Surat: ભવ્ય તિરંગા યાત્રાના 1.8 કિલોમીટર સુધીના રૂટને ડેકોરેશન અને પેઇન્ટિંગથી શણગાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દેશના સ્વતંત્રતા દિવસના ઉપલક્ષ્યમાં આજે સાંજે સુરતમાં ભવ્ય તિરંગા યાત્રા નીકળશે. આ 1.8 કિલોમીટર સુધીના રૂટને ડેકોરેશન અને પેઇન્ટિંગથી શણગારી દેવાયું છે. હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા થીમ પર તિરંગા યાત્રા યોજાશે. 1.8 કિ.મી.ની ભવ્ય તિરંગા યાત્રામાં કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી હાજર રહેશે.
સુરતમાં ભવ્ય તિરંગા યાત્રા
સુરત મહાનગરપાલિકા દ્વારા સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગ રૂપે આજે 10 ઓગસ્ટના સાંજે 6 વાગ્યે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા ડુમસ રોડ પરવા વાયા જંક્શનથી થઈને લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધીના રૂટ પર યોજાશે. આ યાત્રામાં જુદા જુદા રાજ્યના અનેક લોકો જોડાશે. આ યાત્રામાં 20 અલગ અલગ બેન્ડ, ટેલેન્ટ આર્ટિસ્ટ અને ટેબ્લો જોડાશે.
સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી
સુરતમાં ભવ્ય તિરંગા યાત્રા નીકળશે જેને લઈને 1.8 કિલોમીટર સુધીના રૂટને ડેકોરેશન અને પેઇન્ટિંગથી શણગારી દેવાયું છે.આ યાત્રા ડુમસ રોડ પરવા વાયા જંક્શનથી થઈને લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધીના રૂટ પર યોજાશે. આ યાત્રામાં જુદા જુદા રાજ્યના અનેક લોકો જોડાશે. તિરંગા યાત્રામાં કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી હાજર રહેશે.
What's Your Reaction?






