Surat: શેરબજારમાં રોકાણની ટિપ્સ આપી છેતરપિંડી આચરનારા વધુ 2 આરોપીની ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરત સાયબર સેલ દ્વારા 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, બંને આરોપીઓ શેરબજારમાં ઓનલાઈન ટિપ્સ આપી લોકોની સાથે છેતરપિંડી કરતા હતા અને સાયબર ફ્રોડના રૂપિયા જે એકાઉન્ટમાં જમા થતા હતા, તે એકાઉન્ટ કમિશનથી ભાડે આપતા હોવામાં આ બંને આરોપીની સંડોવણી ખુલ્લી હતી. જેના આધારે સુરત શહેર સાયબર ક્રાઈમે આ બે આરોપીની ધરપકડ કરી છે, અગાઉ આ કેસમાં ચાર આરોપીની ધરપકડ થઈ ચૂકી છે.
ટોળકીએ જુદા જુદા 2 કેસમાં લાખો રૂપિયાની છેતરપિંડી કરી
સુરત સાયબર સેલ દ્વારા બે આરોપી નામે પવન દ્વારકાદાસ ગુપ્તા અને વિનય કુમાર અનિલ વિશ્વકર્માની ધરપકડ કરી છે, જેમાં પવન ગુપ્તા હાલ ડીંડોલી ખાતે રહે છે, જ્યારે વિનય વિશ્વકર્મા હાલ ભીમરાડ કેનાલ રોડ અલથાણ વિસ્તારમાં રહે છે. સાયબર ક્રાઈમના એસીપી શ્વેતા ડેનિયલના જણાવ્યા અનુસાર શેર માર્કેટમાં ઈન્વેસ્ટમેન્ટ કરવાથી સારો નફો મળશે તેવી લલચામણી અને લોભામણી વાતો કરીને એક ટોળકીએ જુદા જુદા 2 કેસમાં લાખો રૂપિયાની છેતરપિંડી કરી હતી. જેમાં એક કેસમાં ફરિયાદી પાસે શેરબજારમાં ટ્રેડિંગના નામે કુલ રૂપિયા 15,03,283 અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા હતા અને તેની સાથે ચીટીંગ કરવામાં આવ્યું હતું.
7,50,000 જુદા જુદા બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવવામાં આવ્યા
તેવી જ રીતે બીજા એક કેસમાં ફરિયાદી પાસે રૂપિયા 7,50,000 જુદા જુદા બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા અને જે તેમને વિડ્રો કરવા દેવામાં આવ્યા ન હતા. આ બંને આરોપીઓની ભૂમિકા એ છે કે તેઓએ કેટલાક શખ્સો પાસેથી કમિશનથી તેમના બેન્ક એકાઉન્ટ મેળવ્યા હતા અને તેના આધારેએ બંને બેન્ક એકાઉન્ટ અન્ય વ્યક્તિઓને જેમાં મુંબઈના અમિત અને સલમાન નામની વ્યક્તિને ભાડેથી આપી દીધા હતા, જેમાં આ સાયબર ફ્રોડની રકમ જમા કરવામાં આવતી હતી. આ સમગ્ર ઘટનામાં અગાઉ સુરત સાયબર સેલે જીગ્નેશ ઉર્ફે જીગો જયંતીભાઈ આહલપરા, રાજ મનીષભાઈ ગાંધી, મીત નવીનભાઈ પુજારા, મહંમદ શોએબ શેખ એમ ચાર શખ્સની ધરપકડ કરી હતી. હવે વધુ બે શખ્સની ધરપકડ કરવામાં આવી છે.
What's Your Reaction?






