Surat SOGએ બિહાર પોલીસના મોસ્ટ વોન્ટેડ આરોપીને ઝડપ્યો, ‘રાજા સંદેશ ઝા’ થયો જેલ ભેગો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
હીરા નગરી સુરતમાંથી અન્ય રાજ્યના ગુનેગારો આશરો લેતા હોવાની ઘટનાઓ સમયાંતરે સામે આવતી રહે છે. ત્યારે સુરત શહેર પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ની ટીમને એક મોટી સફળતા મળી છે. એસઓજી પોલીસે સુરત શહેરમાંથી બિહાર રાજ્યના એક મોસ્ટ વોન્ટેડ અને છેલ્લા ત્રણ વર્ષથી નાસતા-ફરતા આરોપીને દબોચી લીધો છે. પકડાયેલા આરોપી સામે બિહારમાં હત્યા, લૂંટ કે અન્ય હિંસક પ્રવૃત્તિઓ સહિતના 4 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.
બાતમી મળતા SOGએ ગોઠવી જાળ
પકડાયેલા આરોપીનું નામ રાજા સંદેશ ઝા છે. આ આરોપી બિહારમાં ગુનાખોરી આચરીને કાયદાના સિકંજાથી બચવા માટે છેલ્લા ત્રણ વર્ષથી અલગ-અલગ રાજ્યોમાં પોતાના લોકેશન બદલીને નાસતો ફરતો હતો. તે શહેરમાં આવીને છુપાયો હોવાની ચોક્કસ અને ખાનગી બાતમી સુરત એસઓજી પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક વોચ ગોઠવીને ઓપરેશન હાથ ધર્યું હતું અને આરોપી રાજા સંદેશ ઝાને ઘેરાબંધી કરીને ઝડપી પાડ્યો હતો.
બિહારની પોલીસને સોંપવા તજવીજ હાથ ધરાઈ
સુરત પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપી બિહારના બેગૂસરાઈ જિલ્લાનો મુખ્ય ગુનેગાર છે અને ત્યાંની સ્થાનિક પોલીસ પણ લાંબા સમયથી તેની તલાશ કરી રહી હતી. SOG પોલીસે આ સફળ ઓપરેશન અંગે બિહાર પોલીસને સત્તાવાર જાણ કરી દીધી છે અને સુરત પોલીસે કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરીને આરોપી રાજા સંદેશ ઝાને બિહારની બેગૂસરાઈ પોલીસને સોંપવા માટેની ટ્રાન્ઝિટ રિમાન્ડ સહિતની આગળની તજવીજ હાથ ધરી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

