Surat : આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી 28 કિલો સોનાની પેસ્ટ સાથે 2 મુસાફરો ઝડપાયા

Jul 21, 2025 - 22:00
Surat : આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી 28 કિલો સોનાની પેસ્ટ સાથે 2 મુસાફરો ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરત એરપોર્ટ પર અવારનવાર દાણ ચોરીની ઘટના સામે આવતી હયો છે, ત્યારે આજે વધુ એક વખત સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી મોટી દાણ ચોરી ઝડપાઈ છે. અત્યાર સુધીની સૌથી મોટી દાણ ચોરી એરપોર્ટ પરથી ઝડપાઈ છે. દુબઈથી આવેલા બે મુસાફરોને 28 કિલો સોનાની પેસ્ટ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. 28 કિલો સોનાની પેસ્ટમાં અંદાજે 23 કિલો શુદ્ધ સોનું છે. એરપોર્ટના CISFની વિજિલિયન્સ ટીમે આ દાણ ચોરી ઝડપી પાડી છે.

પોલીસે આરોપીઓને ઝડપી કાર્યવાહી હાથ ધરી

દુબઈથી સુરત આવેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ IX -174માં સવાર બે મુસાફરો આ સોનું પેસ્ટ બનાવી લાવ્યા હતા, ફ્લાઈટમાંથી આવેલા બે મુસાફરોનું વર્તન શંકાસ્પદ જણાતા તેમને અટકાવીને તપાસ કરવામાં આવતા દાણ ચોરી ઝડપાઈ છે. CISF અને કસ્ટમ અધિકારીએ બંને મુસાફરોની તપાસ કરી અને દાણ ચોરીનો સમગ્ર ભાંડો એરપોર્ટ ફૂટી ગયો છે. આ બંને મુસાફરો ચાલાકીપૂર્વક પોતાના શરીર પર 28 કિલો સોનાની પેસ્ટ છુપાવી જતા હતા. હાલમાં કસ્ટમ વિભાગે 28 કિલો સોનાની પેસ્ટ કબજે કરીને આ બંને મુસાફરો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ સોનું દુબઈથી સુરત લાવીને કોને આપવાનું હતું અને કેટલા પૈસામાં આ આખી ડિલ થઈ હતી તે સમગ્ર બાબતે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

19 જુલાઈએ વડોદરા રેલવે સ્ટેશનથી સોનું ઝડપાયું હતું

તમને જણાવી દઈએ કે 2 દિવસ પહેલા જ એટલે કે 19 જુલાઈએ વડોદરા રેલવે સ્ટેશન પરથી પણ સોનું ઝડપાયું હતું. આશરે 6 કરોડથી વધુની કિંમતનું સોનું ઝડપાયું હતું. 6 કિલો સોનાની સાથે એક આરોપીની પણ ધરપકડ કરવામાં આવી હતી. રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પરથી સોનાની સાથે આ વ્યક્તિ ઝડપાયો હતો. શંકાસ્પદ વ્યક્તિનો થેલો ચકાસતા સોનું મળી આવ્યું હતું. આ સમગ્ર મામલે પોલીસે શકમંદની પૂછપરછ હાથ ધરી હતી. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0