું અને નિશ્ચયનાં પેટમાં ઉપરા છાપરી ચારેક ઘા ઝીંકી દીધા હતા. ભાઈને બચાવવા નાની બહેન મમતા વચ્ચે પડી
ભાઈને બચાવવા નાની બહેન મમતા વચ્ચે પડતાં તેની ઉપર પણ સંદિપ હેવાન બની તૂટી પડતાં બંને ભાઈ-બહેન ત્યાં જ ફસડાઈ પડયા હતા. ભાગી રહેલાં સંદિપને પકડવાની કોશિશમાં શકુંતલાબેનને પણ ચપ્પુ હુલાવી દીધું હતું. ત્રણને ચપ્પુ માર્યાની ઘટનાની પગલે પરિવારમાં હોબાળો મચી ગયો હતો. હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ ભાઇ-બહેનનું પ્રાણ પંખેરું ઉડી ગયું
ઉતાવળે સ્થાનિકોએ એમ્બ્યુલન્સ મારફત ત્રણેયને હોસ્પિટલમાં મોકલ્યા હતા, પરંતુ નિશ્ચય અને તેની બહેન મમતાને પેટમાં એટલી ઉંડાઇથી ઘા મારવામાં આવ્યા હતા કે હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ ભાઇ-બહેનનું પ્રાણ પંખેરું ઉડી ગયાનું તબીબે જણાવતાં પરિજનોએ ત્યાં જ માતમ શરૂ કરી દીધો હતો. ત્યારે જ બીજી બાજુ ઉધના પોલીસે ગણતરીના કલાકોમાં જ મોડી રાત્રે ઉધના રેલવે સ્ટેશનથી આરોપી સંદીપને ઝડપી પાડયો હતો.
What's Your Reaction?






