Surat-તાપીના 2.50 લાખ પશુપાલકોને સુમુલ ડેરીની દેવદિવાળીની ભેટ: 75 વર્ષમાં પ્રથમવાર પ્રતિ કિલો ફેટે 50નો વધારો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દેવદિવાળીના પર્વ નિમિત્તે સુમુલ ડેરી દ્વારા સુરત અને તાપી જિલ્લાના 2.50 લાખ પશુપાલકોને મોટી ભેટ આપવામાં આવી છે. સુમુલ ડેરીના 75 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે 50નો વધારો કરવામાં આવ્યો છે. આ નિર્ણય હેઠળ ગાયના દૂધનો ભાવ 900થી વધારીને 950 કરવામાં આવ્યો છે, જ્યારે ભેંસના દૂધનો ભાવ રૂ. 930થી વધારીને 980 કરવામાં આવ્યો છે. ચેરમેન કાંતિભાઈ ગામિત અને વાઇસ ચેરમેન ભરતસિંહ સોલંકીના નેતૃત્વમાં બોર્ડ દ્વારા સર્વાનુમતે આ ભાવવધારાને મંજૂરી આપવામાં આવી છે, જેનાથી દૂધ ઉત્પાદકોમાં આનંદની લાગણી ફેલાઈ છે.
માર્ચ 2027 સુધીમાં 70 કરોડથી વધુની વધારાની આવકનો અંદાજ
દૂધના ખરીદ ભાવમાં થયેલા આ વધારાથી સુરત અને તાપી જિલ્લાના 2.50 લાખ પશુપાલકોને સીધો આર્થિક લાભ મળશે. ડેરીના અંદાજ મુજબ, આગામી માર્ચ 2027 સુધીમાં પશુપાલકોને 70 કરોડથી વધુની વધારાની આવક થશે. નિયમિતપણે દૂધ ભરાવતા પશુપાલકોની આવકમાં સીધો વધારો થવાથી ગ્રામીણ અર્થતંત્રને પણ વેગ મળશે અને પરિવારોની આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે.
ઘાસચારાના ખર્ચ વચ્ચે પશુપાલકોમાં દિવાળી બોનસ જેવો માહોલ
તાજેતરના સમયમાં ઘાસચારા અને પશુઆહારના વધતા ખર્ચના કારણે પશુપાલકો પર આર્થિક ભારણ વધી રહ્યું હતું. આવી સ્થિતિમાં સુમુલ ડેરીએ લીધેલો આ નિર્ણય પશુપાલકો માટે મોટી રાહત સમાન બન્યો છે. દેવદિવાળીએ મળેલા આ ભાવવધારાને પશુપાલકોએ દિવાળી બોનસ સમાન ગણાવીને આવકાર આપ્યો છે અને સુમુલ ડેરીના નેતૃત્વનો આભાર માન્યો છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

