Surat : નવી સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં, કર્મચારીઓ ડયુટી અવરમાં મીંઠી નીંદર માણતા હોવાનો વીડિયો વાયરલ, જુઓ Video

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતની નવી સિવિલ હોસ્પિટલની લાલિયાવાડીનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં હોસ્પિટલના ફાર્મસી વિભાગના કર્મચારી ડયુટી કરવાના બદલે આરામ ફરમાવાતા નજરે પડ્યા. ફાર્મસી વિભાગના કર્મચારી ડયુટી અવરમાં સૂઈ જાય છે અને મેડિકલ સ્ટોરને રામભરોસે છોડી દે છે. તેમની આ ઘોર બેદરકારીના કારણે દર્દી અને તેમના સગાને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે.
મેડિકલ સ્ટોર રામભરોસે
હોસ્પિટલમાં કામના સમય દરમિયાન મીઠીં નીંદર માણતા કર્મચારીઓના કારણે દર્દીઓના સગાને સમયસર દવા ના મળતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ફાર્મસી વિભાગના કેટલાક કર્મચારીઓ રાત્રે ડ્યૂટી દરમિયાન નિયમિત રીતે સૂઈ જાય છે. આ કર્મચારીઓ કામ કરવાનો નહીં પરંતુ સૂવાનો પગાર લે છે. નાઈટ ડયુટીમાં આ કર્મચારીઓ સૂવાની તૈયારી સાથે જ આવે છે. અને ઘરેથી જ પોતાનું આરામદાયક ઓશિકું અને ચાદર લેતા આવે છે. આ કર્મચારીઓ નાઈટ ડયુટીમાં આરામ ફરમાવે છે અને મેડિકલ સ્ટોરને ભગવાનના ભરોસે છોડી દે છે.
દર્દીઓ અને સગાઓને હાલાકી
કર્મચારીઓની કામગીરી દરમ્યાન આરામ ફરમાવવાની નીતિના કારણે દર્દી અને તેમના સગાને હેરાનગતિનો સામનો કરવો પડે છે. કારણ કે જ્યારે સ્થિતિ મુશ્કેલ હોય અને દર્દીને દવાની જરૂર પડે ત્યારે ભાઈસાહેબ ઘોર નિંદ્રામાં હોય છે. અને સમયસર દવાના મળવાના કારણે દર્દીની સ્થિતિ વધુ ગંભીર બને છે. ફાર્મસી વિભાગના કર્મચારીઓની આવી બેદરકારી હોસ્પિટલની સેવાઓની ગુણવત્તા પર પ્રશ્નાર્થ ઉભો કરે છે.
What's Your Reaction?






