Surat : મોટા વરાછાના મોલમાં મહિલા ચેન્જિંગ રૂમમાં ફસાઈ, ફાયર બ્રિગેડે દરવાજો તોડી સુરક્ષિત રેસ્ક્યૂ કર્યું

May 5, 2026 - 14:00
Surat : મોટા વરાછાના મોલમાં મહિલા ચેન્જિંગ રૂમમાં ફસાઈ, ફાયર બ્રિગેડે દરવાજો તોડી સુરક્ષિત રેસ્ક્યૂ કર્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલા એક જાણીતા મોલમાં આજે એક મહિલા ગ્રાહક માટે ખરીદીનો અનુભવ ડરામણો સાબિત થયો હતો. મોલમાં કપડાં પસંદ કર્યા બાદ ટ્રાયલ લેવા ગયેલી મહિલા ચેન્જિંગ રૂમમાં ફસાઈ જતા મોલ મેનેજમેન્ટ અને ફાયર વિભાગમાં દોડધામ મચી ગઈ હતી.

લોક જામ થઈ જતા સર્જાઈ મુશ્કેલી

ઘટનાની વિગત મુજબ, મોટા વરાછા વિસ્તારમાં રહેતી એક મહિલા મોલમાં ખરીદી અર્થે ગઈ હતી. કપડાંની ટ્રાયલ લેવા માટે તે ચેન્જિંગ રૂમમાં ગઈ અને અંદરથી દરવાજો બંધ કર્યો હતો. જોકે, જ્યારે તેણે બહાર આવવા પ્રયત્ન કર્યો ત્યારે દરવાજાનું લોક અચાનક જામ થઈ ગયું હતું. મહિલાએ લાંબો સમય સુધી દરવાજો ખોલવા પ્રયત્ન કર્યો અને મોલના સ્ટાફને પણ જાણ કરી, પરંતુ દરવાજો ખુલ્યો નહોતો. અંદર ગૂંગળામણ અનુભવાતા અને ડરના માર્યા મહિલાએ બૂમાબૂમ શરૂ કરી હતી.

ફાયર વિભાગે બચાવ્યું

પરિસ્થિતિ ગંભીર જણાતા મોલ સત્તાધીશો દ્વારા તાત્કાલિક સુરત ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર ફાઈટરોની ટીમ ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયરના જવાનોએ જરૂરી સાધનો વડે દરવાજો તોડવાની કામગીરી હાથ ધરી હતી. અંતે, દરવાજો તોડીને મહિલાને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી હતી. મહિલાએ હાશકારો અનુભવ્યો

બહાર આવ્યા બાદ મહિલાએ હાશકારો અનુભવ્યો હતો. જોકે, આ ઘટનાને પગલે મોલમાં સુરક્ષા અને મેન્ટેનન્સના અભાવ સામે ગ્રાહકોમાં નારાજગી જોવા મળી હતી. ફાયર વિભાગની સમયસૂચકતાને કારણે કોઈ મોટી દુર્ઘટના બની નહોતી અને મહિલાનો આબાદ બચાવ થયો હતો.


આ પણ વાંચો----     West Bengal Election Result 2026 : હવે બંગાળના સીએમ કોણ? જાણો કોણ છે તે 'બંગાળી ચહેરો' જે સંભાળશે રાજ્યની કમાન

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0