Surat: ભાજપ નેતાના આત્મહત્યા કેસમાં કોર્પોરેટર ચિરાગ સોલંકીની પૂછપરછ

સુરતના અલથાણના ભીમરાડ ગામ ખાતે વોર્ડ નંબર 30નાં મહિલા મોરચાનાં પ્રમુખ દીપિકા પટેલે આપઘાત કર્યા બાદ આજે કોર્પોરેટર ચિરાગ સોલંકીને પૂછપરછ માટે બોલાવ્યા હતા. તેમજ આજે સૌપ્રથમ ચિરાગ સોલંકી દીપિકાના ઘરે પહોંચ્યા હતા. ચિરાગ સોલંકી અને દીપિકા વચ્ચેના સંબંધને લઇ શંકા. સુરતના અલથાણના ભીમરાડ ગામ ખાતે વોર્ડ નંબર 30નાં મહિલા મોરચાનાં પ્રમુખ દીપિકા પટેલે આપઘાત કર્યા બાદ આજે તેમનું બેસણું યોજાયું હતું, જેમાં સૌકોઈની નજર શંકાના દાયરામાં રહેલા કોર્પોરેટર ચિરાગ સોલંકી આવે છે કે નહીં એના પર હતી. બેસણું શરૂ થયાના બે કલાક બાદ ચિરાગ સોલંકી બેસણામાં આવ્યા હતા. બેસણામાં હાજરી આપ્યા બાદ પરત ફરી રહેલા ચિરાગને જ્યારે મીડિયાએ બનાવ અંગે સવાલ કર્યા ત્યારે પોલીસ તપાસ કરી રહી હોવાનું કહી તે નીકળી ગયા હતા. નોંધનીય છે કે દીપિકા પટેલના આપઘાતના કેસમાં સુરત પોલીસ ચિરાગ સોલંકીની બેવાર પૂછપરછ કરી ચૂકી છે. મૃતક દીપિકા પટેલના બેસણામાં બે મીનિટનું જ રોકાણ સુરતના અલથાણના ભીમરાડ ગામ ખાતે વોર્ડ નંબર 30નાં મહિલા મોરચાનાં પ્રમુખ દીપિકા પટેલે ગત રવિવારે પોતાના ઘરે જ આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યાની જાણ થતાં કોર્પોરેટર ચિરાગ સોલંકી પણ તેના ઘરે પહોંચ્યા હતા. દીપિકા પટેલની આત્મહત્યા બાદ શંકાના દાયરામાં રહેલા ચિરાગ સોલંકીની સુરત પોલીસની ટીમ બેવાર પૂછપરછ કરી ચૂકી છે. આજે દીપિકા પટેલનું ભીમરાડમાં બેસણું હતું, જેમાં ચિરાગ સોલંકી પણ પહોંચ્યા હતા. દીપિકા પટેલનાં પરિવારજનો સાથે મુલાકાત કરી ચિરાગ માત્ર બે મિનિટમાં જ ત્યાંથી પરત ફર્યા હતા. પરત ફરતી સમયે જ્યારે મીડિયાએ બનાવ અંગે સવાલ કર્યો ત્યારે પોલીસ તપાસ કરી રહી હોવાનું કહી ત્યાંથી નીકળી ગયા હતા. પોલીસે ચિરાગ સોલંકીની અઢી કલાક પૂછપરછ કરી હતી સુરતના વોર્ડ નંબર 30ના ભાજપનાં મહિલા મોરચાનાં પ્રમુખ દીપિકા પટેલ આત્મહત્યા દુષ્પ્રેરણા કેસમાં પોલીસની તપાસ ચિરાગ સોલંકી પર કેન્દ્રિત થઈ છે, કારણ કે કોર્પોરેટર ચિરાગ સોલંકી સતત દીપિકા પટેલના સંપર્કમાં હતા અને તેમની વચ્ચે પારિવારિક સંબંધો હતા. બંને વચ્ચે નાણાકીય, સામાજિક કે પારિવારિક કોઈ ઝઘડો કે બોલાચાલી થયા બાદ દીપિકાએ આ પગલું ભર્યાની આશંકા છે. ત્યારે સુરત પોલીસે બુધવારે ચિરાગની અઢી કલાકની પૂછપરછ કરી હતી. કોર્પોરેટર ચિરાગ સોલંકી સામે શંકા દીપિકા પટેલે આત્મહત્યા કરી લેવાના પ્રકરણમાં પોલીસ તપાસ દીપિકા પટેલના નજીકના મનાતા અને સચિન વિસ્તારના કોર્પોરેટર ચિરાગ સોલંકી સામે શંકાની સોઈ તાકવા સાથે તેની સઘન પૂછપરછ કરી છે. DCP વિજયસિંહ ગુર્જર પણ આ કેસમાં તપાસ કરી રહ્યા છે ત્યારે કોલ ડિટેઈલ રેકોર્ડમાં દીપિકા પટેલ પ્રતિ દિવસ ચિરાગ સોલંકી સાથે સતત સંપર્કમાં રહેતા હોવાની વિગતો સામે આવી છે. બનાવના દિવસે ચિરાગે દીપિકાને 15 કોલ કર્યા હતા બુધવારે ફરી કોર્પોરેટર ચિરાગ સોલંકીની અઢી કલાક પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં વીડિયોગ્રાફી સાથે તમામ પૂછપરછ કરાઈ હતી. પોલીસના સવાલોના જવાબોમાં ચિરાગે દીપિકા સાથેના સંબંધમાં જણાવ્યું હતું કે તે તેની માનેલી બહેન હતી. તેના પરિવાર સાથે પારિવારિક સંબંધો હતા. જ્યારે દીપિકાએ આપઘાત અંગે કરેલા કોલ વિશે ચિરાગને પૂછવામાં આવ્યું ત્યારે તેણે જણાવ્યું હતું કે દીપિકાના પરિવાર સાથે તેનો પારિવારિક સંબંધ હતો અને તે રોજ દીપિકા અને તેના પતિ સાથે કોલ પર વાતચીત કરતો હતો, જેથી રોજ કોલ કરવામાં આવતા હતા. દીપિકાએ આપઘાતના દિવસે પણ 15 જેટલા કોલ કર્યા હતા.

