Surat: લંડનના વર્ક પરમિટ વિઝાના નામે 8 લાખ પડાવ્યા, પોલીસે આરોપીને વડોદરાથી ઝડપી લીધો

May 29, 2026 - 11:30
Surat: લંડનના વર્ક પરમિટ વિઝાના નામે 8 લાખ પડાવ્યા, પોલીસે આરોપીને વડોદરાથી ઝડપી લીધો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતના અમરોલી વિસ્તારમાં રહેતા એક આસામીને યુકે (UK) ના લંડનમાં વર્ક પરમિટ અપાવવાના બહાને લાખો રૂપિયાનો ચુનો લગાવવામાં આવ્યો છે. જોકે, અમરોલી પોલીસે આ મામલે ત્વરિત પગલાં ભરીને કૌભાંડના મુખ્ય સૂત્રધાર ધર્મેશ નરેશભાઇ ભાટીયાને વડોદરા ખાતેથી રંગેહાથ ઝડપી પાડ્યો છે.

સમગ્ર કૌભાંડની મોડસ ઓપરેન્ડી

મળતી માહિતી મુજબ, આરોપી ધર્મેશ ભાટીયાએ ફરિયાદીને વિશ્વાસમાં લીધો હતો કે તે લંડનમાં સેટલ કરાવી દેશે. તેણે ફરિયાદીને સેન્ટ્રલ લંડન સ્થિત પ્રતિષ્ઠિત 'કેથરીન્સ વેય નર્સિંગ' (Katherine's Way Nursing) માં વાર્ષિક રૂપિયા ૨૭ લાખના માતબર પગારની નોકરી અપાવવાની મોટી લાલચ આપી હતી. આ આકર્ષક ઓફર જોઈને ફરિયાદી તેની જાળમાં ફસાઈ ગયો હતો. ત્યારબાદ આરોપીએ વિઝા પ્રોસેસિંગ ફી, મેડિકલ અને એમ્બસી એપોઇન્ટમેન્ટના બહાને ફરિયાદી પાસેથી ટુકડે-ટુકડે કરીને કુલ 8 લાખ રૂપિયા પડાવી લીધા હતા.

રૂપિયા પરત ન આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો

લાંબો સમય વીતી જવા છતાં આરોપી ધર્મેશ ભાટીયાએ લંડનના વર્ક પરમિટ વિઝા આપ્યા ન હતા. જ્યારે ફરિયાદીને શંકા ગઈ અને તેણે પોતાના 8 લાખ રૂપિયા પરત માંગ્યા, ત્યારે આરોપીએ વાયદાબાજી શરૂ કરી દીધી હતી અને અંતે રકમ આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં જ ભોગ બનનારે અમરોલી પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો. અમરોલી પોલીસે ગુનો નોંધી ટેક્નિકલ સર્વેલન્સના આધારે લોકેશન ટ્રેસ કરીને આરોપીને વડોદરાથી દબોચી લીધો છે. પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે ધર્મેશે આ જ રીતે અન્ય કેટલા લોકોને વિદેશ મોકલવાના નામે ઠગ્યા છે.

આ પણ વાંચો: Ahmedabad: વટવામાં ક્રૂરતાની સીમા પાર, સગીર યુવકને ઝાડ સાથે બાંધી મિત્રોએ જ આપી 'તાલિબાની સજા


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0