Anand: સગીર કિશોરી પર દુષ્કર્મ આચરવાનો કેસ, પોલીસે આરોપીની કરી ધરપકડ
આણંદ શહેરમાં સગીર કિશોરીનો સોશિયલ મીડિયામાં સંપર્ક કરી કિશોરીના એડીટીંગ કરેલા ફોટા અને ન્યુડ વીડિયો વાયરલ કરવાની ધમકીઓ આપી કિશોરીને જુદા જુદા સ્થળે લઈ જઈ કિશોરી પર દુષ્કર્મ આચરવાની ઘટના સામે આવી છે.પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી આ બનાવ અંગે આણંદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. આણંદ શહેરમાં એનડીડીબી નજીક આવેલા આંગન ફલેટ-2માં રહેતા કિશન ભોઈ નામના યુવકે સગીર વયની કિશોરીને ફ્રેન્ડશીપ રીકવેસ્ટ મોકલતા કિશોરીએ ફ્રેન્ડશીપ રીકવેસ્ટ સ્વિકારતા તેઓ વચ્ચે ધીમેધીમે ચેટીંગ કરતા કરતા મિત્રતા બંધાઈ હતી અને ત્યારબાદ કિશન ભોઈએ કિશોરીના ઈન્સ્ટાગ્રામ પરથી કિશોરીનો ફોટો ડાઉનલોડ કરી કિશોરીનો ફોટો એડીટીંગ કરી અભદ્ર બનાવી કિશોરીને મળવા બોલાવી હતી. આરોપીએ કિશોરીનો ન્યુડ વીડિયો બનાવી લીધો પરંતુ કિશોરીએ મળવા જવાની ના પાડતા કિશને કિશોરીના ફોટાને સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકીઓ આપી હતી. જેથી ફોટો વાયરલ થવાના ડરથી કિશોરી કિશન ભોઈને જતા કિશન ભોઈએ બળજબરીપૂર્વક કિશોરી પર દુષ્કર્મ આચર્યું હતું અને કિશોરીનો ન્યુડ વીડિયો બનાવી લીધો હતો. ત્યારબાદ એડીટીંગ કરેલો ફોટો અને ન્યુડ વીડિયો વાયરલ કરવાની ધમકીઓ આપી કિશન ભોઈએ અવારનવાર કિશોરીને જુદા જુદા સ્થળોએ લઈ જઈ ચાર વખત તેણી પર દુષ્કર્મ આચર્યું હતું. આરોપી કિશન ભોઈ વિરૂદ્ધ દુષ્કર્મ અને પોસ્કો એકટ હેઠળ ગુનો નોંધાયો કિશન ભોઈના જાતીય અત્યાચારથી ત્રસ્ત થયેલી કિશોરીએ આ બાબતે પોતાના પરિવારજનોને જાણ કરતા પરિવારજનો કિશોરીને લઈને આણંદ ટાઉન પોલીસ મથકે દોડી ગયા હતા. જ્યાં પોલીસે કિશન ભોઈ વિરૂદ્ધ દુષ્કર્મ અને પોસ્કો એકટ હેઠળ ગુનો નોંધી આરોપી કિશન ભોઈને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી તેની દુષ્કર્મ અને પોસ્કોના ગુનામાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
આણંદ શહેરમાં સગીર કિશોરીનો સોશિયલ મીડિયામાં સંપર્ક કરી કિશોરીના એડીટીંગ કરેલા ફોટા અને ન્યુડ વીડિયો વાયરલ કરવાની ધમકીઓ આપી કિશોરીને જુદા જુદા સ્થળે લઈ જઈ કિશોરી પર દુષ્કર્મ આચરવાની ઘટના સામે આવી છે.
પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી
આ બનાવ અંગે આણંદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. આણંદ શહેરમાં એનડીડીબી નજીક આવેલા આંગન ફલેટ-2માં રહેતા કિશન ભોઈ નામના યુવકે સગીર વયની કિશોરીને ફ્રેન્ડશીપ રીકવેસ્ટ મોકલતા કિશોરીએ ફ્રેન્ડશીપ રીકવેસ્ટ સ્વિકારતા તેઓ વચ્ચે ધીમેધીમે ચેટીંગ કરતા કરતા મિત્રતા બંધાઈ હતી અને ત્યારબાદ કિશન ભોઈએ કિશોરીના ઈન્સ્ટાગ્રામ પરથી કિશોરીનો ફોટો ડાઉનલોડ કરી કિશોરીનો ફોટો એડીટીંગ કરી અભદ્ર બનાવી કિશોરીને મળવા બોલાવી હતી.
આરોપીએ કિશોરીનો ન્યુડ વીડિયો બનાવી લીધો
પરંતુ કિશોરીએ મળવા જવાની ના પાડતા કિશને કિશોરીના ફોટાને સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકીઓ આપી હતી. જેથી ફોટો વાયરલ થવાના ડરથી કિશોરી કિશન ભોઈને જતા કિશન ભોઈએ બળજબરીપૂર્વક કિશોરી પર દુષ્કર્મ આચર્યું હતું અને કિશોરીનો ન્યુડ વીડિયો બનાવી લીધો હતો. ત્યારબાદ એડીટીંગ કરેલો ફોટો અને ન્યુડ વીડિયો વાયરલ કરવાની ધમકીઓ આપી કિશન ભોઈએ અવારનવાર કિશોરીને જુદા જુદા સ્થળોએ લઈ જઈ ચાર વખત તેણી પર દુષ્કર્મ આચર્યું હતું.
આરોપી કિશન ભોઈ વિરૂદ્ધ દુષ્કર્મ અને પોસ્કો એકટ હેઠળ ગુનો નોંધાયો
કિશન ભોઈના જાતીય અત્યાચારથી ત્રસ્ત થયેલી કિશોરીએ આ બાબતે પોતાના પરિવારજનોને જાણ કરતા પરિવારજનો કિશોરીને લઈને આણંદ ટાઉન પોલીસ મથકે દોડી ગયા હતા. જ્યાં પોલીસે કિશન ભોઈ વિરૂદ્ધ દુષ્કર્મ અને પોસ્કો એકટ હેઠળ ગુનો નોંધી આરોપી કિશન ભોઈને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી તેની દુષ્કર્મ અને પોસ્કોના ગુનામાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.