Surat એરપોર્ટ પર ખુલશે ડ્યુટી ફ્રી શોપ, લિકર, પરફ્યુમ્સ અને લક્ઝરી ગેજેટ્સ મળશે

Apr 2, 2026 - 16:30
Surat એરપોર્ટ પર ખુલશે ડ્યુટી ફ્રી શોપ, લિકર, પરફ્યુમ્સ અને લક્ઝરી ગેજેટ્સ મળશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ડાયમંડ સિટી સુરતના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પ્રવાસીઓ માટે હવે એક નવી સુવિધા ઉમેરાવા જઈ રહી છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) દ્વારા સુરત એરપોર્ટ પર 'ડ્યુટી ફ્રી શોપ' શરૂ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે. આ શોપમાં લિકર (દારૂ), મોંઘા પરફ્યુમ્સ અને લક્ઝરી ગેજેટ્સ જેવી ચીજવસ્તુઓ પ્રવાસીઓ માટે ઉપલબ્ધ થશે.

 હવે અનુભવની શરત હટાવી દેવામાં આવી

આ વખતે એરપોર્ટ ઓથોરિટીએ નિયમોમાં મોટી છૂટછાટ આપી છે. અગાઉ માત્ર અનુભવી વેપારીઓ જ ડ્યુટી ફ્રી શોપ માટે અરજી કરી શકતા હતા, પરંતુ હવે અનુભવની શરત હટાવી દેવામાં આવી છે.

ઓનલાઈન બીડ કરી શકશે

આ નિર્ણયને કારણે હવે બિનઅનુભવી વેપારીઓ પણ ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લઈ શકશે. જે સંસ્થાઓનું વાર્ષિક ટર્નઓવર અંદાજે રૂપિયા 2.37 કરોડ હોય, તેઓ ઓનલાઈન બીડ કરી શકશે. લિકર વેચાણ માટે એક્સાઇઝની મંજુરી લેવી પડશે

મહત્વની વાત એ છે કે લિકરના વેચાણ માટે સંચાલકોએ રાજ્યના એક્સાઇઝ વિભાગની ખાસ પરવાનગી લેવી પડશે. જે વેપારીની પસંદગી થશે, તેમણે 6 મહિનાની અંદર તમામ સરકારી મંજૂરીઓ મેળવી આઉટલેટ શરૂ કરવું ફરજિયાત રહેશે. કોન્ટ્રાક્ટનો સમયગાળો 5 થી 7 વર્ષ સુધીનો રહેશે

આ કોન્ટ્રાક્ટનો સમયગાળો 5 થી 7 વર્ષ સુધીનો રહેશે અને નિયમ મુજબ સિક્યોરિટી ડિપોઝિટ જમા કરાવવાની રહેશે. આ તમામ પ્રક્રિયા ઓનલાઈન માધ્યમથી કરવામાં આવશે, જેનાથી સુરત એરપોર્ટની રોનક અને સુવિધામાં અનેકગણો વધારો થશે.


આ પણ વાંચો---     Gujarat BJPનો માસ્ટરપ્લાન, ભાજપના નવા 'ક્રાઇટેરિયા' એ અનેક મોટા માથાઓની ઊંઘ ઉડાડી, CECની બેઠકમાં થયા આ કડક નિર્ણયો

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0