Surat: ભાજપ નેતાના આત્મહત્યા કેસમાં કોર્પોરેટર ચિરાગ સોલંકીની પૂછપરછ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતના અલથાણના ભીમરાડ ગામ ખાતે વોર્ડ નંબર 30નાં મહિલા મોરચાનાં પ્રમુખ દીપિકા પટેલે આપઘાત કર્યા બાદ આજે કોર્પોરેટર ચિરાગ સોલંકીને પૂછપરછ માટે બોલાવ્યા હતા. તેમજ આજે સૌપ્રથમ ચિરાગ સોલંકી દીપિકાના ઘરે પહોંચ્યા હતા. ચિરાગ સોલંકી અને દીપિકા વચ્ચેના સંબંધને લઇ શંકા.

સુરતના અલથાણના ભીમરાડ ગામ ખાતે વોર્ડ નંબર 30નાં મહિલા મોરચાનાં પ્રમુખ દીપિકા પટેલે આપઘાત કર્યા બાદ આજે તેમનું બેસણું યોજાયું હતું, જેમાં સૌકોઈની નજર શંકાના દાયરામાં રહેલા કોર્પોરેટર ચિરાગ સોલંકી આવે છે કે નહીં એના પર હતી. બેસણું શરૂ થયાના બે કલાક બાદ ચિરાગ સોલંકી બેસણામાં આવ્યા હતા. બેસણામાં હાજરી આપ્યા બાદ પરત ફરી રહેલા ચિરાગને જ્યારે મીડિયાએ બનાવ અંગે સવાલ કર્યા ત્યારે પોલીસ તપાસ કરી રહી હોવાનું કહી તે નીકળી ગયા હતા. નોંધનીય છે કે દીપિકા પટેલના આપઘાતના કેસમાં સુરત પોલીસ ચિરાગ સોલંકીની બેવાર પૂછપરછ કરી ચૂકી છે.

