Surat: લગ્નવાંછુક યુવાનો ચેતજો, લૂંટેરી દુલ્હનનો કિસ્સો સામે આવ્યો
‘લૂંટેરી દુલ્હન’ અને દલાલ સહિત ત્રણ પકડાયા યુવાન સાથે લગ્નનું નાટક કરવામાં આવ્યું રુ.1.35 લાખ પડાવી લીધા બાદ લૂંટેરી દુલ્હન ફરાર સુરતમાં લૂંટેરી દુલ્હનનો કિસ્સો સામે આવ્યો છે. સરથાણાના યુવાનને લૂંટેરી દુલ્હનનો ભેટો થયો હતો. જેમાં લૂંટેરી દુલ્હન અને દલાલ સહિત ત્રણ પકડાયા છે. યુવાન સાથે લગ્નનું નાટક કરવામાં આવ્યું હતુ. જેમાં 2 મહિલા સહિત 3એ લગ્નના નામે રૂપિયા પડાવ્યા હતા. રુપિયા 1.35 લાખ પડાવી લીધા બાદ લૂંટેરી દુલ્હન ફરાર થઇ હતી. બે મહિલા સહીત ત્રણ જણાએ લગ્નના નામે રૂપિયા પડાવ્યા સરથાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બુટ, ચંપલની દુકાનમાં નોકરી કરતા વિપુલ લાભુ ડાયાણીને લૂંટેરી દુલ્હન મળી હતી. જેમાં દલાલ વિપુલ ડાબરિયા, જ્યોતિ મોરે મારફતે દુલ્હન સંજના મારનો ભેટો થઈ ગયો હતો. યુવાન સાથે લગ્નનું નાટક કરવામાં આવ્યું હતુ. તેમાં બે મહિલા સહીત ત્રણ જણાએ લગ્નના નામે રૂપિયા પડાવ્યા હતા. રૂ.1.35 લાખ પડાવી લીધા બાદ લૂંટેરી દુલ્હન રાતોરાત ઘર છોડીને ભાગી ગઈ હતી. જેમાં સરથાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી આરોપીઓને ઝડપી પાડ્યા છે. અગાઉ ભાવનગરમાં લૂંટેરી દુલ્હને હાથફેરો કર્યો અગાઉ ભાવનગરમાં લૂંટેરી દુલ્હને હાથફેરો કર્યો હતો. જેમાં રૂપિયા 65 હજારનો હાર લઈ લૂંટેરી દુલ્હન ફરાર થઇ હતી. મહુવાના કંટાસર ગામના યુવક સાથે આ ઘટના બની હતી. રૂપિયા 1 લાખ 41 હજાર ચુકવી યુવકે લગ્ન કર્યા હતા. જેમાં પાલઘરની શીલા નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા. તેમાં લગ્નના ત્રીજા દિવસે જ લૂંટેરી દુલ્હને હાથફેરો કર્યો હતો. જેમાં ઘરના કબાટમાંથી 65 હજારનો હાર લઈ રફુચક્કર થતા તુલસી બલર નામના યુવકે પોલીસ ફરિયાદ નોંધાવી છે. વલસાડની 4 મહિલા તથા સુરતના દંપતી સહિત 7 સામે ફરિયાદ કરવામાં આવી હતી. તેથી મહુવા પોલીસે આરોપીઓને ઝડપવાની કાર્યવાહી હાથ ધરી હતી. યુવકે લગ્ન માટે 1,41,000 રૂપિયાની રકમ ચૂકવીને મુંબઈ પાલઘરથી શીલા નામની યુવતી સાથે લગ્ન કરીને દુલ્હનને ભાવનગર કંટાસર ગામ ખાતે પરણીને લાવ્યો હતો. જેમાં લગ્નના ત્રીજા દિવસે યુવકને વિશ્વાસમાં લઈને કબાટમાંથી 65 હજાર રૂપિયાનો હાર ચોરી દુલ્હન ગાયબ થઈ હતી. તેથી તુલસી બલર નામના યુવકે મહુવા રૂલર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- ‘લૂંટેરી દુલ્હન’ અને દલાલ સહિત ત્રણ પકડાયા
- યુવાન સાથે લગ્નનું નાટક કરવામાં આવ્યું
- રુ.1.35 લાખ પડાવી લીધા બાદ લૂંટેરી દુલ્હન ફરાર
સુરતમાં લૂંટેરી દુલ્હનનો કિસ્સો સામે આવ્યો છે. સરથાણાના યુવાનને લૂંટેરી દુલ્હનનો ભેટો થયો હતો. જેમાં લૂંટેરી દુલ્હન અને દલાલ સહિત ત્રણ પકડાયા છે. યુવાન સાથે લગ્નનું નાટક કરવામાં આવ્યું હતુ. જેમાં 2 મહિલા સહિત 3એ લગ્નના નામે રૂપિયા પડાવ્યા હતા. રુપિયા 1.35 લાખ પડાવી લીધા બાદ લૂંટેરી દુલ્હન ફરાર થઇ હતી.
