Surat: કાપડ વેપારીએ ડિમાન્ડ મુજબ પ્રોડક્શન કરતા ગુડઝ રિટર્ન ઘટ્યું

ગુરુવારે સાઉથ ગુજરાત ટેક્સ્ટાઈલ ટ્રેડર્સ એસોસિયેશની બેઠકમાં હાજર રહેલા વેપારીઓએ કાપડ માર્કેટમાં વધી રહેલા ચિટીંગના બનાવોને લઈ ચિંતા વ્યક્ત કરી હતી. સમયાન્તરે વેપારમાં આવી રહેલા ઉતાર-ચઢાવને લીધે ડિમાન્ડ મુજબ પ્રોડક્શન કરવામાં આવી રહ્યું હોવાથી ગુડ્ઝ રિટર્નનું પ્રમાણ ખાસુ ઘટ્યું હોવાનું વેપારીઓએ કહ્યું હતું. એસજીટીટીએના પ્રમુખ સુનિલ જૈનએ જણાવ્યું હતું કે, ડિસેમ્બર મહિનામાં વેપાર અપેક્ષા મુજબ ચાલ્યો નથી. જોકે, બહારની મંડીઓમાં સેલ લાગી રહ્યાં હોવાથી હાલ કાપડ માર્કેટમાં થોડી ચહલપહલ જોવા મળી રહી છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, કાપડ માર્કેટમાં દિનપ્રતિદિન ચિટીંગના બનાવો વધી રહ્યા છે. જે અટકાવવા માટે તમામ વેપારી અને સંગઠનોને એક મંચ પર આવવુ પડશે. આડતિયા કપડા એસોસિયેશન દ્વારા બહારની મંડીઓમાં ફસાયેલા પેમેન્ટ પરત અપાવવાનું કાર્ય સરાહનીય છે. જે વેપારી પેમેન્ટ ચૂકવવામાં આનાકાણી કરે છે, તેવા વેપારી અને એજન્ટો પર દબાણ. બનાવવામાં આડતિયા કપડા એસોસિએશન સફળ થઈ રહ્યું છે. થોડા દિવસો અગાઉ આડતિયા કપડા એસોસિયેશનના પ્રમુખ પ્રહલાદ અગ્રવાલ પર યુપી પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ રીતે ફરિયાદ નોંધાવી તેમના પર પ્રેશર બનાવવા પ્રયાસ કરાયો છે. જેથી આડતિયા એસોસિએશનના સમર્થનમાં તેમનું સંગઠન આગળ આવ્યું છે.

Surat: કાપડ વેપારીએ ડિમાન્ડ મુજબ પ્રોડક્શન કરતા ગુડઝ રિટર્ન ઘટ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુરુવારે સાઉથ ગુજરાત ટેક્સ્ટાઈલ ટ્રેડર્સ એસોસિયેશની બેઠકમાં હાજર રહેલા વેપારીઓએ કાપડ માર્કેટમાં વધી રહેલા ચિટીંગના બનાવોને લઈ ચિંતા વ્યક્ત કરી હતી. સમયાન્તરે વેપારમાં આવી રહેલા ઉતાર-ચઢાવને લીધે ડિમાન્ડ મુજબ પ્રોડક્શન કરવામાં આવી રહ્યું હોવાથી ગુડ્ઝ રિટર્નનું પ્રમાણ ખાસુ ઘટ્યું હોવાનું વેપારીઓએ કહ્યું હતું.

એસજીટીટીએના પ્રમુખ સુનિલ જૈનએ જણાવ્યું હતું કે, ડિસેમ્બર મહિનામાં વેપાર અપેક્ષા મુજબ ચાલ્યો નથી. જોકે, બહારની મંડીઓમાં સેલ લાગી રહ્યાં હોવાથી હાલ કાપડ માર્કેટમાં થોડી ચહલપહલ જોવા મળી રહી છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, કાપડ માર્કેટમાં દિનપ્રતિદિન ચિટીંગના બનાવો વધી રહ્યા છે. જે અટકાવવા માટે તમામ વેપારી અને સંગઠનોને એક મંચ પર આવવુ પડશે. આડતિયા કપડા એસોસિયેશન દ્વારા બહારની મંડીઓમાં ફસાયેલા પેમેન્ટ પરત અપાવવાનું કાર્ય સરાહનીય છે. જે વેપારી પેમેન્ટ ચૂકવવામાં આનાકાણી કરે છે, તેવા વેપારી અને એજન્ટો પર દબાણ.

બનાવવામાં આડતિયા કપડા એસોસિએશન સફળ થઈ રહ્યું છે. થોડા દિવસો અગાઉ આડતિયા કપડા એસોસિયેશનના પ્રમુખ પ્રહલાદ અગ્રવાલ પર યુપી પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ રીતે ફરિયાદ નોંધાવી તેમના પર પ્રેશર બનાવવા પ્રયાસ કરાયો છે. જેથી આડતિયા એસોસિએશનના સમર્થનમાં તેમનું સંગઠન આગળ આવ્યું છે.