મૃતક દીપિકા પટેલના બેસણામાં બે મીનિટનું જ રોકાણ

સુરતના અલથાણના ભીમરાડ ગામ ખાતે વોર્ડ નંબર 30નાં મહિલા મોરચાનાં પ્રમુખ દીપિકા પટેલે ગત રવિવારે પોતાના ઘરે જ આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યાની જાણ થતાં કોર્પોરેટર ચિરાગ સોલંકી પણ તેના ઘરે પહોંચ્યા હતા. દીપિકા પટેલની આત્મહત્યા બાદ શંકાના દાયરામાં રહેલા ચિરાગ સોલંકીની સુરત પોલીસની ટીમ બેવાર પૂછપરછ કરી ચૂકી છે. આજે દીપિકા પટેલનું ભીમરાડમાં બેસણું હતું, જેમાં ચિરાગ સોલંકી પણ પહોંચ્યા હતા. દીપિકા પટેલનાં પરિવારજનો સાથે મુલાકાત કરી ચિરાગ માત્ર બે મિનિટમાં જ ત્યાંથી પરત ફર્યા હતા. પરત ફરતી સમયે જ્યારે મીડિયાએ બનાવ અંગે સવાલ કર્યો ત્યારે પોલીસ તપાસ કરી રહી હોવાનું કહી ત્યાંથી નીકળી ગયા હતા.

પોલીસે ચિરાગ સોલંકીની અઢી કલાક પૂછપરછ કરી હતી

સુરતના વોર્ડ નંબર 30ના ભાજપનાં મહિલા મોરચાનાં પ્રમુખ દીપિકા પટેલ આત્મહત્યા દુષ્પ્રેરણા કેસમાં પોલીસની તપાસ ચિરાગ સોલંકી પર કેન્દ્રિત થઈ છે, કારણ કે કોર્પોરેટર ચિરાગ સોલંકી સતત દીપિકા પટેલના સંપર્કમાં હતા અને તેમની વચ્ચે પારિવારિક સંબંધો હતા. બંને વચ્ચે નાણાકીય, સામાજિક કે પારિવારિક કોઈ ઝઘડો કે બોલાચાલી થયા બાદ દીપિકાએ આ પગલું ભર્યાની આશંકા છે. ત્યારે સુરત પોલીસે બુધવારે ચિરાગની અઢી કલાકની પૂછપરછ કરી હતી.

કોર્પોરેટર ચિરાગ સોલંકી સામે શંકા

દીપિકા પટેલે આત્મહત્યા કરી લેવાના પ્રકરણમાં પોલીસ તપાસ દીપિકા પટેલના નજીકના મનાતા અને સચિન વિસ્તારના કોર્પોરેટર ચિરાગ સોલંકી સામે શંકાની સોઈ તાકવા સાથે તેની સઘન પૂછપરછ કરી છે. DCP વિજયસિંહ ગુર્જર પણ આ કેસમાં તપાસ કરી રહ્યા છે ત્યારે કોલ ડિટેઈલ રેકોર્ડમાં દીપિકા પટેલ પ્રતિ દિવસ ચિરાગ સોલંકી સાથે સતત સંપર્કમાં રહેતા હોવાની વિગતો સામે આવી છે.

બનાવના દિવસે ચિરાગે દીપિકાને 15 કોલ કર્યા હતા

બુધવારે ફરી કોર્પોરેટર ચિરાગ સોલંકીની અઢી કલાક પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં વીડિયોગ્રાફી સાથે તમામ પૂછપરછ કરાઈ હતી. પોલીસના સવાલોના જવાબોમાં ચિરાગે દીપિકા સાથેના સંબંધમાં જણાવ્યું હતું કે તે તેની માનેલી બહેન હતી. તેના પરિવાર સાથે પારિવારિક સંબંધો હતા. જ્યારે દીપિકાએ આપઘાત અંગે કરેલા કોલ વિશે ચિરાગને પૂછવામાં આવ્યું ત્યારે તેણે જણાવ્યું હતું કે દીપિકાના પરિવાર સાથે તેનો પારિવારિક સંબંધ હતો અને તે રોજ દીપિકા અને તેના પતિ સાથે કોલ પર વાતચીત કરતો હતો, જેથી રોજ કોલ કરવામાં આવતા હતા. દીપિકાએ આપઘાતના દિવસે પણ 15 જેટલા કોલ કર્યા હતા.