બે મહિલા સહીત ત્રણ જણાએ લગ્નના નામે રૂપિયા પડાવ્યા
સરથાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બુટ, ચંપલની દુકાનમાં નોકરી કરતા વિપુલ લાભુ ડાયાણીને લૂંટેરી દુલ્હન મળી હતી. જેમાં દલાલ વિપુલ ડાબરિયા, જ્યોતિ મોરે મારફતે દુલ્હન સંજના મારનો ભેટો થઈ ગયો હતો. યુવાન સાથે લગ્નનું નાટક કરવામાં આવ્યું હતુ. તેમાં બે મહિલા સહીત ત્રણ જણાએ લગ્નના નામે રૂપિયા પડાવ્યા હતા. રૂ.1.35 લાખ પડાવી લીધા બાદ લૂંટેરી દુલ્હન રાતોરાત ઘર છોડીને ભાગી ગઈ હતી. જેમાં સરથાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી આરોપીઓને ઝડપી પાડ્યા છે.
અગાઉ ભાવનગરમાં લૂંટેરી દુલ્હને હાથફેરો કર્યો
અગાઉ ભાવનગરમાં લૂંટેરી દુલ્હને હાથફેરો કર્યો હતો. જેમાં રૂપિયા 65 હજારનો હાર લઈ લૂંટેરી દુલ્હન ફરાર થઇ હતી. મહુવાના કંટાસર ગામના યુવક સાથે આ ઘટના બની હતી. રૂપિયા 1 લાખ 41 હજાર ચુકવી યુવકે લગ્ન કર્યા હતા. જેમાં પાલઘરની શીલા નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા. તેમાં લગ્નના ત્રીજા દિવસે જ લૂંટેરી દુલ્હને હાથફેરો કર્યો હતો. જેમાં ઘરના કબાટમાંથી 65 હજારનો હાર લઈ રફુચક્કર થતા તુલસી બલર નામના યુવકે પોલીસ ફરિયાદ નોંધાવી છે. વલસાડની 4 મહિલા તથા સુરતના દંપતી સહિત 7 સામે ફરિયાદ કરવામાં આવી હતી. તેથી મહુવા પોલીસે આરોપીઓને ઝડપવાની કાર્યવાહી હાથ ધરી હતી. યુવકે લગ્ન માટે 1,41,000 રૂપિયાની રકમ ચૂકવીને મુંબઈ પાલઘરથી શીલા નામની યુવતી સાથે લગ્ન કરીને દુલ્હનને ભાવનગર કંટાસર ગામ ખાતે પરણીને લાવ્યો હતો. જેમાં લગ્નના ત્રીજા દિવસે યુવકને વિશ્વાસમાં લઈને કબાટમાંથી 65 હજાર રૂપિયાનો હાર ચોરી દુલ્હન ગાયબ થઈ હતી. તેથી તુલસી બલર નામના યુવકે મહુવા રૂલર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.