Surat મનપાનું 9603 કરોડનું બજેટ રજૂ, શહેરીજનો માટે અનેક મોટા નિર્ણયો લેવાયા
સુરત મહાનગરપાલિકાનું મનપા કમિશનર દ્વારા વર્ષ 2025-26નું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મૂકવામાં આવ્યું હતું. જેમાં સુરત મનપાના ઈતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું 9603 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં બ્રિજ માટે 130 કરોડની જોગવાઈ સહિત તાપી નદીના શુદ્ધિકરણ માટે 25 કરોડની ફાળવણી કરવામાં આવી છે. 2035 સુધીમાં સુરતમાં દૂષિત પાણીને 100% શુદ્ધ કરવાનું લક્ષ્ય મહાનગરપાલિકાએ સાધ્યું છે. 4562 કરોડ રૂપિયાના કેપીટલ કામોની જોગવાઈ કરવામાં આવી સુરત પાલિકાના સાયન્સ સેન્ટરમાં આજે સવારે મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે વર્ષ 2025-26નું ડ્રાફ્ટ અને સને 2024-25નું રિવાઈઝ્ડ બજેટ રજુ કયું હતું. મ્યુનિ. કમિશઅનરે ગત વર્ષની સરખામણીમાં 885 કરોડ રૂપિયાના વધારા સાથે કુલ 9603 કરોડ રૂપિયાનું રજુ કર્યું છે. તેમાં 4562 કરોડ રૂપિયાના કેપીટલ કામોની જોગવાઈ કરવામાં આવી છે. મ્યુનિ. કમિશનરે જણાવ્યું હતું કે, અંદાજે 469 કરોડ રૂપિયાની રેવન્યુ સરપ્લસ ધરાવતાં બજેટની સાથે સાથે વધારાનું ફંડ શહેરના વિકાસ માટે ઉપયોગમાં આવશે. પાલિકાના આગામી નાણાંકીય વર્ષના ડ્રાફ્ટ બજેટમાં પહેલી વખત રેવન્યુ આવકમાં વધારો અને રેવેન્યુ ખર્ચમાં ઘટાડા સાથે કેપિટલ ખર્ચના લક્ષ્યાંક સિદ્ધ કરવા અંગેના પેરામીટર્સ નક્કી કરવામાં આવ્યા છે. નવા બ્રિજ બનાવવામાં આવશે સુરત મહાનગર પાલિકા દ્વારા સને 2025-26ના ડ્રાફ્ટ બજેટમાં શહેરમાં વધુ ચાર નવા ફ્લાયઓવર-ખાડી બ્રિજ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સરથાણા ઝોન વિસ્તારમાં સુરત-કામરેજ રોડ પર 24 કલાક ટ્રાફિકથી ધમધમતાં શ્યામધામ મંદિર જંકશન પર વાહન ચાલકોની હાલાકીને ધ્યાને રાખીને 70 કરોડ રૂપિયાના ખર્ચે ફ્લાય ઓવર બ્રિજ બનાવશે. આ સિવાય સરથાણામાં જ નવા સમાવિષ્ટ વિસ્તાર પૈકી રંગોલી ચોકડી જંકશન પર 50 કરોડના ખર્ચે ફલાય ઓવર બ્રિજનું નિર્માણ કરવામા આવશે, આ ઉપરાંત રાંદેર ઝોનમાં પણ કેનાલ-ખાડી બ્રિજ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરત મહાનગરપાલિકાનું મનપા કમિશનર દ્વારા વર્ષ 2025-26નું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મૂકવામાં આવ્યું હતું. જેમાં સુરત મનપાના ઈતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું 9603 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં બ્રિજ માટે 130 કરોડની જોગવાઈ સહિત તાપી નદીના શુદ્ધિકરણ માટે 25 કરોડની ફાળવણી કરવામાં આવી છે. 2035 સુધીમાં સુરતમાં દૂષિત પાણીને 100% શુદ્ધ કરવાનું લક્ષ્ય મહાનગરપાલિકાએ સાધ્યું છે.
4562 કરોડ રૂપિયાના કેપીટલ કામોની જોગવાઈ કરવામાં આવી
સુરત પાલિકાના સાયન્સ સેન્ટરમાં આજે સવારે મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે વર્ષ 2025-26નું ડ્રાફ્ટ અને સને 2024-25નું રિવાઈઝ્ડ બજેટ રજુ કયું હતું. મ્યુનિ. કમિશઅનરે ગત વર્ષની સરખામણીમાં 885 કરોડ રૂપિયાના વધારા સાથે કુલ 9603 કરોડ રૂપિયાનું રજુ કર્યું છે. તેમાં 4562 કરોડ રૂપિયાના કેપીટલ કામોની જોગવાઈ કરવામાં આવી છે. મ્યુનિ. કમિશનરે જણાવ્યું હતું કે, અંદાજે 469 કરોડ રૂપિયાની રેવન્યુ સરપ્લસ ધરાવતાં બજેટની સાથે સાથે વધારાનું ફંડ શહેરના વિકાસ માટે ઉપયોગમાં આવશે. પાલિકાના આગામી નાણાંકીય વર્ષના ડ્રાફ્ટ બજેટમાં પહેલી વખત રેવન્યુ આવકમાં વધારો અને રેવેન્યુ ખર્ચમાં ઘટાડા સાથે કેપિટલ ખર્ચના લક્ષ્યાંક સિદ્ધ કરવા અંગેના પેરામીટર્સ નક્કી કરવામાં આવ્યા છે.
નવા બ્રિજ બનાવવામાં આવશે
સુરત મહાનગર પાલિકા દ્વારા સને 2025-26ના ડ્રાફ્ટ બજેટમાં શહેરમાં વધુ ચાર નવા ફ્લાયઓવર-ખાડી બ્રિજ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સરથાણા ઝોન વિસ્તારમાં સુરત-કામરેજ રોડ પર 24 કલાક ટ્રાફિકથી ધમધમતાં શ્યામધામ મંદિર જંકશન પર વાહન ચાલકોની હાલાકીને ધ્યાને રાખીને 70 કરોડ રૂપિયાના ખર્ચે ફ્લાય ઓવર બ્રિજ બનાવશે. આ સિવાય સરથાણામાં જ નવા સમાવિષ્ટ વિસ્તાર પૈકી રંગોલી ચોકડી જંકશન પર 50 કરોડના ખર્ચે ફલાય ઓવર બ્રિજનું નિર્માણ કરવામા આવશે, આ ઉપરાંત રાંદેર ઝોનમાં પણ કેનાલ-ખાડી બ્રિજ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.