Surat : દોઢ વર્ષના બાળકનું અપહરણ કરીને ફરાર થઇ રહેલું દંપતી ઝડપાયું, સંતાન ના હોવાથી કર્યું બાળકનું અપહરણ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતના કડોદરા નજીક તાતીથૈયા ગામે દોઢ વર્ષ ના બાળક ની અપહરણ ની ઘટના બની હતી. માતા પિતા ની ફરિયાદ આધારે કડોદરા જી આઈ ડીસી પોલીસે ગણતરીના કલાકોમાં બાળક ને સહીસલામત શોધી પરિવારને સોંપ્યું હતું. અપહરણ કરનાર દંપતીને સંતાન ના હોવાથી આ બાળક નું અપહરણ કરી વતન લઈ ભાગી જવાની ફિરાકમાં હોવાનો ઘટસ્ફોટ થયો છે.
દોઢ વર્ષના પુત્રનું અપહરણ
સુરત જિલ્લામાં મોટો પરપ્રાંતીય વિસ્તાર ગણાતા કડોદરા પંથક માં એવી ઘટના બની કે સંતાન સુખ માટે દંપતી એ કાયદો હાથ માં લીધો. ઘટના એ બની હતી કે બે દિવસ અગાઉ કડોદરા નજીક આવેલ તાતીથૈયા ગામે પારેખ એસ્ટેટ માં આવેલ એક બિલ્ડીંગ માં લાલબચન પાસવાન નામનો એક કામદાર પોતાના પરિવાર સાથે રહેતો હતો. જ્યાં તેના ચાર સંતાનો પેકી એક દોઢ વર્ષના પુત્રનું અપહરણ કરાયું હોવાની ફરિયાદ કડોદરા જીઆઇડીસી પોલીસ માં કરાઈ હતી.
બાળકનું રમાડવાના બહાને અપહરણ
અપહરણ એ રીતે કરાયું કે લાલબચન પાસવાન ના ચાર સંતાન પેકી એક આઠ વર્ષની પુત્રી પોતાના દોઢ વર્ષ ના નાના ભાઈ ને બિલ્ડીંગ નીચે રમવા લઈ ગઈ હતી. જ્યાં એક દંપતી આવ્યું. પુત્રી રીમાને પૂછ્યું કે તેઓ કેટલા ભાઈ બહેન છે. આરોપી દંપતીને કોઇ સંતાન ન હતું. અને સંતાન સુખ મેળવવા તેઓ ભાન ભૂલ્યા. તેમણે આ દોઢ વર્ષ ના માસુમ બાળકને રીમા પાસે રમાડવાનું જણાવી લઈ ને ફરાર થઇ ગયા હતા. નંદુરબાર પ્લેટફોર્મ પરથી અપહરણ કરનાર દંપતી ને ઝડપી લીધા
પુત્રી રીમાં એ ઘરે જઈ વાત કરતા પરિવારે પોલીસ ફરિયાદ કરતા પોલીસ દોડતી થઈ હતી. બારડોલી રેલવે સ્ટેશન ના નંદુરબાર પ્લેટફોર્મ પરથી અપહરણ કરનાર દંપતી ને ઝડપી લીધા હતાં.અને તેમની પાસેથી બાળક ને સહીસલામત માતા પિતાને સુપ્રત કરાયો હતો અને પોલીસ ગણતરી ના કલાકો માં અપહરણ કરનાર દંપતી સુધી પહોંચી ગઈ હતી બાળક ને પોતાનું સંતાન બનાવવા માંગતા હતાં.
જોકે બાળક ને હેમખેમ મેળવવામાં પોલીસ ને સીસીટીવીની મદદ મળી હતી. ઘટના સમયે દંપતી પેકી મહિલા બાળકીને ખોળા માં લઇ રીક્ષા માં બેસતી સીસીટીવી માં કેદ થઈ હતી જેથી અપહરણ કરનાર દંપતીની પણ ઓળખ થઈ હતી. જેઓ પલસાણા કારેલી ગામે રાહી રેસિડેન્સી માં રહેતા પ્રદીપ શ્રીરામ શર્મા અને તેની પત્ની રિતા પ્રદીપ શર્મા નામ ની ઓળખ આપી હતી. તેઓને સંતાન ના હોય તેઓ આ બાળક ને પોતાનું સંતાન બનાવવા માંગતા હતાં. અને અહીંયા પકડાઈ ના જવાય એ માટે તેઓ પોતાના વતન ઉત્તરપ્રદેશ ભાગી જવાની ફિરાક માં હતાં. પરંતુ એ પહેલા જ જિલ્લા પોલીસ પહોંચી ગઈ. દંપતી ને પણ અટકાયત કરી અને દોઢ વર્ષીય બાળકનું પણ પરિવાર સાથે પોલીસે મિલન કરાવી દીધું હતું...
What's Your Reaction?






