Godhra: ગોધરા APMCના ચેરમેને સાદાઈથી જન્મદિન ઉજવ્યો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગોધરા એ.પી.એમ.સી.ના ચેરમેન માલવદીપસિંહ રાઉલજીએ તેમનો જન્મદિવસ વ્યક્તિગત ઉજવણીને બદલે વિવિધ જનકલ્યાણ અને સેવાકીય કાર્યો સાથે સાદાઈથી યોજીને સેવાના પર્વ તરીકે મનાવ્યો હતો.
માલવદીપસિંહ રાઉલજીએ તેમના જન્મદિવસે ગૌસેવા, પર્યાવરણ સંરક્ષણ અને સંવેદનશીલતાના કાર્યક્રમોને સમર્પિત રહ્યો હતો. જેમાં પરવડી ગૌશાળા ખાતે ગૌમાતાઓને ઘાસ ખવડાવ્યું હતું અને ગૌ સેવા કરી હતી. શહેરના વિવિધ માર્ગો પર વૃક્ષારોપણ કર્યું હતું. સમાજના વિશેષ જરૂરિયાતવાળા બાળકો પ્રત્યે સંવેદનશીલતા દાખવતા, મૂક-બધિર બાળકો સાથે સમય વિતાવાયો હતો અને તેમના મનોરંજન માટે ખાસ ચલચિત્રનું પ્રસારણ કરાવ્યું હતું. માર્કેટ યાર્ડ ખાતે ખેડૂતો, વેપારીઓ, નગરજનો તેમજ સામાજિક અને સહકારી ક્ષેત્રના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, અને તેમની સાથે મુલાકાત કરી શુભાશિષ આપ્યા હતાં.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

